પ્રેસ કોન્ફરન્સ : દેશના 18 રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ-લોકડાઉન જેવા પ્રતિબંધોથી કેસ ઘટ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, પંજાબ, આસામ, ગોવા, હિમાચલ પ્રદેશમાં કેસમાં વધારો નોંધાયો

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે દેશના 18 રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ-લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરવાથી કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે 16 રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જે ચિંતાનો વિષય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાના, ચંદીગઢ, લદ્દાખ, દમણ અને દીવ, લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને ગુજરાતમાં કેસ દિવસે-દિવસે ઘટી રહ્યાં છે.

આ રાજ્યોમાં વધી રહ્યાં છે કેસ
મંત્રાલયના જણાવ્યા અનુસાર કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, પંજાબ, આસામ, જમ્મુ અને કાશ્મીર, ગોવા, હિમાચલ પ્રદેશ, પુદ્દુચેરી, મણિપુર, મેધાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં પ્રત્યેક દિવસે કેસ વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 13 રાજ્ય એવા છે, જ્યાં 1 લાખથી પણ વધુ સંક્રિય કેસ છે. 6 રાજ્યોમાં 50,000થી 1 લાખની વચ્ચે સક્રિય કેસની સંખ્યા છે. 17 રાજ્ય એવા છે, જ્યાં 50,000થી ઓછા સક્રિય કેસ છે.

દેશમાં કોરોના પોઝિટિવિટી દર 21 ટકાઃ ડો.બલરામ ભાર્ગવ
ICMRના મહાનિર્દેશક ડો.બલરામ ભાર્ગવે જણાવ્યું કે દેશમાં કોરોના પોઝિટિવિટી દર 21 ટકા થયો છે. તેમણે કહ્યું કે 30 એપ્રિલ 2021એ 19,45,299 રિસર્ચ કરવામાં આવ્યા, જે વિશ્વમાં અત્યાર સુધીના સૌથી વધુ છે. ભાર્ગવે કહ્યું કે તમામ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય સુવિધાઓમાં રેપિડ એન્ટીજન ટેસ્ટની પરવાનગી હોવી જોઈએ. તેના માટે કોઈ પરવાનગીની આવશ્યકતા નથી. ઘર આધારિત રિસર્ચ પર પણ અમે વિચાર કરી રહ્યાં છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 29 હજારથી વધુ દર્દી
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોના દર્દીઓ મળ્યા છે. તેની સાથે જ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 2,29,92,517 થઈ છે. દેશમાં સતત બીજા દિવસે 3876 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેથી સાથે જ કોવિડથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 2,49,992 થઈ છે. મંગળવારે મળેલા સંક્રમિત દર્દીઓની સંખ્યા છેલ્લા 15 દિવસમાં સૌથી ઓછી છે. આ પહેલા 26 એપ્રિલે 3.19 લાખ કેસ આવ્યા હતા.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

ગુજરાતીઓના આબુમાં ધામા, ભાડા ઘટી જતા હોટેલોને તડાકો પરંતુ નખી તળાવની બોટમાં કોઈ બેસતું નથી

કોરોનાના કારણે અઢી માસ જેટલાં લાંબા સમયના લોકડાઉન બાદ પણ હજુ કોરોનાના કેસ વધતા જતા હોય સરકાર લોકોને કામ સિવાય

Read More »
News & Info
Ashadeep Newspaper

રથયાત્રાનો સમગ્ર રૂટ બેરિકેડ કરાશે, દર્શન પણ 10 ફૂટ દૂરથી જ માસ્ક પહેરીને કરવાના રહેશે

25 હજારથી વધુ પોલીસ અને સુરક્ષા જવાનો બંદોબસ્તમાં મુકાશ અમદાવાદ. ચાલુ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે 23 જૂને નીકળનારી ભગવાન જગન્નાથની 144

Read More »