ન્યુયોર્ક ટાઈમ્સમાંથી… : અમેરિકામાં રસી લેનારને રોકડ, ફ્રી રાઇડ, બીઅર અને ગાંજા જેવી ઓફર

ન્યુયોર્ક ટાઈમ્સમાંથી… : અમેરિકામાં રસી લેનારને રોકડ, ફ્રી રાઇડ, બીઅર અને ગાંજા જેવી ઓફર

મેરિલેન્ડના ગવર્નરે કહ્યું- જે જ્યાં છે ત્યાં સુધી વેક્સિન પહોંચાડવામાં અમે સૌથી આગળ

અમેરિકામાં અત્યાર સુધીમાં દેશમાં 32% વસતીને વેક્સિન અપાઇ ચૂકી છે. તે છતાં ત્યાં રસીકરણ અભિયાન ઝડપી બનાવવા નિર્દેશ અપાયા છે. વિવિધ રાજ્ય સરકારો, ખાનગી કંપનીઓ પોતાના કર્મચારીઓને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરે છે. મેરિલેન્ડમાં સરકાર કર્મચારીઓને 100 ડોલર (અંદાજે 7,500 રૂ.) આપે છે જ્યારે ડેટ્રોઇટમાં ફ્રી રાઇડ સાથે 50 ડોલર (અંદાજે 3,750 રૂ.) અપાય છે.

ન્યૂજર્સીમાં રસીના એક ડોઝના બદલામાં બીઅરનું એક કેન તથા મિશિગનમાં તો ગાંજો મફત અપાય છે. મેરિલેન્ડના ગવર્નર લોરેન્સ જોસેફ હોગને કહ્યું કે 100% રસીકરણમાં દેશમાં મોખરે રહેવાનું અમારું લક્ષ્ય છે. તે માટે અમે દરેક સ્તરે પહેલ કરી છે. રસીકરણ કેન્દ્ર સુધી આવી શકે તેમ નથી તેમના માટે પણ રસીકરણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ, જે સંપૂર્ણપણે મફત છે. ઓહાયોમાં પણ લોકોને વેક્સિન માટે બીઅર ઓફર કરાય છે. મિશિગનમાં ઘણી કંપનીઓ ગાંજો પણ આપે છે.

ઘણી કંપનીઓ રસી લેનારને 2 દિવસની રજા આપે છે. તમામ કર્મચારીઓનું રસીકરણ કરાવી લેનારી કંપનીઓને ટેક્સમાં છૂટ અને સુરક્ષા પ્રમાણપત્ર અપાય છે. ફ્લોરિડા, કેલિફોર્નિયામાં ઘણી કંપનીઓ તે માટે બોનસની પણ જાહેરાત કરી ચૂકી છે.

લાલચના બદલે ઇમ્યુનિટી વધારવાનો મેસેજ આપવો પડશે
ન્યૂયોર્ક યુનિ.ના પ્રો. આર્થર કેપલન કહે છે કે લોકોને 100 ડોલરની લાલચ આપવાના બદલે તેમને સમજાવવું જોઇએ કે તેમણે રોગપ્રતિકારક શક્તિ વધારવાની શા માટે જરૂર છે? જેથી તેઓ આવનારી પેઢીને મેસેજ આપી શકે. લાલચરૂપે રોકડ, બીઅર કે ગાંજા જેવા નશીલા પદાર્થો તથા ફ્રી રાઇડ આપવાથી આપણી જવાબદારી પૂરી નથી થઇ જતી. આવું કરવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધવાની નથી.

( Source – Divyabhaskar )