મરાઠા સમુદાયને ઉદ્ધવ સરકારની ભેટ : આર્થિક રીતે નબળા વર્ગમાંથી એડમિશન અને નોકરીમાં 10% અનામત મળશે, સુપ્રીમ કોર્ટે અનામત આપવા પર પ્રતિબંધ મુક્યો હતો

મરાઠા સમુદાયને ઉદ્ધવ સરકારની ભેટ : આર્થિક રીતે નબળા વર્ગમાંથી એડમિશન અને નોકરીમાં 10% અનામત મળશે, સુપ્રીમ કોર્ટે અનામત આપવા પર પ્રતિબંધ મુક્યો હતો

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મળેલી અનામતને ગેરબંધારણીય ઠરાવી હતી

સુપ્રીમ કોર્ટ તરફથી અનામત રદ્દ કરવાથી નારાજ થયેલા મરાઠા સમુદાય માટે સોમવારે ઉદ્ધવ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે.

સોમવારે આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક રીતે નબળા મરાઠા સમુદાયના યુવાનોને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત મળશે. આ સાથે ડાયરેક્ટ સર્વિસ રિક્રુટમેન્ટમાં મરાઠા ઉમેદવાર 10 ટકા રિઝર્વેશનનો લાભ મેળવી શકશે.

સરકારે જૂના નિર્ણયને ઉલટાવ્યો
અત્યારે રાજ્યમાં SC/ST અને OBC માટે 49.5 ટકા અનામત લાગૂ છે. આ ઉપરાંત સૌને માટે 10 ટકા સુધારા સાથે કાયદો ઘડવામાં આવ્યો છે. આ આદેશ વર્ષ 2019માં આપવામાં આવ્યો હતો.​​​​​​​મહારાષ્ટ્રમાં અનુસૂચિ જનજાતિ, વંચિત સમૂદાય, OBC અને મહારાષ્ટ્ર રાજ્ય સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC)માટે અનામત કાયદો લાગૂ છે.

આ અગાઉના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે આર્થિક રીતે નબળા લોકો માટે 10 ટકા અનામત એવી જાતિઓની વ્યક્તિને લાગુ થશે કે જે અનામત યાદીમાં સામેલ ન હતા. જોકે મરાઠા સમુદાય SEBCમાં સામેલ છે, તેમને રાજ્યમાં 10 ટકા અનાતનો લાભ મળશે નહીં. અલબત હવે આ નિર્ણયને પલટાવવામાં આવ્યો છે.​​​​​​​

સંભાજી રાજે સમર્થન પ્રાપ્ત કરી રહ્યા છે
બીજી બાજુ મરાઠા અનામત મુદ્દે રાજકિય મોરચે ગરમી વધી છે. સાંસદ સંભાજી રાજેએ મરાઠા સમુદાયની લાગણીને જાણવા મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે. ત્યારબાદ તેમણે NCP અધ્યક્ષ શરદ પવાર, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરે અને પ્રકાશ આંબેડકર સાથે મુલાકાત કરી છે. સંભાજી રાજેએ કહ્યું છે કે સૌએ એક સાથે આવી મરાઠા અનામત અંગે નિર્ણય કરવો જોઈએ.​​​​​​​

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મરાઠા સમુદાય આર્થિક રીતે નબળા નથી
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મળેલી અનામતને ગેરબંધારણીય ઠરાવી હતી. આ અનામત આર્થિક અને સામાજીક રીતે પછાત હોવાના આધાર પર આપવામાં આવ્યું હતું. કોર્ટે બુધવારે એક ચુકાદામાં કહ્યું હતું કે 50 ટકા અનામતની મર્યાદા નક્કી કરનારા ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂર નથી.મરાઠા અનામત 50 ટકા મર્યાદાનું ઉલ્લંઘન કરે છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની ત્રણ મહત્વના વાત
1. મરાઠા સમુદાયના લોકોને અનામત અપવા માટે શૈક્ષણિક અને સામાજીક રીતે પછાત વર્ગ કહી શકાય નહીં. મરાઠા અનામત લાગૂ કરતી વખતે 50 ટકાની લિમિટને તોડવાનો કોઈ બંધારણીય આધાર ન હતો.

2. ઈન્દિરા સાહની કેસમાં ચુકાદા અંગે ફરી વિચાર કરવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાં કોઈ ઈમર્જન્સી સ્થિતિ ન હતી કે મરાઠા અનામતની જરૂર હોય. મરાઠા ક્વોટા હેઠળ PG મેડિકલમાં 9 સપ્ટેમ્બર 2020 સુધી થયેલા એડમિનિશન અંગે આ નિર્ણયની અસર નહીં થાય.

3. રાજ્યને એવો કોઈ અધિકાર નથી કે કોઈ પણ જાતિને સામાજીક-આર્થિક રીતે પછાત વર્ગમાં સામેલ કરી લે. રાજ્ય ફક્ત આ જાતિઓની જ ઓળખ કરી કેન્દ્ર સમક્ષ ભલામણ કરી શકે છે. રાષ્ટ્રપતિ આ જાતિને રાષ્ટ્રીય પછાત વર્ગ પંચના આદેશ પ્રમાણે સામાજીક આર્થિક રીતે પછાત વર્ગમાં જોડી શકે છે.

શું છે સંપૂર્ણ કેસ
વર્ષ 2018માં તે સમયે મહારાષ્ટ્ર સરકારે મરાઠા વર્ગને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણમાં 16 ટકા અનામત આપ્યું હતું. તેની પાછળ ન્યાયમૂર્તિ એનજી ગાયકવાડના વડપણ હેઠળના મહારાષ્ટ્ર પછાત વર્ગ પંચના રિપોર્ટનો આધાર બનાવ્યો હતો. OBC જાતિઓ માટે આપવામાં આવેલા 27 ટકા અનામતથી અલગ આપવામાં આવેલ મરાઠા અનામતથી સુપ્રિમ કોર્ટે તે ચુકાદાનું ઉલ્લંઘન થયું, જેમાં અનામતની મર્યાદા મહત્તમ 50 ટકા જ રાખવા કહેવામાં આવ્યું હતું.

હાઈકોર્ટે યથાવત રાખ્યું મરાઠા અનામત
બોમ્બે હાઈકોર્ટમાં આ અનામતને 2 મુખ્ય આધાર પર પડકારવામાં આવ્યું હતું. પહેલો આધાર- તેની પાછળ કોઈ યોગ્ય આધાર નથી. તેને ફક્ત રાજકિય લાભ માટે જ આપવામાં આવ્યું છે. બીજો આધાર- તે કુલ અનામત 50 ટકા સુધી રાખવા માટે વર્ષ 1992માં આપવામાં આવેલા સુપ્રિમ કોર્ટના ઈન્દિરા સાહની વિરુદ્ધ ભારત સરકાર ચુકાદાનું ઉલ્લંઘન કરે છે.

જોકે, જૂન 2019માં હાઈકોર્ટે આ અનામતના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે માન્યું હતું અસામાન્ય સ્થિતિમાં જોઈ ચોક્કસ વર્ગને અનામત આપી શકાય છે. જોકે, અનામતને ઘટાડી નોકરીમાં 13 ટકા અને ઉચ્ચ શિક્ષણમાં 12 ટકા કરવામાં આવ્યા.

મહારાષ્ટ્રમાં આશરે 75 ટકા અનામત થઈ ગયું હતું
વિવિધ સમુદાયો અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આપવામાં આવેલા અનામત સંયુક્ત રીતે મહારાષ્ટ્રમાં આશરે 75 ટકા અનામત થઈ ગયું હતું. વર્ષ 2001ના રાજ્ય અનામત અધિનિયમ બાદ મહારાષ્ટ્રમાં કુલ અનામત 52 ટકા હતું. 12-13 ટકા મરાઠા કોટા સાથે રાજ્યમાં કુલ અનામત 64-65 ટકા થઈ ગયું હતું. કેન્દ્ર તરફથી વર્ષ 2019માં જાહેર કરાયેલા આર્થિક રીતે નબળા વર્ગ (EWS)માટે 10 ટકા કોટા પણ રાજ્યમાં અમલી છે.

( Source – Divyabhaskar )