છેતરપિંડી : ભરૂચના રહિશને કેનેડાના રહેતા ભાઇના વોટ્સએપથી મેસેજ કરી હેકરે મેડિકલ ઈમરજન્સી માટે મદદ માંગી રૂ. 7.96 લાખ પડાવ્યા

છેતરપિંડી : ભરૂચના રહિશને કેનેડાના રહેતા ભાઇના વોટ્સએપથી મેસેજ કરી હેકરે મેડિકલ ઈમરજન્સી માટે મદદ માંગી રૂ. 7.96 લાખ પડાવ્યા

ભાઇના વોટ્સએપ નંબર પરથી મેસેજ આવ્યો અને રૂ.96 હજાર અને 7 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા

ભરુચ શહેરના મુક્તિનગરમાં રહેતા રહીશને કેનેડામાં સ્થાયી થયેલા પિતરાઇભાઈને મેડિકલ ઈમરજન્સી માટે કરેલ મદદ રૂપિયા 7.96 લાખમાં પડી છે. શંકા જતાં તેઓએ ભત્રીજીને ફોન કરી સમગ્ર વાત કહેતા ભત્રીજીએ તેઓના પિતાનું વોટ્સએપ હેક થયું હોવાનું જણાવ્યુ હતું. જેથી પોતે છેતરાયા હોવાનું જણાતા તેઓએ ભરુચ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફોઈના દીકરા પ્રફુલ પટેલના વોટ્સએપ નંબર પરથી તેઓ પર મેસેજ આવ્યો

ભરુચ શહેરના મુક્તિનગરમાં રહેતા હેમંત વિનોદચંદ્ર પટેલ કસક સર્કલ નજીક મોહિતી ઇલેક્ટ્રીકની એન્ટરપ્રાઇઝ શોપ ચલાવે છે. જેઓ ગતરોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન કેનેડામાં સ્થાયી થયેલા તેઓના ફોઈના દીકરા પ્રફુલ પટેલના વોટ્સએપ નંબર પરથી તેઓ પર મેસેજ આવ્યો હતો. અને તેઓએ મેડિકલ ઈમરજન્સી માટે પ્રથમ રૂ.96 હજાર અને ત્યારબાદ 7 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું જણાવ્યુ હતું.

ભત્રીજીએ તેઓના પિતાનું વોટ્સએપ હેક થયું હોવાનું જણાવ્યુ

જેથી હેમંત પટેલે તેઓના બેન્ક ખાતામાંથી કુલ 7.96 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ ફરી રૂપિયા મોકલી આપવા મેસેજ આવ્યો હતો. જેથી તેઓને શંકા જતાં તેઓએ ભત્રીજીને ફોન કરી સમગ્ર વાત કહેતા ભત્રીજીએ તેઓના પિતાનું વોટ્સએપ હેક થયું હોવાનું જણાવ્યુ હતું. જેથી પોતે છેતરાયા હોવાનું જણાતા તેઓએ ભરુચ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

( Source – Divyabhaskar )