સ્વદેશી વેક્સિન કોવેક્સિનની કિંમત નક્કી થઈ : રાજ્ય સરકારોને રૂપિયા 600 અને ખાનગી હોસ્પિટલોને રૂપિયા 1200માં મળશે વેક્સિન, એક્સપોર્ટ પ્રાઈઝ 15થી 20 ડોલર

સ્વદેશી વેક્સિન કોવેક્સિનની કિંમત નક્કી થઈ : રાજ્ય સરકારોને રૂપિયા 600 અને ખાનગી હોસ્પિટલોને રૂપિયા 1200માં મળશે વેક્સિન, એક્સપોર્ટ પ્રાઈઝ 15થી 20 ડોલર

ભારત બાયોટેકએ કોરોનાની સ્વદેશી વેક્સિન કોવેક્સિનની કિંમતો જાહેરાત કરી છે. ભારત બાયોટેકે જણાવ્યું છે કે રાજ્ય સરકારોને રૂપિયા 600 જ્યારે ખાનગી હોસ્પિટલોને રૂપિયા 1200માં આપવામાં આવશે.

વિશ્વની સૌથી મોટી સફળ વેક્સિનમાં સામેલ
ઈન્ડિયન બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના પ્રયત્નોથી બનેલી સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન વિશ્વની સૌથી સફળ વેક્સિન પૈકી એક તરીકે સામે આવી છે. કંપનીએ ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ્સના બીજા વચગાળાના પરિણામના આધાર પર દાવો કર્યો છે કે વેક્સિનની ક્લિનિકલ એફિકેસી 78 ટકા છે.

એટલે કે અહીં કોરોના ઈન્ફેક્શનને અટકાવવામાં 78 ટકા ઈફેક્ટિવ છે. સારી વાત એ છે કે જેમણે ટ્રાયલ્સમાં આ વેક્સિન લગાવી હતી, તે પૈકી કોઈનામાં ગંભીર લક્ષણ જોવા મળ્યા નથી. એટલે કે ગંભીર લક્ષણો અટકાવવાની બાબતમાં તેની ઈફેક્સિવનેસ 100 ટકા છે.

( Source – Divyabhaskar )