રાજ્યમાં કોરોના કાબૂમાં : 33 જિલ્લા-કોર્પોરેશનમાં શૂન્ય મોત, 6માં ડિસ્ચાર્જ પણ શૂન્ય; એક પણ જિલ્લામાં 100થી વધુ નવા કેસ નહીં

ગુજરાતમાં બુધવારે કોરોના નવા 644 કેસ નોંધાયા હતા તથા વધુ 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ કેસની સંખ્યા 8,18,351 તથા કુલ મરણાંક 9,965 થયો છે. કુલ 7.94 લાખ લોકો સાજા થયા છે. રિકવરીની ટકાવારી 97.11 ટકા થઈ છે. સારી વાત એ છે કે રાજ્યના 33 જિલ્લા, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં એક પણ મૃત્યું નોંધાયાં નહોતાં. જ્યારે 6માં એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નહોતા.

અમદાવાદમાં સૌથી વધુ 93 કેસ તથા 3 મોત થયાં હતાં જ્યારે વડોદરામાં 92, સુરતમાં 63 કેસ-1 મૃત્યુ અને રાજકોટ શહેરમાં 27 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 1,675 લોકોને બુધવારે ડિસ્ચાર્જ કરાયા હતા. હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,683 છે. જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 2,66,222 લોકોને રસી આપવામાં આવી હતી.

શૂન્ય મોતવાળા જિલ્લાઃજૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, અરવલ્લી, કચ્છ, નવસારી, મહેસાણા, પંચમહાલ, વલસાડ, ભાવનગર, દ્વારકા, નર્મદા સહિત અન્ય જિલ્લા.
શૂન્ય કેસવાળા જિલ્લાઃ સુરેન્દ્રનગર તથા ડાંગમાં એક પણ નવા કેસ નથી જ્યારે 22 જિલ્લામાં 10થી ઓછા કેસ.

8માંથી 6 કોર્પોરેશનમાં શૂન્ય મોત, અમદાવાદમાં 3 અને સુરતમાં 1નું મોત
વડોદરા, રાજકોટ, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનમાં એક પણ મોત નોંધાયા નહોતા. અમદાવાદમાં 3, સુરતમાં 1 મોત થયાં છે.

રિકવરી 97% પાર

  • રાજ્યમાં બુધવારે 1,675 દર્દીને રજા આપવામાં આવી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ વધીને 97.11 ટકા થયો હતો. કુલ 7.94 લાખ ડિસ્ચાર્જ થયા છે. રસીકરણ 28% પાર
  • બુધવારે 2,66,222 લોકોને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં કુલ 1,89,14,643 લોકોને રસી અપાઈ છે. 18થી 45 વર્ષના 30 લાખ લોકોને રસી મળી ચૂકી છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

શું ડેટોલ લિક્વિડથી કોરોના વાયરસનો થશે ખાત્મો?, કંપનીએ આપ્યો જવાબ

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને અત્યાર સુધીમાં ગણા લોકોના જીવ આ વાયરસે લઇ લીધા છે. મોતનું પર્યાય બની

Read More »
Info & News
Ashadeep Newspaper

નવી ગાઇડલાઇન્સ : વિદેશ જનારા લોકો 28 દિવસ પછી લઈ શકશે કોવિશીલ્ડનો બીજો ડોઝ, હાલ 84 દિવસનો નિયમ

ભારત પહેલાં બ્રિટન અને સ્પેનમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે સોમવારે

Read More »