ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ : આજથી અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટેની 950 બેડ હોસ્પિટલ શરૂ, તમામ ટેસ્ટ પણ થશે

ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ : આજથી અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટેની 950 બેડ હોસ્પિટલ શરૂ, તમામ ટેસ્ટ પણ થશે

  • હોસ્પિટલમાં સીટી સ્કેન ઉપરાંત તમામ પ્રકારના ટેસ્ટ થશે. 200થી વધુ મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવશે
  • હોસ્પિટલમાં 8 એમ્બ્યુલન્સ, 2 મોબાઇલ લેબોરેટરી વાનની સુવિધા પણ મળશે, જેમાં ટેસ્ટ કરાવી શકાશે

જીએમડીસી ખાતે ડીઆરડીઓ દ્વારા બનાવાયેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ કુલ 950 બેડની છે, જેમાંથી 250 આઈસીયુ બેડ છે.

નિરીક્ષણઃ

ઉદઘાટનમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા.

કોવિડ વોર્ડઃ

હોસ્પિટલમાં દર્દીઓ માટે અલગ અલગ વોર્ડ બનાવાયા છે. હોસ્પિટલમાં સીટી સ્કેન ઉપરાંત તમામ પ્રકારના ટેસ્ટ થશે. 200થી વધુ મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવશે.
હોસ્પિટલમાં દર્દીઓ માટે અલગ અલગ વોર્ડ બનાવાયા છે. હોસ્પિટલમાં સીટી સ્કેન ઉપરાંત તમામ પ્રકારના ટેસ્ટ થશે. 200થી વધુ મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવશે.

વ્હિલચેરઃ

ગંભીર દર્દીઓ માટે 20થી વધુ વ્હિલચેરની સુવિધા ઉપલબ્ધ હશે.

રિસેપ્શન એરિયાઃ

હોસ્પિટલની આગળ વિશાળ ડોમથી રિસેપ્શન એરિયા ઊભો કરવામાં આવ્યો છે.

રજિસ્ટ્રેશનઃ

દર્દીઓની નોંધણી માટે કાઉન્ટર પણ ઊભું કરાયું છે.

મોબાઇલ લેબની સુવિધાઃ

હોસ્પિટલમાં 8 એમ્બ્યુલન્સ, 2 મોબાઇલ લેબોરેટરી વાનની સુવિધા પણ મળશે, જેમાં ટેસ્ટ કરાવી શકાશે. ઉપરાંત 2 આઈસીયુ ઓન વ્હિલ્સની સુવિધા પણ અમદાવાદ, ગાંધીનગરના નાગરિકોને મળશે.

અન્ય સુવિધાઓઃ

હોસ્પિટલમાં લોન્ડ્રી, કેન્ટીન, દવાની દુકાન પણ હશે.

( Source – Divyabhaskar )