જાદુના શોનો અંત : વિશ્વવિખ્યાત જાદુગર જુનિયર ‘કે.લાલે’નું હાર્ટ એટેકથી નિધન, વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ મળ્યો હતો

જાદુના શોનો અંત : વિશ્વવિખ્યાત જાદુગર જુનિયર ‘કે.લાલે’નું હાર્ટ એટેકથી નિધન, વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ મળ્યો હતો

  • કે.લાલના નિધન બાદ જુનિયર કે. લાલે જાદુગરીનો વારસો આગળ વધાર્યો હતો
  • કોરોનાથી સ્વસ્થ થયા બાદ હાર્ટ એટેક આવતા સાલ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ગુજરાતમાં કોરોના વાઇરસ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ત્યારે ગુજરાતીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે. લાલના પુત્ર જુનિયર કે. લાલ હર્ષદરાય વોરાનું નિધન થયુ છે. જુનિયર કે. લાલ કોરોનાથી સંક્રમિત થયા હતા પરંતુ સારવાર પછી સાજા થઈ ગયા હતા. તેમનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં રવિવારે તેમનું નિધન થયું છે.

પિતાનો જાદુગરીનો વારસો આગળ વધાર્યો હતો
પિતાના નિધન બાદ તેમણે જાદુગરીનો વારસો આગળ વધાર્યો હતો. કે.લાલ એટલે કે કાંતિલાલ ગિરધરલાલ વોરા અને જુનિયર કે. લાલ એટલે કે હર્ષદરાય વોરા કે જેઓ જાદુ સમ્રાટ તરીકે ઘણા વર્ષોથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતના આ મહારત્ન માટે જે કહીએ તે ઓછું જ છે. હોલમાં હોય કે ઘરમાં હોય યા ખુલ્લા મેદાનમાં હોય તો પણ પોતાના જાદુથી ખૂબ જ આશ્ચર્ય પમાડનાર છતાં ભગવાન પ્રત્યેની ભક્તિ અને સંતના મહિમાથી જીવન ભરપૂર હતું. તેવો આ પરિવાર વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ સાથે 30 વર્ષથી ઉપરાંત ગુરુશિષ્યના નાતે જોડાયેલ હતો.

આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાથે કે.લાલની 1991ની ફાઈલ તસવીર

1992માં જુનિયર કે.લાલનો થયો હતો અકસ્માત
ઈ.સ 1992માં જુનિયર કે. લાલ અમદાવાદમાં રિક્ષામાં બેસીને ક્યાંક જતા હતા ત્યારે અચાનક રિક્ષાને ગોજારો અકસ્માત થયો તેમાં સ્મૃતિ મંદિર ઘોડાસરમાં પધરાવેલ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની મૂર્તિએ દિવ્ય દર્શન આપીને જુનિયર કે. લાલની રક્ષા કરી. તેથી જુનિયર કે.લાલ બીજે દિવસે ઘોડાસર સ્મૃતિ મંદિરે આવીને દર્શન કરી આભાર વ્યક્ત કર્યો.

આજે જ્યારે જુનિયર કે. લાલનું દુઃખદ અવસાન થયું છે ત્યારે ગુજરાત, ભારત અને વિશ્વના તમામ આબાલવૃદ્ધ કલાપ્રેમીને ખૂબ જ ધ્રાસકો લાગ્યો છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન પણ આપ્તજન -સ્વજનપણાના અગાધ દુઃખને અનુભવે છે. बलीयसी केवलमीश्वरेच्छा ના ન્યાયે ભગવાનને ગમ્યું તે ખરું.

ઘોડાસર મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે કે. લાલ અને જુનિયર કે. લાલ તેમજ આણંદજી કલ્યાણજી

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાને આપી શ્રદ્ધાંજલિ
જુનિયર કે.લાલને અશ્રુભીની આંખે અને વેદનાના ધ્રુસકા સહિત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રદ્ધાંજલિ અર્પે છે. તેમજ કેલાલ પરિવાર (કૌટુંબિક અને વ્યવસાયિક પરિવાર)ને અમાપ આઘાતને સહન કરવાની દિવ્યશક્તિ અર્પે એ જ શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજને પ્રાર્થના.

32 વર્ષ સુધી પિતા-પુત્રની જોડીએ જાદુના શો કર્યા
કાંતિલાલ ગિરધરલાલ વોરા એટલે “કે.લાલ”, જેઓ તેમની જાદુઈ કળા માટે વિશ્વ પ્રસિદ્ધ હતા. જેમણે તેમની 62 વર્ષની કરિયરમાં અંદાજિત 22 હજારથી પણ વધુ જાદુના પ્રયોગો વિશ્વના ખૂણે ખૂણે કર્યા હતા. તેમની સાથે તેમના પુત્ર હર્ષદરાય વોરા (હસુભાઈ વોરા)ના ટૂંકા નામે પણ ઓળખાય છે, તેઓ કે.લાલ સાથે જાદુઈ કળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હતા. આ જુનિયર કે.લાલનું લગભગ 32 વર્ષ સુધી પિતા-પુત્રે એકસાથે વિશ્વના ખુણે-ખુણે એક જ સ્ટેજ પર જાદુના શો કર્યા અને જુનિયર કે.લાલ તરીકે પ્રસિદ્ધી મેળવી.

IBM દ્વારા વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ મળ્યો
​​​​​​​
1968માં અમેરિકાની IBM સંસ્થાએ હસુભાઈને વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ આપ્યો. તેઓ તેમની અમુક જાદુ કલા, જેવી કે શરીરથી હાથ જુદા કરવા, જાયન્ટ કીલર શો, ધ ફ્લાઇગ લેડી અને એવીલ જોકરને કારણે સારી એવી લોકપ્રિયતા મેળવી હતી. જુનિયર કે.લાલના નિધનથી જાદુઈ કળાના જગતમાં શોક વ્યાપી ગયો છે.

( Source – Divyabhaskar )