કોરોના સારવારની નવી ગાઈડલાઇન : લક્ષણો વિનાના દર્દીઓને હવે દવાની જરૂર નહીં, સરકારનો દાવો- પૌષ્ટિક આહાર અને પોઝિટિવ વિચારસરણીથી સાજા થઈ શકાશે

કોરોના સારવારની નવી ગાઈડલાઇન : લક્ષણો વિનાના દર્દીઓને હવે દવાની જરૂર નહીં, સરકારનો દાવો- પૌષ્ટિક આહાર અને પોઝિટિવ વિચારસરણીથી સાજા થઈ શકાશે

  • લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા જરૂરી નિયમોનું પાલન કરવું

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટેની ગાઈડલાઇનમાં ફેરફાર કર્યો છે. આ મુજબ, જે દર્દીઓ કોરોનાનાં લક્ષણો જણાતા નથી અથવા હળવા લક્ષણો ધરાવે છે, તેઓએ કોઈપણ પ્રકારની દવાઓ લેવાની જરૂર નથી જો કે, અન્ય રોગો માટે જે દવાઓ ચાલુ છે તે ચાલુ રાખવી જોઈએ. આવા દર્દીઓએ ટેલિ-કન્સલ્ટેશન (વિડિઓ દ્વારા સારવાર) લેવી જોઈએ. પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા જરૂરી નિયમોનું પાલન કરવું જોઈએ.

ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS)એ નવી ગાઇડલાઇન હેઠળ એસિંમ્પટોમેટિક દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી બધી દવાઓ યાદીમાંથી દૂર કરી દીધી છે. આમાં તાવ અને શરદી અને ઉધરસની દવાઓ પણ શામેલ છે. ગાઈડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે આવા સંક્રમિત લોકોને અન્ય ટેસ્ટ કરવવાની પણ જરૂર નથી. અગાઉ 27 મેના રોજ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી હતી, જેમાં હળવા લક્ષણો સાથેના દર્દીઓ પર હાઇડ્રોક્સીક્લોરોક્વિન, આઇવરમેક્ટિન, ડોક્સીસાઇક્લિન, જિંક અને મલ્ટિવિટામિનનો ઉપયોગ પ્રતિબંધિત કરાયો હતો. આ ઉપરાંત એસિંમ્પટોમેટિક દર્દીઓને સિટી સ્કેન જેવા બિનજરૂરી ટેસ્ટની પણ મનાઈ કરવામાં આવી હતી.

છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ સામે આવ્યા
દેશમાં રવિવારે કોરોનાના 1 લાખ 1 હજાર 159 કેસ નોંધાયા હતા. આ આંકડો છેલ્લા 62 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલા 5 એપ્રિલે 96,563 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં, 2,444 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે.

2500થી નીચે આવ્યો મોતનો આંકડો
દેશમાં લગભગ 45 દિવસ બાદ કોરોનાથી થતાં દૈનિક મૃત્યુનો આંકડો 2500થી નીચે આવ્યો છે. આ પહેલા 22 એપપ્રિલે 2257 લોકો મૃત્યુ પામ્યા હતા. રાહતની વાત તે છે કે ગઇકાલે 1 લાખ 73 હજાર 831 લોકોએ કોરોનાને હરાવ્યો હતો. આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 75,151 નો ઘટાડો થયો છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 1.01 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 1.73 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 2,444

અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 2.89 કરોડ

અત્યાર સુધીમાં સાજા થયા: 2.71 કરોડ

અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 3.49 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 13.98 લાખ

( Source – Divyabhaskar )