ઓનલાઇન પેમેન્ટ સર્વિસ એપ પર લાખો યૂઝર્સનો ડેટા લીક થયો હોવાનો દાવો

ઓનલાઇન પેમેન્ટ સર્વિસ એપ પર લાખો યૂઝર્સનો ડેટા લીક થયો હોવાનો દાવો

મોબીક્વિક(MobiKwik) સર્વર્સ પરથી મોટો ડેટાબેસ કથિત રીતે લીક ​​થયો ગયો હોવાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લાખો વપરાશકર્તાઓનો આશરે 8.2TB KYC ડેટા ડાર્ક વેબ(Dark Web) પર ઉપલબ્ધ કરાયો છે. MobiKwik ઓનલાઇન ચુકવણી સેવા પ્રદાન કરે છે. જો કે, કંપનીએ આ દાવાને નકારી કાઢ્યો છે.

MobiKwik સર્વર્સમાંથી ડેટા લીક થવા અંગેની માહિતી ફ્રેન્ચ વાઇટ હેકર અને સિક્યોરિટી રિસર્ચર ઇલિયટ એન્ડરસન દ્વારા ટ્વિટર દ્વારા આપવામાં આવી હતી. ડાર્ક વેબ પોર્ટલ પર વપરાશકર્તાનો જે ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તેમા ફોન નંબર અને ઇમેઇલ આઈડી જેવી વિગતો સામેલ છે.

તમને જણાવી દઈએ કે MobiKwik ડેટા લીક અંગેની માહિતી ભારતીય સાયબર સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજારિયાએ પણ આપી છે. તેમણે કહ્યું છે કે, લાખો ભારતીય વપરાશકર્તાઓનો ડેટા MobiKwik લીક થઈ ગયો છે. આ ડેટાને ડાર્ક વેબ પોર્ટલ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જે હેકરે MobiKwik યૂઝર્સની KYC વિગતો હેક કરવાનો દાવો કર્યો છે, તે તેમને 1.5 બીટકોઇન્સમાં વેચવા પણ તૈયાર છે. તેમની કિંમત લગભગ $84,000 (લગભગ રૂ. 61,14,444) હશે. આ ઉપરાંત હેકર બાયરને ડેટાની એક્સક્લૂસિવ એક્સેસ આપવા માટે પણ તૈયાર છે.

જે ડેટાને સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, એમાં 99 મિલિયન મેઈલ, ફોન પાસવર્ડ્સ, એડ્રેસ અને ઇન્સ્ટોલ્ડ એપ્સ ડેટા, IP એડ્રેસ અને GPS લોકેશન જેવા ડેટા સામેલ છે. આ ઉપરાંત તેમા પાસપોર્ટ વિગતો, પાનકાર્ડ વિગતો અને આધારકાર્ડ વિગતો પણ સામેલ છે. જોકે MobiKwikએ એક સ્ટેટમેન્ટ બહાર પાડીને ડેટા લીક થવાના દાવાને નકારી કાઢ્યો છે. કંપનીએ કહ્યું કે કેટલાક સિક્યોરિટી રિસર્ચર્સએ મનઘડત ફાઇલો રજૂ કરીને અમારો અને મીડિયાનો સમય બરબાદ કર્યો છે. અમે કડકાઈપૂર્વક તપાસ કરીને જાણ્યુ છે કે અમારો ડેટા સલામત છે.