કોરોના ચૂંટણી અને સભાઓથી ડરે છે એટલે ચૂંટણીવાળા રાજ્યોમાં જતો નથી !

કોરોનાની સ્ફોટક પરિસ્થિતિ છતી ન થાય એટલા માટે ચૂંટણીવાળા રાજ્યોના કેસની વિગતો જાહેર કરાતી નથી

નવી દિલ્હી

દેશમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે બીજીબાજુ પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. કોરોના જાણે ચૂંટણી અને સભાઓથી ડરતો હોય તેમ ચૂંટણીવાળા રાજ્યોમાં જતો જ નથી એટલે આ રાજ્યોમાં જાણે કોરોના છે જ નહીં એવી રીતે જંગી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.

સરકાર લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સતત નિર્દેશ આપે છે. મોટાભાગના દરેક રાજ્યની સરકારો કોરોનાના દૈનિક કેસની યાદી પણ બહાર પાડે છે. પરંતુ ચૂંટણીવાળા રાજ્યોમાં જાણે કોરોનાના છે જ નહીં તેમ નેતાઓ જંગી રેલીઓ અને સભાઓ યોજી રહ્યા છે. વધુમાં આ રેલીઓ અને સભાઓમાં કોઈ માસ્ક પહેરતું નથી અને સોશિયલ ડિસ્ટન્સના તો ધજાગરા ઊડી જાય છે. આમ છતાં લોકો કે નેતાઓ કોઈના પેટનું પાણી નથી હલતું. બીજી બાજુ ચૂંટણી સિવાયના રાજ્યમાં જો એકલ-દોકલ વ્યક્તિ પણ માસ્ક વગર ફરતી દેખાય તો પોલીસ દંડ ફટકારે છે અને ચૂંટણી સભા તથા રેલીઓમાં હજારો લોકો માસ્ક વગર ફરે છે ત્યારે તેમને કોઈ દંડ થતો નથી. ચૂંટણીવાળા રાજ્યોમાં સરકારની નિષ્ક્રિયતા સામે લોકો જાગૃત નહીં બને તો કોરોના મહામારી વધુ વકરી શકે છે. દરમિયાનમાં ગુજરાતમાં કોરોના વકર્યો છે, સ્થિતિ અત્યંત ગંભીર છે છતાં સરકાર ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી રંગે ચંગે યોજવા જઈ રહી છે.

( Source – Gujarat Samachar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Sports
Ashadeep Newspaper

મહેન્દ્ર સિંહ ધોની! એક યુગનો અંત…રન આઉટથી શરૂ થઇને રન આઉટ પર ખતમ

એક વર્ષ ટીમ ઈન્ડિયાથી દૂર રહ્યા બાદ મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. તેના નિર્ણયથી દુનિયાભરના ચાહકો ચોંકી ગયા છે.

Read More »
Visa & Immigration
Ashadeep Newspaper

કોરોના સંકટ / અમેરિકામાં નોકરીઓ બચાવવા ટ્રમ્પ ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ લગાવશે

કોરોના વાઈરસના કારણે અમેરિકામાં હજારો સંખ્યામાં છટણી થઈ રહી છે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 7,92,795 છે, જ્યારે અત્યાર સુધીમાં 42,514

Read More »