વિશ્વ ઉમિયાધામની USA ટીમ 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાત મોકલશે, આજ બપોરે ફ્લોરિડાથી એરકાર્ગો પાર્સલ અમદાવાદ પહોંચશે

વિશ્વ ઉમિયાધામની USA ટીમ 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાત મોકલશે, આજ બપોરે ફ્લોરિડાથી એરકાર્ગો પાર્સલ અમદાવાદ પહોંચશે

  • અમેરિકન સરકારની ગાઈડલાઈન મુજબ દર અઠવાડિયે 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાત આવશે.
  • એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ પણ આવશે.

કોરોનાની બીજી લહેરમાં જ્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતની પ્રજા ઝઝુમી રહી છે ત્યારે આ કપરાં સમયમાં કોરોનાના દર્દીઓ માટે જ્યારે રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન -USA અને કેનેડા ટીમ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સમાજની વેદનાને વાચા આપવા માટે દિન રાત મહેનત કરી રહી છે. આ ટીમ દ્વારા એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાત મોકલવામાં આવી રહ્યાં છે. જેમાં પ્રથમ ખેપ ફ્લોરિડાથી રવાના કરી દેવામાં આવી છે.

ઓક્સિજન સાથે અન્ય સુવિધાઓ પણ મોકલશે
રાજ્ય માં ઉભી થયેલી ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનન – USA ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર ઓક્સિજન કોન્સટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરેલ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમેરિકા અને કેનેડાના દાતાશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ માં રહેલી વતન પ્રત્યેની અસીમ ભાવના -સંવેદના મદદ ના સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહેલ છે. રાજ્યમાં આવી પડેલી આફતમાં સમાજની પડખે ઉભા રહી એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી અમદાવાદ આવી રહ્યા છે.

એરકાર્ગો પાર્સલનું વિશ્વ ઉમિયાધામ મંદિરમાં પૂજન થશે
આ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલાં એરકાર્ગો પાર્સલનું વિશ્વ ઉમિયાધામ મંદિર, જાસપુર ખાતે પુજન થશે અને ત્યારબાદ રાજ્યના વિવિધ શહેરોમાં વિવિધ સંસ્થાઓ અને સમાજોને ઓક્સિજન કોન્સ્ટ્રેટર પહોંચાડવામાં આવશે. દર અઠવાડિયે આવનાર 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર સ્ટેપવાઈઝ રાજ્યના વિવિધ શહેરોની સંસ્થાઓ તેમજ સમાજના જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.સૌ પ્રથમ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ 05/05/21ને બુધવારના રોજ અમદાવાદ એરપોર્ટ પર આવશે.

વિશ્વ ઉમિયાધામ મંદિરે ઓક્સિજન બેંક શરૂ કરાઈ
અમેરિકાથી આવનાર એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ કરાઈ છે. જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિશુલ્ક અપાઈ રહી છે. છેલ્લા સાત દિવસમાં લગભગ 2100થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર નિશુલ્ક હોસ્પિટલ્સ અને દર્દીઓને આપવામાં આવી છે.

મોરબી ટીમ દ્વારા 600 બેડના બે કોવિડ સેન્ટર કાર્યરત
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મોરબી જિલ્લા સંગઠન કમિટી દ્વારા મોરબીમાં 600 બેડની સુવિધાસાથે બે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. મોરબી પટેલ કન્યા કેળવણી મંડળની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા એક મહિનાથી 300થી વધુ બેડ કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. સાથે સાથે મોરબી નજીક આવેલાં જોધપર ગામમાં આવેલી પાટીદાર સમાજની બોયઝ હોસ્ટેલ ( પાટીદાર કોવિડ કેર સેન્ટર)માં વધરાના 300 બેડનું કોવિડ કેર સેન્ટર 04/04/21થી કાર્યરત છે.

( Source – Divyabhaskar )