વર્લ્ડ વોટર ડે : 20 વર્ષમાં 25 ટકા બાળકો પાણી માટે વલખાં મારશે, જાણો આવા જ કેટલાક ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ

વર્લ્ડ વોટર ડે : 20 વર્ષમાં 25 ટકા બાળકો પાણી માટે વલખાં મારશે, જાણો આવા જ કેટલાક ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ

પાણીનું આપણા જીવનમાં સૌથી વધુ મહત્ત્વ છે. પાણી વગર જીવવની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એટલા માટે જ 22 માર્ચે દુનિયાભરમાં વર્લ્ડ વોટર ડે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, પાણીનું મહત્વ સમજાવવાનો તેમજ પાણીને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં દિવસે દિવસે પાણીની સમસ્યા વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે.

વર્ષ 1992માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્લ્ડ વોટર ડે મનાવવાની પહેલ કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 1993થી દર વર્ષે 22મી માર્ચે આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે, પાણી સૌથી મહામુલુ સંસાધન છે. પણ પાણી અંગેના તથ્યો વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ તથ્યો પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, લોકો કેવી રીતે પાણીનો બગાડ કરે છે.

પાણી અંગેના રોચક તથ્ય

 • દુનિયામાં કુલ 1.332 બિલિયન ક્યુબિક કિમી પાણી છે.
 • જે પૈકી 96.5% પાણી દરિયામાં, 1.5 % પાણી બરફ રૂપે અને 1% પાણી જ પીવાલાયક છે.
 • દુનિયામાં રહેલું 1% શુદ્ધ પાણી નદી, તળાવ, ઝરણાં અને અને ભૂગર્ભમાં છે.
 • 1% શુદ્ઘ પાણી પૈકી 50% તો માત્ર રશિયા કેનેડા, ઈન્ડોનેશિયા, બ્રાઝિલ, ચીન અને કોલંબિયા જેવા છ દેશ પાસે જ છે.
 • 1% શુદ્ધ પાણીનો 60મો ભાગ ખેતી અને ઉદ્યોગોમાં વપરાય છે.
 • દુનિયામાં 1.5 અબજ લોકોને પીવાનું શુદ્ઘ પાણી મળતું નથી, એટલે કે, દરેક દસમાંથી બે વ્યક્તિને.
 • તાજાં જન્મેલા બાળકમાં 78% અને પુખ્ત વયની વ્યક્તિમાં 60% પાણી હોય છે.
 • પાણીજન્ય રોગોથી વિશ્વમાં દર વર્ષે 22 લાખ લોકોનાં મોત થાય છે.
 • UNના રિપોર્ટ મુજબ 2040 સુધીમાં દુનિયામાં 4માંથી 1 બાળક તરસ્યું રહેશે.
 • Unicefના રિપોર્ટ મુજબ આગામી 20 વર્ષમાં 600 મિલયન બાળકોને પાણી નહીં મળે
 • છેલ્લા 50 વર્ષમાં પાણી માટે 37 હત્યાકાંડ થયા છે.
 • દુનિયામાં દર વર્ષે 3 અબજ લીટર બોટલ પેક પાણી પીવાય છે.
 • બાથ ટબમાં નાહતી વખતે 300થી 500 લીટર પાણી વપરાય છે
 • 1 કપ કોફી માટે બિન ઉગાડવા 200 લીટર પાણીની જરૂર પડે છે.
 • બ્રશ કરતી વખતે કોક ખુલો રહે તો 25થી 30 લીટર પાણી બગડે છે
 • શુદ્ધ પાણીને કોઈ સુગંધ કે સ્વાદ હોતો નથી, તેના PH લગભગ 7 હોય છે.​​​​​​​

( Source – Divyabhaskar )