મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા લોકો સાવધાન, ઉગશે પશુ જેવુ અંગ, જાણો કારણ

મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા લોકો સાવધાન, ઉગશે પશુ જેવુ અંગ, જાણો કારણ

આજની આ આધુનિક દુનિયામાં મોબાઈલ વગર માનવીય જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. કારણ કે હાલના સમયમાં મોબાઈલ લોકોના જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. મોબાઈલથી તમે ઘરે બેસીને વિદેશમાં રહેતા તમારા સગા-સંબંધીઓ અને અન્ય લોકો સાથે વાત કરી શકો છે. ઉપરાંત શોપિંગથી લઈ ખાવાનું ઓર્ડર કરવું હવે મોબાઈલથી સરળ બની ગયું છે. પરંતુ મોબાઈલની માત્ર ફાયદા જ નહીં પરંતુ ઘણું નુકસાન પણ થાય છે. આ વાત એક તાજેતરની રિસર્ચમાં સાબિત થઈ છે.

આ રિસર્ચ મુજબ જે લોકો મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે તેમના માથામાં શિંગડા ઉગવા લાગે છે. જી હાં, મીડિયા રિપોર્ટ મુજબ નવી રિસર્ચ Bio Machenics(બાયો-મિકેનિક્સ) પર કરવામાં આવી છે. જેમાં એવું સામે આવ્યું છે જે લોકો માથું વધુ નીચે ઝુકાવીને મોબાઈલનો ઉપયોગ કરે છે. તેમની ખોપડીમાં શિંગડા વિકસિત થઈ રહ્યા છે. આ રિસર્ચમાં 18થી 30 વર્ષ સુધીના એવા યુવાનોને સામેલ કરવામાં આવ્યા છે. જે મોબાઈલનો કલાકો સુધી ઉપયોગ કરે છે.

રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડ સ્થિત સનશાઇન કોસ્ટ યુનિવર્સિટીમાં થયેલ આ રિસર્ચને વિસ્તૃત રીતે સમજાવવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કરોડરજ્જુથી શરીરનું વજન શિફ્ટ થઈને માથાના પાછલા સ્નાયુઓ તરફ જાય છે. આનાથી કનેક્ટિંગ ટેંડન અને લિગામેન્ટ્સમાં હાડકા વિકસે છે. આનું પરિણામ છે કે યુવાનોના માથામાં શિંગડાની જેમ હાડકું વધી રહ્યું છે. જે ગરદનના ઠીક ઉપર માથાથી બહાર નીકળી રહી છે.

ઉપરાંત અમેરિકાની એક ખાનગી ન્યૂઝની રિપોર્ટમાં એવી સ્કેન્ડ તસવીરને દેખાડવામાં આવી છે. જેમાં માથાના નીચલા ભાગમાં એક કાંટેદાર શિંગડા જેવું હાડકું દેખાઈ રહ્યું છે. જ્યારે મુદ્દા સાથે સંકળાયેલ ડોક્ટર્સનું કહેવું છે કે ઘણા લોકો મોબાઈલ ચલાવતી વખતે માથાને આગળ-પાછળ હલાવે છે. એવી પરિસ્થિતિઓમાં ગળાની નીચે સ્નાયુઓ તરફ દબાણ વધે છે. આ કારણે જે અમુક દિવસો બાદ હાડકું બહાર આવે છે. માથા પર વધુ દબાણ થતા શિંગડા જેવું હાડકું બહાર નીકળવા લાગે છે. રિપોર્ટ પ્રમાણે માત્ર મોબાઈલ જ નહીં પરંતુ અન્ય ડિવાઇસ જેમકે ટેબલેટ, લેપટોપ જેવી અન્ય ટેક્નોલોજી વાળી વસ્તુઓ પણ માનવીય શરીરને પ્રભાવિત કરી રહી છે.

ઉપરાંત રિસર્ચમાં સામે આવ્યું કે માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલા અને નાના બાળકોના શરીર પર પણ મોબાઈલનું પ્રતિકૂળ પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ એક રિસર્ચ રિપોર્ટમાં 18 વર્ષથી લઈ 86 વર્ષ સુધીના લગભગ 1200 લોકોના એક્સ-રેને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં 33 ટકા સુધી લોકોમાં શિંગડા જેવું હાડકું વિકસિત થયા હોવાનું સામે આવ્યું હતું. તેથી જો તમે મોબાઈલનો વધુ ઉપયોગ કરી રહ્યા છો તો તેને ઓછો કરી દો અને જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરો.