કોવેક્સિન છે દમદાર : કોરોનાના 617 વેરિયેન્ટ્સને બેઅસર કરી શકે છે કોવેક્સિન, અમેરિકાના સૌથી મોટા એક્સપર્ટનો દાવો

કોવેક્સિન છે દમદાર : કોરોનાના 617 વેરિયેન્ટ્સને બેઅસર કરી શકે છે કોવેક્સિન, અમેરિકાના સૌથી મોટા એક્સપર્ટનો દાવો

કોરોનાની જીવલેણ અસર જોવા મળી રહી છે ત્યારે આ વચ્ચે સ્વદેશી કોવેક્સિનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ચીફ મેડિકલ એડવાઇઝર અને મહામારીના ટોપ એક્સપર્ટ ડૉ.એન્થની ફૌસીના જણાવ્યા મુજબ, કોરોનાના 617 વેરિયેન્ટ્સને અસર વગરના બનાવવામાં કોવેક્સિન અસરકારક છે.

ફૌસીનું કહેવું છે કે ભારતમાં કોવેક્સિન લગાવનારાઓના ડેટાથી વેક્સિનની અસર અંગે ખ્યાલ આવ્યો છે. તેથી ભારતમાં મુશ્કેલ સમય હોવા છતાં વેક્સિનેશ ઘણી જ મહત્ત્વની સાબિત થઈ શકે છે.

ICMR પણ કહ્યું ચૂક્યું છે- કોવેક્સિન ડબલ મ્યૂટન્ટ વિરુદ્ધ પણ અસરકારક
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ 20 એપ્રિલે કહ્યું હતું કે કોવેક્સિન ડબલ મ્યૂટન્ટ કોરોના વેરિયેન્ટ વિરુદ્ધ પણ પ્રોટેક્શન આપે છે. પોતાના સ્ટડીના આધારે ICMRએ કહ્યું હતું કે બ્રાઝિલ વેરિયેન્ટ, UK વેરિયેન્ટ અને દક્ષિણી આફ્રિકી વેરિયેન્ટ પર પણ આ વેક્સિન અસરકારક છે અને એની વિરુદ્ધ પણ આ પ્રોટેક્શન આપે છે.

દેશમાં ચાલી રહેલી સેકન્ડ વેવ માટે આ વેરિયેન્ટ્સને જ જવાબદાર ગણવામાં આવે છે. ભારતનાં 10 રાજ્યોમાં સામે આવ્યું છે કે ડબલ મ્યૂટેન્ટ કોરોના વેરિયેન્ટ સૌથી ઘાતક છે. આ ન માત્ર તેજીથી ટ્રાન્સમિટ થાય છે, પરંતુ ઘણા જ ઓછા સમયમાં ઘણું વધારે નુકસાન પહોંચાડે છે. તો UK, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકી વેરિયેન્ટ્સ પણ ભારતમાં વધી રહેલા રિઈન્ફેક્શનના કેસમાં સામે આવ્યા છે.

ક્લિનિકલ ટ્રાયલમાં કોવેક્સિન 78% સુધી પ્રભાવી
કોરોના વેક્સિન બનાવનારી હૈદરાબાદની કંપની ભારત બાયોટેક અને ICMRએ કોવેક્સિનના ત્રીજા ફેઝના ઇન્ટરિમ ક્લિનિકલ ટ્રાયલ રિપોર્ટમાં કહ્યું હતું કે કોવેક્સિન ક્લિનિકલી 78% અને કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓ પર 100% સુધી અસરકારક છે. કંપનીએ પોતાના એનાલિસિસમાં કોરનાના 87 સિમ્પ્ટમ્સ પર રિસર્ચ કર્યું હતું. વેક્સિનને લઈને અંતિમ રિપોર્ટ જૂનમાં જાહેર કરવામાં આવશે.

( Source – Divyabhaskar )