નુકસાન : કોરોનાકાળમાં અમદાવાદીઓએ બહાર પાણીપુરી ખાવાની બંધ કરી દેતાં ધંધો 50% પર પહોંચી ગયો

નુકસાન : કોરોનાકાળમાં અમદાવાદીઓએ બહાર પાણીપુરી ખાવાની બંધ કરી દેતાં ધંધો 50% પર પહોંચી ગયો

  • જમાલપુર, બહેરામપુરા, રબારી કોલોની, ખોખરા, નરોડા વિસ્તારોમાંથી જ જાય છે શહેરભરમાં પાણીપુરીની પુરી
  • 30 વેપારીઓ પાણીપુરીની 2,40,000 પુરી બનાવતા જે હવે 1,20,000 પર આવી ગયા

અમદાવાદીઓ જેમની પાણીપુરી ખાય છે તે યુપી., બિહારના લોકો કોરોના અને કર્ફ્યૂને લઈને મુસીબતમાં મુકાયા છે. પહેલાં તેઓ રોજની 3 હજાર પાણીપુરી વેચતા આ ખૂમચાવાળાઓ પાસેથી માંડ હજાર પૂરી પણ વેચાતી નથી. બીજી તરફ જમાલપુર, બહેરામપુરા, રબારી કોલોની, ખોખરા, નરોડામાં વેપારીઓ પણ પાણીપુરી માટેની જથ્થાબંધ પુરીઓ બનાવે છે. તેમને પણ ફટકો પડ્યો છે. દિવસની 8 હજાર પુરીઓ તેઓ બનાવતાં હતાં, તેને બદલે ધંધો ડાઉન થતાં માંડ 4 હજાર પુરી બનાવે છે. પાણીપુરીના બિઝનેસ સાથે સંકળાયેલ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પૂર્વમાં 30 જેટલા જથ્થાબંધ પુરીઓ બનાવતાં લોકો છે જ્યારે પૂર્વમાં 2500 જેટલા ખૂમચાવાળાઓ છે જે છૂટક પાણીપુરી વેચે છે.

7 હજાર પરથી 4 હજાર પુરી પર અાવી ગયા છીએ
કોરોનાકાળની અસર અમારા પાણીપુરીની પુરી બનાવવાના ધંધા ઉપર પણ પડી છે. વર્ષ પહેલાં અમે રોજની 6થી 7 હજાર પુરી બનાવી લેતાં હતાં અને છૂટક ખૂમચાવાળાઓ પાંચસો-હજાર કે તેમને જોઈતી પુરી લઈ જતાં હતાં. હવે તેમની ડિમાન્ડ ઘટી જતાં અમે 4 હજાર પુરી જ બનાવીએ છીએ. અમારે તો અમારું ઘર પણ ચલાવવાનું અને દેશમાં પણ પૈસા મોકલવાના. અા સમયમાં આ સ્થિતિ અમારા માટે વિકટ બની ગઈ છે. ગુજરાનના પણ ફાંફા પડી ગયા છે. -રાજુ ઠાકોર, જમાલપુર

જથ્થાબંધ પુરી બનાવતાં 30 જેટલા લોકો શહેરમાં છે
અમદાવાદમાં જમાલપુર, નરોડા, રબારીકોલોની, ખોખરા સહિત વિસ્તારોમાં 30 જેટલા જથ્થાબંધ પુરીઓ બનાવતાં વેપારી છે જે રોજની 4થી 10 હજાર પુરી બનાવે છે. જે હવેે ધંધો 7 વાગ્યાથી અાટોપી લેવો પડવાથી 50એ પહોંંચ્યા છે. 2500 કરતાં વધારે ખૂમચાવાળાઓ મણિનગર, સીટીએમ, બાપુનગર, વસ્ત્રાલ, જશોદાનગર, નરોડા, નિકોલ, નારોલમાં છે. તેઓ રોજની 3 હજાર પુરી પરથી 1 હજાર પુરી પર અાવી ગયા છે. લોકોને પાણીપુરી ખાવી છે પણ બહાર ખાવા જતા નથી. -દિપક બોઘુ, કાંકરિયા

​​​​​​​પહેલાં જે હોંશે હોંશે ખાતા તે 100ની પુરીનું પેકેટ લે છે
હું 5 વર્ષથી મારે જોઈએ તેટલી પુરી જાતે બનાવી લઉં છું. કોરોનાકાળ પહેલાં 3 હજાર પુરી બનાવતો અને રાત્રે 9 સુધીમાં પુરી થઇ જતી. હવે ઘરાકી ઓછી છે. બહેનો અમારી સામેથી પસાર થાય તો પાણીપુરી ખાવી કે ન ખાવી, કોરોના થઈ જશે તો તેવી ગડમથલમાં અંતે બે ત્રણ જણ તો 100 પુરીનું પેકેટ ઘરે લઈ જાય છે. જેથી અમારા નફાના માર્જિનમાં ઘટાડો થઈ ગયો છે. પહેલાં 3 હજાર પુરીનો સ્ટોક વપરાઈ જતો હતો હવે માંડ 1500 પુરી જાય છે. -સંજય યાદવ, ખૂમચાવાળા

વર્ષ પહેલાં રોજ 7 હજાર પુરી બનાવતો, હવે 2500
એક વર્ષ પહેલાં હું અને મારા માણસો રોજની 7 હજાર જેટલી પુરીઓ બનાવતા હતાં. તેની જગ્યાએ હવે મહામારીના અા સમયમાં લોકો પાણીપુરી ખાતા ડરે છે એટલે માંડ 2500 પુરીઓ જ છૂટક ખૂમચાવાળા લઈ જાય છે. એક ખૂમચાવાળો પહેલાં 2 હજાર પુરી લઈ જતાે હતો. જ્યારે હવે તે 5થી હજારથી પણ ઓછી પુરી જ લઈ જાય છે. અામ 60 ટકા ધંધો ડાઉન થઈ ગયો છે. આ ઉપરાંત લોકો પણ જાતે ઘરે પુરી બનાવવા લાગ્યા છે ત્યારે ધંધો પડી ભાંગવાની આરે છે. – રાજુ યાદવ, ગીતામંદિર

( Source – Divyabhaskar )