કેન્દ્ર સરકારનો દાવો : વેક્સિનની 216 કરોડ ડોઝ આ વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે 5 મહિનામાં જ મળશે, જે ફક્ત ભારતીયો માટે જ હશે

કેન્દ્ર સરકારનો દાવો : વેક્સિનની 216 કરોડ ડોઝ આ વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે 5 મહિનામાં જ મળશે, જે ફક્ત ભારતીયો માટે જ હશે

દેશમાં વેક્સિનની ઉણપ વચ્ચે ગુરુવારે નીતિ આયોગના સભ્ય વીકે પોલે એક આશાથી ભરેલી જાહેરાત કરી. પોલે જણાવ્યું કે આ વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં વેક્સિનની 216 કરોડ ડોઝ તૈયાર કરી લેવામાં આવશે. પોલે કહ્યું કે કોઈ પણ વેક્સિન જેને FDA કે WHOએ એપ્રુવ કરી છે તેને ભારત આવવાની મંજૂરી હશે.

તેઓને ઈમ્પોર્ટ લાયસન્સ એકથી બે દિવસમાં આપી દેવાશે. કોઈ પણ ઈમ્પોર્ટ લાયસન્સ અટકેલા નથી. પોલે વધુમાં જણાવ્યું કે વિદેશ મંત્રાલય દુનિયામાં અન્ય વેક્સિન બનાવનારી કંપનીઓના સંપર્કમાં છે. અમે ફાઈઝર, મોડર્ના અને જોનસન એન્ડ જોનસનને પહેલાં જ જણાવી દિધું છે કે જો તેઓ વેક્સિન પોતાના હોમ પ્રોડક્શનથી મોકલવા ઈચ્છે છે તો મોકલે કે પછી ભારતમાં આવીને પ્રોડક્શન કરવા માગે છે તો તેનું પણ સ્વાગત કરીશું. જે માટે કેન્દ્ર સરકાર દરેક સંભવિત સહાય આપવા માટે તૈયાર છે.

આગામી સપ્તાહથી માર્કેટમાં આવી શકે છે સ્પુતનિક
નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે જણાવ્યું કે દેશભરમાં ગુરુવાર સવારે 8 વાગ્યાના આંકડા મુજબ વેક્સિનના 17.72 કરોડ ડોઝ અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે. અમેરિકામાં આ સંખ્યા લગભગ 26 કરોડ છે. બીજા નંબરે ચીન છે. તેઓએ સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેેસ કોન્ફરન્સમાં કહ્યું કે સ્પુતનિક કોરોના વેક્સિન ભારત આવી ગઈ છે અને હું તે જણાવીને ખુશી અનુભવું છું કે આ વેક્સિન આગામી સપ્તાહથી બજારમાં ઉપલબ્ધ હશે. રશિયાથી હાલ સપ્લાઈ ઓછી હતી, આગામી અઠવાડીયાથી તેમાં તેજી આવશે.

ભારત બાયોટેક બીજી કંપનીઓની પણ લેશે મદદ
ડૉ. પોલે જણાવ્યું કે લોકોનું કહેવું છે કે કોવેક્સિનના નિર્માણમાં અન્ય કંપનીઓની મદદ પણ લેવી જોઈએ. હું તે જણાવતા ખુશી અનુભવું છું કે જ્યારે અમે આ મુદ્દે કોવેક્સિનની નિર્માતા કંપની ભારત બાયોટેક સાથે આ અંગે ચર્ચા કરી તો તેઓએ તેના પર પોતાની સહમતી આપી છે અને આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. આ વેક્સિનની મદદથી કોરોના વાયરસને મારી શકાય છે અને તેનું નિર્માણ માત્ર BSL3 લેબમાં કરી શકાય છે.

20 રાજ્યોમાં પોઝિટિવિટી રેટમાં ઘટાડો
દેશમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. 20 રાજ્યો સહિત 187 જિલ્લામાં છેલ્લા 2 સપ્તાહથી મામલામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલનું કહેવું છે. અગ્રવાલે ગુરુવારે જણાવ્યું કે 24 રાજ્યો એવા છે જ્યાં 15%થી વધુ પોઝિટિવ કેસ છે. 5%થી 15% વચ્ચે કેસવાળા 8 રાજ્ય છે, તો 4 રાજ્ય એવા છે જ્યાં 5%થી પણ ઓછી પોઝિટિવિટી રેટ છે. અગ્રવાલે જણાવ્યું કે નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોરોનાથી વધુ કેસવાળા જિલ્લાના DMની સાથે PMની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાના વધુ કેસ લોડવાળા જિલ્લાના DMની સાથે 18 અને 20 મેનાં રોજ બેઠક કરશે. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહેશે. 18 મેનાં રોજ 9 રાજ્યોના 46 DMની સાથે બેઠક કરશે, તો 20 મેનાં રોજ 10 રાજ્યોના 54 જિલ્લાના DMની સાથે મીટિંગ થશે.

( Source – Divyabhaskar )