વિધાનસભા ચૂંટણી 2021 : પ.બંગાળ : મમતાની તમામ રેલી રદ, મોદીની સભામાં 500 લોકો જ હશે

વિધાનસભા ચૂંટણી 2021 : પ.બંગાળ : મમતાની તમામ રેલી રદ, મોદીની સભામાં 500 લોકો જ હશે

મોટી ચૂંટણી રેલી નહીં કરે ભાજપા

પ.બંગાળમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો હોવાને કારણે હવે વિવિધ પક્ષોએ ચૂંટણી રેલી પર પોતાની રીતે પ્રતિબંધ લગાવ્યા છે. ભાજપે નિર્ણય લીધો છે કે તે રાજ્યમાં કોઈ મોટી રેલીનું આયોજન નહીં કરે. ભાજપે નિવેદનમાં કહ્યું છે કે, પીએમ મોદી અને બીજા નેતા મહત્તમ 500 લોકોની નાની સભા કરશે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાની તમામ ચૂંટણી રેલીઓ રદ કરી નાખી છે. આ અગાઉ રાહુલ ગાંધીએ રાજ્યમાં તમામ રેલીઓ રદ કરી નાખી હતી. બંગાળમાં ત્રણ તબક્કાનું મતદાન બાકી છે.

મમતાએ કહ્યું: હાથ જોડીને કહું છું બાકીની ચૂંટણી એકસાથે કરાવો
સોમવારે ઉત્તર દિનાજપુરની એક રેલીમાં મમતા બેનરજીએ કહ્યું કે, ‘હું હાથ જોડીને ચૂંટણી પંચને વિનંતી કરું છું કે, તે બાકીના ત્રણ તબક્કાનું મતદાન એક જ દિવસમાં પૂરું કરાવે. જો એક દિવસમાં શક્ય ન હોય તો બે દિવસમાં કરાવે. પંચ ભાજપની સૂચના પ્રમાણે નિર્ણય ના લે.’

અંતિમ તબક્કાની ચૂંટણી ટાળોઃ કોંગ્રેસ
કોંગ્રેસ ચૂંટણી પંચને અંતિમ ત્રણ તબક્કાની ચૂંટણી સ્થગિત કરવાની માગણી કરી છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાને લખેલા પત્રમાં કહ્યું છે કે, બાકીના તબક્કાનું મતદાન રમજાન માસ પછી કરાવાય.

( Source – Divyabhaskar )