હોળિકા દહન : રવિવારે સાંજે 6-40 થી 8 વાગ્યા સુધી હોળી પ્રાગટ્ય માટે શ્રેષ્ઠ સમય રહેશે, બારેય રાશિના જાતકો માટે પૂજાવિધિ

હોળિકા દહન : રવિવારે સાંજે 6-40 થી 8 વાગ્યા સુધી હોળી પ્રાગટ્ય માટે શ્રેષ્ઠ સમય રહેશે, બારેય રાશિના જાતકો માટે પૂજાવિધિ

ફાગણ સુદ 15 રવિવાર તા.28-3ના દિવસે હોળાષ્ટક પૂર્ણ થાય છે

વસંત ઋતુના પ્રારંભે ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોલીકા દહનનો ઉત્સવ સારાયે ભારતમાં હર્ધોલ્લાસ અને ઉમંગભેર ઉજવાય છે. પુરાણોની કથા અનુસાર હિરણ્યકશ્યપુ નામના રાક્ષણ (અસુર)ને ત્યા જન્મેલો બાળક ઇશ્વરનું સ્મરણ કરતો હતો. સર્વત્ર ઇશ્વરનો વાસ રહેલો છે. એવી એક દ્રઢ માન્યતાનુસાર પોતાના જીવનને પણ ઇશ્વરનુ વરદાન સમજે છે. પોતાના શત્રુ અસુરોના શત્રુઓ-દેવોની નિત્ય સ્તુતિ કરનાર આ બાળકને પરાજીત કરવા માટે, ઇશ્વર સ્મરણમાંથી તેને વિચલીત કરવા માટે રાક્ષસરાજ હિરણ્યકશ્યપુ અનેક પ્રયાસો કરે છે. આવાજ એક પ્રયત્નના ભાગ રૂપે તેની બહેન હોલીકાને અગ્નિદેવનુ વરદાન હોવાથી તેના ખોળામાં પ્રહલાદને બેસાડી તેને બાળીને ભસ્મ કરવાનુ પ્રયોજન કરે છે. આખરે હોલિકા બળીને ભસ્મ બને છે. અને પ્રહલાદ હેમખેમ જીવતા રહે છે. સમસ્ત ગ્રામજનો આ ઘટનાને ઉત્સવ તરીકે ઉજવે છે. સર્વત્ર ગુલાલ ઉડાડી, એક બીજાને ગુલાલથી રંગીને પોતાનો આનંદ વ્યકત કરે છે. અસત્ય અને કપટનો નાશ થાઓ અમારા અંતરમાં સત્યરૂપી અગ્નિનો ઉજાસ પ્રગટે તેવી પ્રાર્થના અને ભાવથી હોળીનો આ પ્રાચીન તહેવાર ઉજવાય છે.

મહર્ષિ વાત્સાયને કામસુત્ર નામના ગ્રંથમાં હોલાક નામથી આ ઉત્સવનો ઉલ્લેખ કર્યો છે. જયારે સાતમી સદીમાં રચાયેલ રત્નાલી નાટીકામાં પણ મહારાજા હર્ષએ હોલી ઉત્સવનુ સુદર વર્ણન કર્યુ છે. હોળીએ ભારતિય સંસ્કૃતિની પરંપરા છે. હોળીની પુજા કરવાનુ પણ એક મહાત્મય આપણા ધર્મગ્રંથોમાં દર્શાવવામાં આવ્યુ છે.

બારે રાશિના જાતકોએ હોળીની પૂજા વિધિ કરવીઃ-

મેષ (અ.લ.ઇ), વૃશ્વિક ( ન.ય.): રાશીવાળાઓએ હોળીની પાંચ પ્રદક્ષિણા કરી કંકુ ફુલ,ચોખા ચડાવવા.

વૃષભ (બ.વ.ઉ.), તુલા (ર.ત.): રાશી વાળાઓએ હોળીની નવ પ્રદક્ષિણા કરી હળદર, શ્રીફળ પધરાવવા

મિથુન (ક.છ.ઘ), કન્યા (પ.ઠ.ણ.): રાશીવાળાઓએ હોળીની સાત પ્રદક્ષિણા કરી પતાસા અને છુટા સફેદ ફુલ હોળીમાં પધરાવવા.

કર્ક (ડ, હ), સિંહ (મ.ટ.): રાશિવાળાઓને હોળીની પાંચ પ્રદક્ષિણા કરી લીલુ ફળ અને દાળીયાની દાળ હોળીમાં પધરાવવા.

ધન (ભ.ધ.ફ), મીન (દ.ચ.ઝ): રાશીવાળાઓએ હોળીની ત્રણ પ્રદક્ષિણા કરી સફેદ અબીલ તથા ખજુર હોળીમાં પધરાવવા.

મકર (ખ.જ), કુંભ (ગ.શ.સ.): રાશીવાળાઓએ હોળીની સાત પ્રદક્ષિણા કરી કંકુ, ધાણી હોળીમાં પધરાવવા.

કુંભ(ગ.શ.સ.): તમારા કર્મ અને પિતા ભાવેથી ભ્રમણ કરતો હોવાથી આ સમયમાં તમે તમારા વિરોધીઓ, શત્રુઓ અને પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવવામાં સફળતા મેળવશો.

મીન (દ.ચ.ઝ): તમારી ભૌતિક સંપતિમાં વૃદ્ધિનો કારણ બનશે. આ સમયમાં તમારી જીવનશૈલી વધુ ખર્ચાળ અને વૈભવશાળી બને તો નવાઇ નહિ.

હોલીકા દહન શાસ્ત્રાજ્ઞા મુજબ સાયં કાળે ભદ્રાવિહીન સમયમાં કરવુ. આ વર્ષે ફાગણ સુદ 15 તા.28-3 રવિવારના રોજ સાંજે 6-40 થી 8ના સમયમાં હોળી પ્રાગટ્ય કરવુ જે બહેનોએ પૂર્ણિમાનુ વ્રત કર્યુ હોય (હોળી ભુખ્યા) હોય એમણે હોળીની પ્રસાદી લઇને રાત્રે એકટાણુ કરવુ એ શાસ્ત્ર સંમત છે.

આ સંપૂર્ણ લેખ ભાવનગરના શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવેલ છે.

( Source – Divyabhaskar )