અમદાવાદ – સાયન્સ સીટી વિસ્તારમાં 33 માળની રેસિડેન્સિયલ બિલ્ડિંગ માટેની મંજૂરી મંગાઈ,

અમદાવાદ – સાયન્સ સીટી વિસ્તારમાં 33 માળની રેસિડેન્સિયલ બિલ્ડિંગ માટેની મંજૂરી મંગાઈ,

રાજ્ય સરકારે ૩૦ મીટર, ૩૬ મીટર કે તેથી વધુ પહોળાઇના રોડ ઉપર ૩.૫થી ૪ FSI આપવાનો નિર્ણય કર્યા બાદ શહેરના સાયન્સ સીટી રોડ ઉપર સૌથી ઊંચી બહુમાળી ઇમારત બાંધવા માટેની દરખાસ્ત રજુ કરાઇ છે. ડેવલપર દ્વારા ૩૩ માળની રહેણાંકની ઇમારતના બાંધકામના પ્લાન AMCમાં રજુ કર્યા હતા જે દરખાસ્તને સરકારની કમિટીમાં મોકલી દેવાઇ છે. જો દરખાસ્ત મંજુર થશે તો શહેરની પ્રથમ ૩૩ માળની ઇમારત ઊભી થશે. અત્યાર સુધી શહેરમાં ૨૨ માળની ઇમારતોને મંજુરી અપાતી હતી.

સરકારે થોડા મહિના પહેલાં શહેર સહિત રાજ્યના મહાનગરોમાં ૩૦ મીટર, ૩૬ મીટર કે તેથી વધુ પહોળાઇના રોડ ઉપર આવતાં પ્લોટમાં ગગનચૂંબી ઇમારતો બંધાઇ શકે તે માટે ૩.૫ અને ૪ની FSI આપવાનો નિર્ણય કર્યા હતો. સરકારે ૩૦ મીટર કે તેથી વધુ પહોળાઇના રોડ ઉપર બેઝ FSI ૧.૫ની હોય તો વધારાની FSI આપવાની જોગવાઇ કરી છે. AMC દ્વારા છેલ્લા ચાર મહિનામાં માત્ર ૧૦ પ્લાન પાસ થયા છે.

જોકે, તાજેતરમાં એક ડેવલપર દ્વારા શહેરના સાયન્સ સીટી રોડ ઉપર ૩૩ માળની ઇમારતના પ્લાન મંજુરી માટે મૂકાયા છે. ૩૩ માળની ઇમારતના પ્લાન પાસ કરવાની સત્તા AMC પાસે નથી. ૩૩ માળ કે તેથી વધુ માળની ઇમારતના પ્લાન પાસ કરવા માટે સરકારે એક કમિટી બનાવી છે.

મ્યુનિ.ના સુત્રો જણાવે છે કે, શહેરમાં પ્રથમ ૩૩ માળની ઇમારતના પ્લાન મૂકાયા છે આ પ્લાન મંજુર થયા બાદ અન્ય બિલ્ડરો પણ શહેરમાં ગગનચૂંબી ઇમારતોના પ્લાન મૂકશે જેથી AMCની નોન ટેક્સ રેવન્યૂ વધે તેવી આશા છે.

( Source – Sandesh )