ચીન દુનિયાનો પ્રથમ દેશ : 3 વર્ષના બાળકને વેક્સિનની મંજૂરી આપી; અત્યાર સુધી ચીનમાં 18 વર્ષથી વધુ વયના લોકોને જ રસી અપાતી હતી

ચીન દુનિયાનો પ્રથમ દેશ : 3 વર્ષના બાળકને વેક્સિનની મંજૂરી આપી; અત્યાર સુધી ચીનમાં 18 વર્ષથી વધુ વયના લોકોને જ રસી અપાતી હતી

પહેલીવાર ચીનમાં 3થી 17 વર્ષ સુધીની વયના લોકો માટે સિનોવેક બાયોટેકની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. 3 વર્ષ સુધીના બાળકો માટે વેક્સિનને મંજૂરી આપનાર ચીન દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. અત્યાર સુધી ચીનમાં 18થી વધુ વયના લોકોને વેક્સિન અપાઈ રહી હતી.

અમેરિકા, બ્રિટન, યુરોપ અને અમુક અન્ય દેશોમાં 12થી 16 વર્ષની વયના કિશોરોને વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. જોકે અત્યાર સુધી પુષ્ટી થઈ નથી કે કયા વયજૂથને અને ક્યારે ચીનમાં આ વેક્સિનનો પહેલો ડૉઝ અપાશે. ઉલ્લેખનીય છે કે ચીનની સરકારી કંપની સિનોફાર્મે પણ કિશોરો માટે તેની વેક્સિનની મંજૂરી માગી છે. સિનોફાર્મ વેક્સિન માટે સિનોવેકની જ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. જ્યારે વધુ એક કંપની કેનસીનો બાયોલોજિક્સ 6થી 17 વર્ષની વયના લોકો માટે વેક્સિન બની રહી છે.

બૂસ્ટર ડૉઝ આપ્યા બાદ અઠવાડિયામાં 10 ગણા એન્ટીબોડી
ચીને કહ્યું કે સિનોવેકે બીજા તબક્કાની ટ્રાયલ પૂરી કરી લીધી છે. પરિક્ષણ દરમિયાન ઉમેદવારોને વેક્સિનના બે નિયમિત ડૉઝ અપાયા હતા. તેના પછી ત્રીજો બૂસ્ટર ડૉઝ અપાયો. આ દરમિયાન પહેલાની અપેક્ષાએ એક અઠવાડિયામાં એન્ટીબોડીનું સ્તર 10 અને 15 દિવસ પછી 20 ગણા જોવા મળ્યા હતા.

અત્યાર સુધીમાં 72 કરોડ લોકોનું વેક્સિનેશન
ચીનમાં 3 જૂન સુધી 72.3 કરોડ લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. ચાલુ વર્ષના અંત સુધી 1.4 અબજની વસતીમાંથી 80 ટકા લોકોનું વેક્સિનેેશન થયાનું અનુમાન છે.

સુરક્ષિત અને અસરદાર
સિનોવેક બાયોટેકના સીઈઓ યિન વેંઈદોંગે જણાવ્યું કે પહેલા અને બીજા તબક્કાના પરિક્ષણમાં હજારો સ્પર્ધકોને સામેલ કરાયા છે. આ વેક્સિન વયસ્કોની જેમ બાળકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને અસરદાર સાબિત થઈ છે.

( Source – Divyabhaskar )