મોદી સરકાર આયુષ્યમાન ભારત યોજના માટે લઇ શકે છે મોટો નિર્ણય, દર્દીઓને થશે લાભ

સરકારે આયુષ્યમાન ભારત યોજનાના 1,300 મેડિકલ પેકેજ પર આવનારા ખર્ચની સમીક્ષા કરવા માટે દેશભરમાં 300 જાણીતા ડોકટરોની કમિટી બનાવી છે. હોસ્પિટલ્સ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ) દ્વારા લાંબા સમયથી આયુષ્યમાન યોજનાના ઓછા પેકેજની ફરિયાદ કરવામાં આવી રહી છે.

ઉદાહરણ તરીકે મોટાભાગની કાર્ડિયોલૉજીની સર્જરીની કિંમત 1-1.5 લાખ રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવે છે, જ્યારે સિઝેરિયન અથવા વધુ રિસ્કી ડિલીવરી માટે માત્ર રૂપિયા 9000 ની ચુકવણી કરવામાં આવે છે. સરકારે 24 એક્સપર્ટ કમિટી બનાવી છે, જેમાં દરેક સ્પેશિયલિટીના 13-14 ડોક્ટરોને રાખવામાં આવ્યા છે. આ કમિટીમાં ચંડીગઢ અને લખનૌ પીજીઆઈ, એમ્સ અને મોટા ખાનગી હોસ્પિટલોના ડોક્ટર છે.

નેશનલ હેલ્થ ઓથોરિટીના આદેશ પ્રમાણે આ સમિતિથી હેલ્થ બેનેફિટ પેકેજની યોગ્ય કિંમતનું સૂચન કરવાનું કહેવામાં આવ્યું છે. તેની નકલ ઇટી પાસે પણ છે. હેલ્થ રિસર્ચ ડિપાર્ટમેન્ટ હેલ્થ બેનેફિટ પેકેજ પર પહેલેથી જ અભ્યાસ કરે છે. તાજેતરમાં કમિટિની પહેલી બેઠકમાં તેની પ્રસ્તુતિ પણ આપવામાં આવી હતી.

તબીબી ઉદ્યોગને આ મુદ્દા પર લોકસભાની ચૂંટણીઓ પછી પ્રવૃત્તિ ઝડપી બનવાની આશા હતી. આઈએમએએ પહેલા આયુષ્યમાન ભારત માટે વ્યાજબી રેટની માગણી કરી હતી. પ્રાઈસવોટરહાઉસકૉપર્સ જેવા કન્સલ્ટન્ટે પણ કહ્યું હતું કે આયુષ્યમાન ભારત હેઠળ સારવાર માટે જેટલા રૂપિયા આપવામાં આવે છે, એટલામાં સારી તબીબી સેવા આપી શકાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Business
Ashadeep Newspaper

‘કોરોના’ એ દુનિયાભરના બજારોને કચડી નાખ્યાં, ભારતીય બજારોમાં જોવા મળશે ‘બ્લેક ફ્રાઇડે’!

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા કોરોના વાયરસને મહામારી જાહેર કર્યા બાદ ગુરૂવારે

Read More »
World
Ashadeep Newspaper

અમેરિકા માટે ગુડફ્રાઇડે સૌથી ઘાતકી દિવસ ૨૪ કલાકમાં વિક્રમજનક ૨૦૨૮નાં મોત નોંધાયાં

। નવી દિલ્હી । અમેરિકા માટે ૨૦૨૦ના ગુડ ફ્રાઇડેનો દિવસ સૌથી ઘાતકી પૂરવાર થયો હતો. શુક્રવારે અમેરિકામાં કોરોના વાઇરસના કારણે

Read More »