કયો રિપોર્ટ સાચો? : અમદાવાદના ચાંદખેડામાં રહેતા યુવકના 24 કલાકમાં બે રિપોર્ટ, એક પોઝિટિવ આવ્યો તો બીજો નેગેટિવ!

કયો રિપોર્ટ સાચો? : અમદાવાદના ચાંદખેડામાં રહેતા યુવકના 24 કલાકમાં બે રિપોર્ટ, એક પોઝિટિવ આવ્યો તો બીજો નેગેટિવ!

ચાંદખેડાના યુવકે મોટેરા ખાતે કરાવેલો ટેસ્ટ પોઝિટિવ, ન્યૂ સીજી રોડે કરાવેલો ટેસ્ટ નેગેટિવ

શહેરમાં અનેક ઓફિસોમાં જ્યાં કર્મચારીઓ પોઝિટિવ આવી રહ્યાં છે, ત્યારે ઓફિસમાં કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરાવી લેવા સૂચના અપાય છે, આ સંજોગોમાં ચાંદખેડાના રહીશ નિલેશસિંહ વાઘેલાએ બે જગ્યાએ કોરોના ટેસ્ટ કરાવતાં બંનેના રિઝલ્ટ અલગ આવ્યા છે.

આ અંગેની વિગત એવી છેકે, ચાંદખેડામાં રહેતા નિલેશસિંહ વાઘેલાની ઓફિસમાંથી તેમને સૂચના આપી હતીકે, તેઓ કોરોના રિપોર્ટ કરાવી લે. તેઓએ મોટેરા ખાતે કોરોના ટેસ્ટ કરાવ્યો તો તેમાં પોઝિટિવ આવતાં તેમને રિપોર્ટ પર શંકા જતાં તેમણે તરત જ ચાંદખેડા સીજી રોડ ખાતેના મ્યુનિ. ટેન્ટમાં કોરોના રિપોર્ટ ફરીથી કરાવ્યો હતો. જોકે આશ્ચર્ય વચ્ચે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી હજુ પણ કોરોના ટેસ્ટિંગમાં ભારે વિસંગતતા હોવાનું જોવા મળ્યું છે. મ્યુનિ. દ્વારા કરવામાં આવતાં એન્ટિજન ટેસ્ટની વિશ્વસનિયતા સામે સવાલ ઊભા થયા છે.

( Source – Divyabhaskar )