1 એપ્રિલથી 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે,

  • ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 1500થી વધુ કેસ સામે આવ્યા
  • મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 25 લાખ લોકો મહામારીની ઝપેટમાં, આ આંકડો દુનિયાના ટોપ-10 સંક્રમિત દેશો બાદ સૌથી વધુ

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશન અંગે મોટો નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના બધા લોકો કોરોનાની વેક્સિન લઈ શકશે. તેમને ફક્ત કોવિન પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરવવાનું રહેશે. ત્યાર બાદ તેઓ સરકારી અથવા પ્રાઈવેટ સેન્ટર પર વેક્સિન લઈ શકશે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી છે.અત્યાર સુધી 45 થી 60 વર્ષ વચ્ચેના માત્ર ગંભીર બીમારીવાળા લોકોને જ વેક્સિન આપવામાં આવતી હતી.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યુ હતું કે દેશમાં વેક્સિનની કોઈ અછત નથી. લોકોએ ફ્ક્ત પોતાનું રજીસ્ટ્રેશન જ કરાવવાનું રહેશે અને તેમને સરકારી અને પ્રાઈવેટ સેન્ટર પર વેક્સિન આપવામાં આવશે.

એક દિવસ પહેલા ગાઈડલાઇનમાં બદલાવ, બીજો ડોઝ 6 થી 8 સપ્તાહ બાદ લગાવાશે
આ પહેલા કેન્દ્ર સરકારે 22 માર્ચે કોવિશીલ્ડ વેક્સિન અંગે ગાઈડલાઇન જાહેર કરી હતી. જે મુજબ કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમય પહેલા કરતાં બે સપ્તાહ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધી કોવિશીલ્ડ વેક્સિનના બંને ડોઝ વચ્ચે 4 થી 8 સપ્તાહ એટલે કે 27 થી 42 દિવસનું અંતર રાખવામા આવતું હતું.

નવા નિર્દેશ મુજબ હવે આ અંતર 6 થી 8 સપ્તાહ એટલે કે 42 થી 56 દિવસનું રહેશે. નવો નિયમ માત્ર કોવિશીલ્ડ વેક્સિન પર જ લાગુ રહેશે. ભારત બાયોટેકની કોવેક્સિન પર નવો નિયલ લાગુ નથી થાય. કોવેક્સિનના બે ડોઝ ચાર સપ્તાહની અંદર જ આપવામાં આવશે.

16 જાન્યુઆરીથી શરૂ થયું વેક્સિનેશન
દેશમાં 16 જાન્યુઆરીથી આરોગ્ય કર્મચારીઓને વેક્સિન આપવાની શરૂઆત સાથે કોરોના વેક્સિનેશનની શરૂઆત થઈ હતી. 2 ફેબ્રુઆરીથી, ફ્રન્ટલાઈન કર્મચારીઓને પણ વેક્સિન આપવાનું શરૂ કરાયું. 13 ફેબ્રુઆરીથી આરોગ્ય કર્મચારીઓને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ફ્રન્ટલાઈન કર્મચારીઓને વેક્સિનનો બીજો ડોઝ આપવાની શરૂઆત 2 માર્ચથી શરૂ થઈ.

1 માર્ચથી શરૂ થયો બીજો તબક્કો
દેશમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થયો હતો. આ તબક્કા હેઠળ, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ સાથે જ 45 થી 60 વર્ષની વયના આવા લોકોને રસીઓ અપાઈ રહી છે, જેઓ ગંભીર રોગોથી પીડિત છે. જેની ઉમર 60 વર્ષ કે તેથી વધુ છે, તેઓએ રજીસ્ટ્રેશન અને વેક્સિનેશન સમયે ID કાર્ડ સાથે રાખવું પડશે. 45 થી 60 વર્ષના જે લોકોને ગંભીર બીમારી છે, તેઓએ મેડિકલ સર્ટિફિકેટ બતાવવું પડશે.

અત્યાર સુધીમાં 4.85 કરોડ ડોઝ આપવામાં આવ્યા : જાવડેકર
જાવડેકરે કહ્યું કે આજ સુધીમાં દેશમાં 4. 85. કરોડ લોકોને કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. આમાંથી 80 લાખ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 32.54 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

સરકારી સેન્ટરો પર ફ્રી વેક્સિનેશન ચાલી રહ્યું
દેશમાં લગભગ 10 હજાર સરકારી સેન્ટરો અને હજારો પ્રાઈવેટ સેન્ટરો પર વેક્સિનેશન ચાલી રહ્યું છે. સરકારી સેન્ટરો પર વેક્સિન ફ્રી આપવામાં આવી રહી છે, જ્યારે પ્રાઈવેટ સેન્ટરો પર રુ. 250 પ્રતિ ડોઝના હિસાબે વેક્સિન લગાવવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 25 લાખ લોકો મહામારીની ઝપેટમાં, આ આંકડો દુનિયાના ટોપ-10 સંક્રમિત દેશો બાદ સૌથી વધુ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીંયા કોરોનાથી બેકાબૂ બનેલી પરિસ્થિતિનો અંદાજો તે વાતથી જ લગાવી શકાય છે કે દુનિયામાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત 10 દેશો બાદ મહારાષ્ટ્રનો જ નંબર આવે છે. રાજયમાં અત્યાર સુધીમાં 25.04 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે અને દેશમાં સૌથી વધુ સંક્રમણથી અસરગ્રસ્ત રાજ્ય છે.

ગત દિવસે 40,611 કેસ નોંધાયા
સોમવારે, દેશમાં 40,611 કોરોનાના કેસ નોંધાયા હતા, 29,735 સાજા થયા અને 197 મૃત્યુ પામ્યા. આના એક દિવસ પહેલા રવિવારે 47,009 કેસ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં પ્રથમ વખત નવા કેસમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ પહેલા 14 માર્ચે 26,413 કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 24,437 દર્દીઓ મળી આવ્યા હતાં. 15 માર્ચથી તેમાં સતત વધારો થતો રહ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 10,676નો વધારો થયો છે. અત્યારે 3 લાખ 42 હજાર 344 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આજે આ સંખ્યા 3.50 લાખને પાર થઈ શકે છે. દેશમાં અત્યાર સુધી 1 કરોડ 16 લાખ 86 હજાર 330 લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 1 કરોડ 11 લાખ 79 હજાર 59 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1.60 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

અપડેટ્સ

  • પંજાબમાંથી જીનમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા 401 સેમ્પલમાંથી 81%માં બ્રિટનવાળા સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. આનાથી યુવાનોને સૌથી વધુ અસર થઈ રહી છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી અમરિંદર સિંહ ચિંતિત છે.મુખ્યમંત્રીના સલાહકાર રવિલ ઠુકરાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે વેક્સિનેશન કાર્યક્રમમાં 60 વર્ષથી નીચેના લોકોને પણ સામેલ કરવામાં આવે.
  • ઉત્તરપ્રદેશ સરકારે ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ 24 થી 31 માર્ચ સુધી બંધ રખવાનોનિર્ણય લીધો છે. ધોરણ 9 થી 12 સુધીની શાળા 25 થી 31 માર્ચ સુધી બંધ રહેશે. પંચાયત ચિંતાનીમાં પણ સતર્કતા રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપયા છે કે દરેક જીલ્લામાં ઓછામાં ઓછું 1-1 કોવિડ હોસ્પિટલ જરૂરથી હોય.
  • ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આપી હતી. તેમણે લખ્યું. ‘મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક છું અને મને કોઈ સમસ્યા નથી.ડોકટરોની દેખરેખમાં હું સ્વયં આઇસોલેટ થયો છું. જે લોકો મારા સંપર્કમાં આવેલા છે તેઓએ સાવધ રહેવું જોઈએ અને પોતાની તપાસ કરાવવી જોઈએ.
  • પંજાબના એસએએસ નગરમાં પ્રતિબંધો લંબાવાયા છે. અહીં ફરીથી નાઇટ કર્ફ્યુ લગાવી દીધો છે. 20 થી વધુ લોકો સાંસ્કૃતિક અથવા સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે નહીં.
  • સોમવારે મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કોરોનાના 145 નવા કેસ નોંધાયા છે. આમાં વિદ્યાર્થીઓ અને તેમની સાથે સંપર્કમાં રહેલા લોકો સામેલ છે. કેમ્પસમાં અત્યાર સુધીમાં કુલ 299 લોકોને સંક્રમણ લાગ્યું છે. કેમ્પસમાં હાલમાં 5800 વિદ્યાર્થીઓ ક્વોરેંટાઈન છે.

દરરોજ સૌથી વધુ કેસ નોંધાતા 11 રાજયોની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર: 5 દિવસ બાદ કેસમાં ઘટાડો
અહીં સોમવારે કોરોનાના 24,645 કેસ નોંધાયા હતા. 5 દિવસમાં રાજ્યમાં દરરોજ આવતા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 19,463 દર્દીઓ સાજા થયા હતા અને 58 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 25.04 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 22.34 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 53,457 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 2.15 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2. પંજાબ: સતત છઠ્ઠા દિવસે 2 હજારથી વધુ કેસ
અહીં સોમવારે 2,299 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 1,870 દર્દીઓ સાજા થયા હતા અને 58 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.15 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 1.90 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 6,382 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 18,628 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3. ગુજરાત: સતત ત્રીજા દિવસે 1500થી વધુ કેસ
અહીં, સોમવારે સતત ત્રીજા દિવસે કોરોનાના 1,640 કેસ નોંધાયા હતા અને 1,110 દર્દીઓ સ્વસ્થ થયા હતા અને 4 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.88 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 2.76લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,454 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 7,847ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ : સતત પાંચમા દિવસે એક હજાર કે તેથી વધુ કેસ મળી આવ્યા.
સોમવારે અહીં 1,525 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 750 દર્દીઓ સાજા થયા હતા અને 12 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અહીં સતત પાંચમા દિવસે એક હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 3.25 લાખ લોકોને સંક્રમણની ઝેપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 12.૨૨ લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 3,692 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં, 9,205 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

5. કર્ણાટક: એક્ટિવ કેસ 14 હજારને પાર
અહીં સોમવારે 1,445 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 661 દર્દીઓ સાજા થયા હતા અને 10 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.71 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. જેમાં 9.44 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 12,444 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 14,267 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. તામિલનાડુ: સાજા થનાર દર્દીઓ કરતાં લગભગ ડબલ કેસ આવ્યા
સોમવારે અહીં 1,385 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 659 દર્દીઓ સાજા થયા હતા અને 10 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.68 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. જેમાં 8.47 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 12,609 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, 8,619 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

7. મધ્યપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં 1348થી વધુ કેસ આવ્યા
અહીં સોમવારે 1,348 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 754 દર્દીઓ સાજા થયા હતા અને 2 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.77 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. જેમાંથી 2.64 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,908 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 8,908ની સારવાર ચાલી રહી છે.

9. દિલ્હી: 800થી વધુ નવા દર્દીઓ મળી આવ્યા
સોમવારે અહીંયા કોરોનાના 888 કેસ નોંધાયા હતા અને 565 દર્દીઓ સાજા થયા હતા અને 7 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 6.48 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 6.33 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે,જ્યારે 10,963 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 3,934ની સારવાર ચાલી રહી છે.

10. હરિયાણા: એક્ટિવ કેસ 5.5 હજારને પાર
સોમવારે અહીં કોરોનાના 865 કેસ નોંધાયા હતાં અને 519 દર્દીઓ સ્વસ્થ થયાં હતાં અને 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.80 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 2.71 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 3,101 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 5,698 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

11. રાજસ્થાન: નવા કેસ સાજા થનાર દર્દી કરતા વધુ
અહીં સોમવારે 602 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને 176 દર્દીઓ સાજા થયા હતા. આ દરમિયાન 5 લોકોનાં મોત પણ થયાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.26 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. 3.19 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,803 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 4,006ની સારવાર ચાલી રહી છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Business
Ashadeep Newspaper

KBC હોસ્ટ કરવાની પરિવારે ના પાડી તો બચ્ચને કહ્યું’તું ‘હું તો પૈસા માટે જમીન પણ સાફ કરી લઉં’

‘કૌન બનેગા કરોડપતિ’ સૌથી ફેમસ રિયાલિટી શોમાંથી એક છે. છેલ્લા 19 વર્ષથી આ શો બીગ બી જ હોસ્ટ કરે છે.

Read More »
Business
Ashadeep Newspaper

1લી એપ્રિલ પહેલા પાનકાર્ડને આધાર સાથે લિંક કરવું પડશે, લિંક નહીં હોય તો પાનકાર્ડ ઇનએક્ટિવ થશે

પાનકાર્ડ લિંક નહીં કરનારને રૂ.10 હજારનાે દંડ કરવામાં આવશે, 31 માર્ચ છેલ્લી મુદત છે. પાન કાર્ડ અને આધાર કાર્ડ દેશના

Read More »