દેશમાં મળનારી ત્રણેય વેક્સિનની કિંમત ફિક્સ : ખાનગી હોસ્પિટલમાં કોવેક્સિન 1410 અને સ્પુતનિક-V 1145 રૂપિયામાં અપાશે, કોવિશીલ્ડના ભાવ સૌથી ઓછા 780 રૂપિયામાં મળશે

દેશમાં મળનારી ત્રણેય વેક્સિનની કિંમત ફિક્સ : ખાનગી હોસ્પિટલમાં કોવેક્સિન 1410 અને સ્પુતનિક-V 1145 રૂપિયામાં અપાશે, કોવિશીલ્ડના ભાવ સૌથી ઓછા 780 રૂપિયામાં મળશે

  • 21 જૂનથી 18+ને ફ્રી વેક્સિનેશન
  • રાજ્ય નક્કી કરશે વેક્સિનેશન માટે પ્રાયોરિટી

કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવતી વેક્સિનના ભાવ નક્કી કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ,ખાનગી હોસ્પિટલોમાં કોવિશીલ્ડ સૌથી સસ્સા દરે મળશે. સરકારે કોવિશીલ્ડની કિંમત 780 રૂપિયા રાખી છે. સૌથી મોંઘી કોવેક્સિ છે, જે ખાનગી હોસ્પિટલમાં 1410 રૂપિયામાં આપવામાં આવશે. જ્યારે સ્પુતનિક V 1145 રૂપિયામાં મળશે.

સરકારે વેક્સિન પ્રોડક્શન કંપનીઓની કિંમત મુજબ તેમાં 5% GST ઉપરાંત 150 સર્વિસ ચાર્જ પણ ઉમેરવામાં આવ્યા છે. તે મુજબ કોવિશીલ્ડની કિંમત 780 રૂપિયા છે (જેમાં 600 રૂપિયા વેક્સિનની કિંમત + 30 રૂપિયા GST + 150 રૂપિયા સર્વિસ ચાર્જ) પ્રતિ ડોઝ હશે.

કોવેક્સિનની કિંમત સરકારે 1410 રૂપિયા નક્કી કરી છે. એટલે કે (1200 રૂપિયા કિંમત + 30 રૂપિયા GST + 150 રૂપિયા સર્વિસ ચાર્જ) પ્રતિ ડોઝ હશે. તો રશિયન વેક્સિન સ્પુતનિક-Vની કિંમતના ભાવ પ્રાઈવેટ હોસ્પિટલ માટે 1145 પ્રતિ ડોઝ છે. (948 રૂપિયા વેક્સિનનો રેટ + 47 રૂપિયા GST + 150 રૂપિયા સર્વિસ ચાર્જ હશે.)

આ સાથે જ કેન્દ્ર સરકાર સ્ટેટ બોડીની સાથે મળીને રેટને લઈને દરરોજ ધ્યાન આપશે. વધુ કિંમત વસૂલનાર પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર્સ કે ખાનગી હોસ્પિટલ વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. કેન્દ્ર રાજ્યોને કહ્યું કે 150 રૂપિયા ચાર્જથી વધુ પ્રાઈવેટ હોસ્પિટલ ન લે. રાજ્ય સરકારોએ પણ ભાવ વધુ નથી લેવામાં આવતા તેના પર ધ્યાન રાખવાની પણ જવાબદારી ભજવવી પડશે.

કેન્દ્રએ 44 કરોડ ડોઝના ઓર્ડર આપ્યા ​​​​​
રાજ્યોને નિઃશુલ્ક વેક્સિન આપવાની જાહેરાતના બીજા જ દિવસે કેન્દ્ર સરકારે વેક્સિનના એક મોટા જથ્થાનો ઓર્ડર આપ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે 44 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. જેમાં 25 કરોડ કોવિશીલ્ડ અને 19 કરોડ કોવેક્સિન સામેલ છે. સરકારે કંપનીઓને ઓર્ડરની 30% રકમ એડવાન્સમાં આપી દીધી છે.

21 જૂનથી 18+ને ફ્રી વેક્સિનેશન
નરેન્દ્ર મોદીએ સોમવારે દેશને કરેલા સંબોધનમાં જાહેરાત કરી હતી કે 21 જૂનથી 18 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિને ફ્રીમાં વેક્સિન મળશે. હેલ્થ મિનિસ્ટ્રીએ વેક્સિનેશન પ્રોગ્રામની નવી ગાઈડલાઈન બહાર પાડી છે. નવી ગાઈડલાઈન મુજબ કેન્દ્ર સરકાર વેક્સિન નિર્માતા કંપનીઓ પાસેથી 75% વેક્સિન ખરીદીને રાજ્યોને ફ્રીમાં આપશે. દરેક રાજ્યએ વેક્સિનનો બગાડ અટકાવવો પડશે, નહિંતર વેક્સિન સપ્લાઈ પર અસર પડશે. સાથે એમ પણ કહ્યું કે પ્રાઈવેટ હોસ્પિટલ માટે વેક્સિનની કિંમત મેન્યુપેક્ચર કંપનીઓ જાહેર કરશે

રાજ્ય નક્કી કરશે વેક્સિનેશન માટે પ્રાયોરિટી
કેન્દ્ર દ્વારા રાજ્યોને વેક્સિનના જેટલાં ડોઝ મળશે તેમાં રાજ્યોએ પ્રાથમિકતા નક્કી કરવાની રહેશે. આ પ્રાયોરિટીમાં હેલ્થકેર વર્કર્સ સૌથી ઉપર રહેશે. જે બાદ 45 વર્ષથી વધુની ઉંમરના લોકો અને જે બાદ તે તમામ લોકોને પ્રાથમિકતા આપવી પડશે જેનો બીજો ડોઝ બાકી છે. જે બાદ 18 વર્ષથી વધુની ઉંમરના લોકોનો નંબર આવશે. તેમના વેક્સિનેશન માટે રાજ્ય સરકાર પોતાની હિસાબે પ્રાયોરિટી નક્કી કરી શકશે.

( Source – Divyabhaskar )