નવી ગાઇડલાઇન્સ : વિદેશ જનારા લોકો 28 દિવસ પછી લઈ શકશે કોવિશીલ્ડનો બીજો ડોઝ, હાલ 84 દિવસનો નિયમ

નવી ગાઇડલાઇન્સ : વિદેશ જનારા લોકો 28 દિવસ પછી લઈ શકશે કોવિશીલ્ડનો બીજો ડોઝ, હાલ 84 દિવસનો નિયમ

ભારત પહેલાં બ્રિટન અને સ્પેનમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું હતું

કેન્દ્ર સરકારે સોમવારે વિદેશ જનારા લોકો માટે વેક્સિનેશનને લઈને નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. નવી SOP અંતર્ગત વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ 28 દિવસ પછી ક્યારે પણ કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકશે. આ પહેલાં આ નિયમ 84 દિવસ(12-16 સપ્તાહ)નો હતો. દેશમાં રહેનારા લોકો માટે આ નિયમ લાગુ થશે નહિ.

આ નિયમ 31 ઓગસ્ટ સુધી વિદેશી જનારાઓ માટે
કેન્દ્રની નવી ગાઈડલાઈન્સ મુજબ વિદેશયાત્રા માટે માત્ર કોવિશીલ્ડ વેક્સિન લેનારાઓને વેક્સિનેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. વેક્સિનેશન સર્ટિફિકેટ પર પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ અનિવાર્ય હશે. આ સુવિધા 18 વર્ષથી ઉપરના લોકો માટે છે જે 31 ઓગસ્ટ સુધીમાં વિદેશયાત્રા કરવા માગે છે. વિદેશયાત્રા કરનારને લઈને ઝડપથી વિશેષ વ્યવસ્થા CoWIN પ્લેટોર્મ પર પણ ઉપલબ્ધ થશે.

આ લોકોને થશે ફાયદો

  • જે વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે વિદેશયાત્રા કરવાની હોય છે.
  • જે વ્યક્તિઓએ વિદેશમાં નોકરી કરવાની હોય છે.
  • આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર એથ્લેટ, ખેલાડી અને તેમની સાથે જનારો સ્ટાફ.

કેન્દ્ર સરકારનો રાજ્યોને નિર્દેશ
કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે પ્રત્યેક જિલ્લામાં કોવિશીલ્ડનો બીજો ડોઝ આપવા માટે અધિકારી નીમવામાં આવે. આ અધિકારી એ તપાસ કરશે કે પ્રથમ રસીની તારીખ પછી 28 દિવસનો સમય પૂર્ણ થયો છે કે કેમ, સાથે જ આ અધિકારી વિવિધ ડોક્યુમેન્ટ્સના આધારે સંબધિત લોકોના યાત્રાના હેતુની વાસ્તવિકતા પણ તપાસશે.

વેક્સિન પાસપોર્ટને લઈને ચર્ચા શરૂ
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સને સંકેત આપ્યા હતા કે G-7 સંમેલન દરમિયાન વેક્સિન પાસપોર્ટને લઈને સહમતી બનાવવાની કોશિશ કરવામાં આવી શકે છે. તેમનો પ્રસ્તાવ ઈન્ટરનેશનલ ટ્રાવેલને સરળ કરવાનો છે, જોકે એમાં હાલ ઘણી સમસ્યાઓ છે. ઘણા દેશ એવા પણ છે, જ્યાં હાલ પણ મેન્યુફેકચરિંગ કે પછી અન્ય સમસ્યાઓને કારણે વેક્સિનેશન ગતિ પકડી શક્યું નથી. લાગુ કરવામાં આવશે તો મુસાફરોને ક્વોરન્ટીનમાં છૂટ આપવામાં આવશે.

વેક્સિન પાસપોર્ટથી શું ફાયદા?
કોરોના દરમિયાન ઘણા દેશોએ સંક્રમણના ડરથી પોતાના દેશમાં આવતા બીજા દેશોના મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ ચાલુ રાખ્યા છે. જે દેશોમાં એન્ટ્રી ખૂલી છે ત્યાં બહારથી આવતા મુસાફરોએ લાંબા સમય સુધી ક્વોરન્ટીન રહેવું પડે છે. એને લઈને વેક્સિન પાસપોર્ટ પર ચર્ચા ચાલી રહી છે.

કોવિશીલ્ડના બે ડોઝનું અંતર વધારવા પાછળ વિજ્ઞાનિકોનું શું કહેવું છે?
ગાઈડલાઈન્સમાં ફેરફાર કોવિશીલ્ડના સંબંધમાં કરાયેલા ઘણા કેસ સ્ટડી અને ક્લિનિકલ ડેટાના આધારે કરવામાં આવ્યો છે. એ જણાવે છે કે પ્રથમ ડોઝના થોડાં સપ્તાહ પછી બીજો ડોઝ લેવામાં આવે તો વેક્સિનની ઈફેક્ટિવનેસ ઘણી વધી જાય છે.

શું માત્ર ભારતમાં ડોઝનું અંતર વધારવામાં આવ્યું છે?

  • ના. ભારત પહેલાં બ્રિટન અને સ્પેનમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું હતું. ત્યાં પણ ક્લિનિકલ સ્ટડીમાં જ્યારે અંતર વધારવાનો રિસ્પોન્સ સારો દેખાયો તો આ નિર્ણય લેવામાં આવ્યો.
  • ડોક્ટરનું પણ કહેવું છે કે જો બે ડોઝની વચ્ચેનું અંતર વધારવામાં આવે છે તો કોરોનાવાયરસની વિરુદ્ધ iG એન્ટિબોડીનો રિસ્પોન્સ બેગણો સુધી થઈ શકે છે.

( Source – Divyabhaskar )