ICCએ આપ્યું BCCIને અલ્ટીમેટમ : ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે બોર્ડને 28 જૂન સુધીનો સમય આપ્યો, ફેઈલ થયા તો UAE શિફ્ટ થશે ટૂર્નામેન્ટ

BCCI પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ ICCની મીટિંગમાં ભાગ લેવા દુબઈ ગયા હતા.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)વચ્ચે મંગળવારે મળેલી બેઠક ખતમ થઈ ગઈ છે. ICC મીટિંગમાં BCCIને ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓની સમીક્ષા માટે 28 જૂન સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધીમાં જો ભારતમાં કોરોનાની સ્થિતિ નહીં સુધરે તો ટૂર્નામેન્ટને UAE શિફ્ટ કરી દેવામાં આવશે. જો કે આ દરમિયાન હોસ્ટ કરવાનો અધિકાર BCCI પાસે જ રહેશે. ફક્ત મેદાન UAEના રહેશે.

ટી-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. આ પહેલાં IPL 2021 સીઝનની બાકીની 31 મેચનું પણ આયોજન થશે. આ મેચ 18-19 સપ્ટેમ્બરથી 10 ઓક્ટબર સુધી થઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી. બુધવારે IPLને લઈને BCCI પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ અમીરાત ક્રિકેટ બોર્ડની સાથે આ મુદ્દે મીટિંગ કરી શકે છે.

બેઠકમાં આ મુદ્દાઓ પર લેવામાં આવ્યો નિર્ણય…
1. ટી-20 વર્લ્ડ કપઃ 
આવશે.

UAE પહેલાંથી જ બોર્ડના પ્લાન-Bમાં સામેલ
ભારતીય બોર્ડે 29 મેનાં રોજ રાજ્ય ક્રિકેટ સંઘને જણાવ્યું હતું કે, તેઓ ICCથી વર્લ્ડ કપને લઈને એક મહિનાનો વધુ સમય માગશે. જો કે હવે જે રીતે તમામ અધિકારી UAE પહોંચ્યા છે તેનાથી લાગી રહ્યું છે કે વર્લ્ડ કપને UAEમાં આયોજિત કરવા માટે અંદરોદર સહમતિ બની રહી છે.
ભારતીય બોર્ડે વર્લ્ડ કપ માટે પહેલાંથી જ UAEને પોતાના પ્લાન Bમાં સામેલ કરી રાખ્યું હતું. વર્લ્ડ કપ માટે ટૂર્નામેન્ટ ડાયરેક્ટર બનાવવામાં આવેલા ધીરજ મલ્હોત્રાએ બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જો ભારતમાં આયોજન શક્ય નહીં થાય તો UAE પ્લાન-બી છે.

રેવન્યૂ શેરિંગનો મોટો મુદ્દો
જો વર્લ્ડ કપ UAEમાં રમાશે તો BCCI અને UAE વચ્ચે રેવન્યૂ શેરિંગનો મુદ્દો મોટો બની શકે છે. BCCIએ પહેલેથી જ કહી રાખ્યું છે કે ભલે જ આયોજન બહાર કરાવવું પડે, પરંતુ તેઓ આયોજક હોવાનો અધિકાર નહીં ગુમાવે. એવામાં ટૂર્નામેન્ટ UAEમાં રમાશે તો ભારતીય બોર્ડને અમીરાત ક્રિકેટ બોર્ડની સાથે રેવન્યૂ શેરિંગ કરવી પડશે.

IPL બાદ વિશ્વ કપ પણ UAEમાં થાય તો..
UAEમાં દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં 3 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે. વિશ્વ કપ પણ UAEમાં યોજવાની સ્થિતિમાં IPLની તમામ નોટઆઉટ મેચ અને ફાઈનલ એક જ મેદાન પર યોજાઈ શકે છે. આ સંજોગોમાં એક સ્ટેડિયમ સિવાય અન્ય 2 સ્ટેડિયમ આશરે 15 દિવસ અગાઉ એટલે કે 2-3 ઓક્ટોબર સુધી ICC યોજી શકે છે.

IPLની બાકીની મેચ અને વિશ્વ કપ સહિત કુલ 76 મેચ યોજાઈ શકે છે. આટલા ઓછા સમયમાં ત્રણ સ્ટેડિયમમાં 76 મેચ યોજવાથી પિચ ઘણી ધીમી થઈ શકે છે. માટે બોર્ડે IPLની કેટલીક મેચ બાદ બે સ્ટેડિયમ રિલીઝ કરવા પડી શકે છે. તેનાથી ICC T-20 વિશ્વ કપની તૈયારી પણ શરૂ કરી શકશે. જ્યારે 9 અથવા 10એ IPL ફાઈનલ હોવાથી ICCને ત્રીજુ ગ્રાઉન્ડ પણ આશરે એક સપ્તાહ અગાઉ સોંપવામાં આવી શકે છે.

2.ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP): ICCએ આગામી FTP 2023થી 2031 સુધી વનડે વિશ્વકપમાં 14 ટીમોનો સમાવેશ કરવાની મંજૂરી આપી છે. જ્યારે ટી-20 વિશ્વકપમાં 20 ટીમ રમશે. અત્યાર સુધી વનડે વિશ્વ કપમાં ફક્ત 10 ટીમો જ રમશે. વર્તમાન FTPમાં કોરોનાને લીધે ઘણુ નુકસાન થયું હતું. આ સંજોગોમાં ICCના નવા નિયમથી ક્રિકેટ રમનારા અનેક નાના દેશને ફાયદો થશે.

3. એક ICC ઈવેન્ટ પ્રત્યેક વર્ષઃ આગામી FTPમાં 8 ICC ઈવેન્ટ યોજવા અંગે પણ સહમતિ બની છે. વર્ષ 2019માં ICCએ આ અંગે નિર્ણય લીધો હતો. પણ BCCI સહિત બિગ-3 નેશન્સએ તેમા રસ દર્શાવ્યો ન હતો. તેનો અર્થ એવો છે કે ચેમ્પિયન્સ ટ્રોફી ફરીથી 50 ઓવરમાં રમાઈ શકે છે. વર્ષ 2018માં આ ટૂર્નામેન્ટને હટાવી T-20 વિશ્વકપને જોડવામાં આવી હતી.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઈડ નોટ: ‘મને મારા વડનગરના ઘરે લઈ જજો, મમ્મી તું મને સરસ તૈયાર કરજે’

ચાંદખેડાના હર્ષ પ્લેટિનામાં મંગળવારે બપોરે પોતાના ફ્લેટના બેડરૂમની બારીની ગ્રીલ સાથે દુપટ્ટો બાંધીને મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની વિનોદ શ્રીમાળી (ઉં,૨૮) એ

Read More »
News & Info
Ashadeep Newspaper

વિજય માલ્યાને ગમે તે ઘડીએ ભારત લાવવામાં આવે તેવી શક્યતા, પ્રત્યાર્પણની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ

પ્રત્યાર્પણ અરજી નકાર્યાના 20 દિવસ થયા, 28 દિવસમાં પ્રત્યાર્પણ પ્રક્રિયા પૂરી કરવાની હોય છે બ્રિટનની સુપ્રીમ કોર્ટે માલ્યાની પ્રત્યાર્પણ વિરુદ્ધની

Read More »