થર્ડ વેવ પર સરકારની કડક ચેતવણી : સરકારે પહેલીવાર સ્વીકાર્યું ખરું કે ત્રીજો વેવ આવશે, બીજા વેવનો અમને ખ્યાલ ન હતો

થર્ડ વેવ પર સરકારની કડક ચેતવણી : સરકારે પહેલીવાર સ્વીકાર્યું ખરું કે ત્રીજો વેવ આવશે, બીજા વેવનો અમને ખ્યાલ ન હતો

  • કોરોનાની ત્રીજી લહેર જરૂર આવશેઃ સરકાર
  • ત્રીજો વેવ ક્યારે આવશે અને કેટલો ખતરનાક હશે તે જણાવવું મુશ્કેલઃ સરકાર

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર બેકાબૂ બની ગઈ છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ત્રીજી લહેર અંગે ચેતવણી આપી છે. સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર વિજય રાઘવને જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર જરૂર આવશે. વાયરસનું સંક્રમણ પોતાના સૌથી ઉંચા લેવલ પર છે. હાલ નિશ્ચિત નથી કે ત્રીજી લહેર ક્યારે આવશે અને કેટલી ખતરનાક હશે, પરંતુ આપણે નવી લહેર માટે તૈયાર રહેવું પડશે. રાઘવન બુધવારે કોરોનાની સ્થિતિ પર એક પ્રેસ કોન્ફરન્સમાં બોલી રહ્યાં હતા.

5 રાજ્યોમાં સૌથી વધુ મોત
આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે કોરોનાનો કેસ દરરોજ 2.4%ના રેટથી વધી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 3,82,315 કેસ નોંધવામાં આવ્યા છે. 12 રાજ્યોમાં એક લાખથી વધુ, 7 રાજ્યોમાં 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 15%થી વધુ પોઝિટિવિટી રેટ છે. 10 રાજ્યોમાં આ 5થી 15% અને ત્રણાં 5%થી ઓછા છે.

તેઓએ જણાવ્યું કે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં સૌથી વધુ મોતની સુચના મળી છે. બેંગલુરુમાં છેલ્લાં એક સપ્તાહમાં લગભગ 1.49 લાખ મામલાઓ સામે આવ્યા છે. ચેન્નાઈમાં આ સંખ્યા 38 હજાર છે. કેટલાંક જિલ્લાઓમાં નવા કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેમાં કોઝીકોડ, એર્નાકુર્મલ, ગુડગાંવ સામેલ છે. 9 રાજ્યોમાં 18+ના વેક્સિનેશન શરૂ થઈ ગયા છે. 18-44 ઉંમરની વયના 6.71 લાખ લોકોએ વેક્સિન લગડાવી છે. કેન્દ્ર સરકારે અત્યાર સ ુધીમાં 16 કરોડથી વધુ ડોઝ નિઃશુલ્ક આપવામાં આવ્યા છે.

એપ્રિલમાં આવી બીજી લહેર
પહેલી લહેરઃ 
દેશમાં પહેલી લહેર ગત વર્ષે આવી હતી. સાડા ત્રણ મહિના સુધી મામલાઓ વધતાં રહ્યાં, જે બાદ પીક 16 સપ્ટેમ્બરે આવ્યો હતો. તે દિવસે એક જ દિવસમાં 97 હજાર 860 નવા કેસ સામે આવ્યા હતા. જે બાદ કેસ ઓછા થવા લાગ્યા હતા. લગભગ બે મહિના પછી 19 નવેમ્બરે મામલ અડધાં જેટલા ઘટીને 46 હજાર થઈ ગયા હતા.

બીજી લહેરઃ આ લહેર ગત માર્ચ મહિનાથી શરૂ થઈ. 1લી માર્ચે એક જ દિવસમાં 12,270 મામલાઓ સામે આવ્યા. જે બાદ દરરોજ કેસ વધતા રહ્યાં. 1 એપ્રિલે એક જ દિવસમાં 75 હજાર મામલા સામે આવી ગયા હતા. એક મહિના પછી 30 એપ્રિલે એક જ દિવસમાં 4.02 લાખ કેસ જોવા મળ્યા. અલગ અલગ એક્સપર્ટનું અનુમાન છે કે બીજી લહેરનું પીક આ મહિનામાં જ જોવા મળી શકે છે અને આગામી મહિનાથી કેસ ઘટવાના શરૂ થશે તેવી આશા છે.

( Source – Divyabhaskar )