વેક્સિન પર ભાવતાલ : અમેરિકાની કંપની ફાઈઝર આ વર્ષે 5 કરોડ ડોઝ દેવા માટે તૈયાર, પરંતુ કેન્દ્ર સરકાર પાસેથી નિયમોમાં છૂટ ઈચ્છે છે

વેક્સિન પર ભાવતાલ : અમેરિકાની કંપની ફાઈઝર આ વર્ષે 5 કરોડ ડોઝ દેવા માટે તૈયાર, પરંતુ કેન્દ્ર સરકાર પાસેથી નિયમોમાં છૂટ ઈચ્છે છે

દેશમાં કોરોના વેક્સિનની ઉણપ વચ્ચે અમેરિકી ફાર્મા કંપની ફાઈઝર-બાયોએનટેક આ વર્ષે ભારતને 5 કરોડ શોટ્સ આપવા તૈયાર છે. જો કે તેમાં એક વાંધો પણ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કંપની સપ્લાઈ આપવા માટે તૈયાર છે, પરંતુ તેના બદલામાં તે ભારત સરકાર પાસેથી નિયમોમાં છૂટ ઈચ્છે છે.

શું ઈચ્છે છે ફાઈઝર-બાયોએનટેક
રોયટર્સ મુજબ, ભારત સરકાર અને ફાઈઝર-બાયોએનટેક વચ્ચે વેક્સિનની ડીલને લઈને અનેક તબક્કાની વાતચીત થઈ ગઈ છે. કંપનીએ પણ એક નિવેદન જાહેર કરી બતાવ્યું હતું કે, ભારતની સાથે વેક્સિનને લઈને વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ તે અંગેના પરિણામો સામે હશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વેક્સિન ડીલને લઈને મામલો એક જગ્યાએ ફસાયેલો છે. ફાઈઝર-બાયોએનટેકે અમેરિકા, બ્રિટન સહિત અનેક સરકારો પાસેથી કાયદાકીય સુરક્ષાનો વિશ્વાસ માગયો છે, ત્યારે હવે ફાઈઝર આ જ માગ ભારત પાસે કરી રહ્યું છે. કંપની એવું ઈચ્છે છે કે ફાઈઝરની વેક્સિન લગાડવામાં આવ્યા બાદ કોઈ પણ પ્રકારની કોઈ કાયદાકીય મુદ્દે ફસાય છે તો કંપની તેે માટે જવાબદાર નથી હોય. કેન્દ્ર સરકારે તેના માટે આગળ આવવું પડશે.

વેક્સિનની ઉણપને કારણે નથી થઈ શકતું વેક્સિનેશન
દેશમાં વેક્સિનની ઘણી જ ઉણપ છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિત અનેક મોટા તેમજ નાના રાજ્યોમાં વેક્સિનેશન ડ્રાઈવ જે ગતિએ હોવું જોઈએ તે નથી થઈ રહ્યું. રાજ્યોને જેટલાં કોટાની રોજ જરૂરિયાત છે, તેટલી સપ્લાઈ તેઓને નથી મળી રહી. એવામાં અનેક વેક્સિનેશન સેન્ટર્સ બંધ કરવા પડ્યા છે.

ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રએ તો ગ્લોબલ ટેન્ડર પણ મંગાવ્યા છે, પરંતુ હવે કોઈ કંપની પાસેથી તેમને વેક્સિન મળી શકે તેવું જોવા નથી મળી રહ્યું. તો દિલ્હી અને પંજાબ જેવા રાજ્યોનું કહેવું છે કે તેઓ પોતે વિદેશ વેક્સિન કંપનીઓ સાથે વાત કરી ચુક્યા છે, પરંતુ આ કંપનીઓ તેમને ડાયરેક્ટ સપ્લાઈ કરવાનો ઈનકાર કરી દીધો છે. કંપનીઓ કેન્દ્ર સરકાર થકી જ ડીલ કરવા માગે છે.

દેશમાં હાલ ત્રણ વેક્સિનનો જ સહારો
દેશમાં હાલ કોવેક્સિન અને કોવિશીલ્ડ ઉપરાંત રશિયન કંપની સ્પૂતનિક-વીનો ઉપયોગ જ કરવામાં આવી રહ્યો છે. કોવેક્સિન અને કોવિશીલ્ડનું પ્રોડક્શન તે સ્તરે નથી થઈ રહ્યું, જેટલામાં એક મોટી વસ્તીને રોજ વેક્સિન આપી શકાય. રશિયન વેક્સિને પણ હાલમાં જ સપ્લાઈ શરૂ કરી છે. ટૂંક સમયમાં જ તેલંગાનામાં તેનું પ્રોડક્શન પણ શરૂ થવાનું છે.

તો કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આ વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે આખા દેશ માટે વેક્સિન ઉપલબ્ધ થઈ જશે.

( Source – Divyabhaskar )