અફરાતફરી : ‘જો એન્ટ્રી જ નહોતી આપવી તો આંમત્રણ શું કામ આપ્યું’, ધારાસભ્યો લોકોને બસો ભરી ભરી લઈ આવ્યા,પણ આશ્રમમાં એન્ટ્રી ન મળતા હોબાળો

સભાનો ડોમ ભરાઈ જતાં લોકોને બહાર કાઢતાં આક્રોશનો માહોલ ફેલાયો હતો

ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લીધો છે. વહેલી સવારથી રાજ્ય તેમજ દેશના ખૂણે ખૂણેથી લોકો ગાંધી આશ્રમમાં આવ્યા છે. ત્યારે સભાનો ડોમ ભરાઈ જતાં લોકોને બહાર કાઢતાં આક્રોશનો માહોલ ફેલાયો હતો. પોલીસ સાથે ઘર્ષણ થતાં લોકોએ કહ્યું, ધારાસભ્યો બસો ભરી ભરી લઈ આવ્યા, પણ આશ્રમમાં એન્ટ્રી નથી મળી, તો આમંત્રણ જ શું કામ આપ્યું.

સાબરકાંઠાથી આવેલા 50થી 60 લોકોને અભયઘાટના ગેટથી જ ધકેલી દીધા હતા, જેને કારણે કાર્યકરોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો હતો. પોલીસ દ્વારા તમામને સમજાવવાના પ્રયાસો કરાયા હતા. ત્યાર બાદ કેટલાકને બત્રીસી હોલમાં બેસાડ્યા હતા. સાણંદ, તલોદ જેવા અલગ અલગ જગ્યાએથી આવેલા લોકોને પણ પરત મોકલવામાં આવ્યાં હતા.

પોલીસે તમામને બત્રીસી ભવનમાં બેસાડ્યા
સાબરકાંઠાથી આવેલા લોકોએ TDOને ફોન કરીને ખખડાવ્યા હતા. એક કાર્યકરે કહ્યું હતું કે, અમને આટલા દૂરથી બધી તૈયારી કરીને પાસ ચકાસીને મોકલ્યા અને હવે તમે ના પડો છો, સાથે બીજા કાર્યકારે પોલીસને કહ્યું, ગાંધીજીના કાર્યકમમાં જ આવી રીતે રોકવામાં આવે છે તો હવે કોઈને કઈ કહેવા જેવું નથી. પોલીસે તમામને આશ્રમની બાજુના બત્રીસી ભવનમાં બેસાડ્યા.

ભાજપના કોર્પોરેટર માસ્ક વિના કાર્યક્રમમાં પ્રવેશ્યા
વડાપ્રધાનના આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા અનેક લોકો પહોંચ્યા હતા.જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આવ્યા હતા; ત્યારે ઇસનપુરનાં ભાજપના મહિલા કોર્પરેટર મોના રાવલ માસ્ક વિના જોવા મળ્યાં હતાં. કોરોના કેસ વધતાં તંત્ર વધારે સજજ થયું છે; ત્યારે ભાજપનાં કોર્પોરેટર માસ્ક વિના કાર્યક્રમમાં પ્રવેશતાં જોવા મળ્યાં હતા.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

ગુજરાતમાં પાન-મસાલાના બંધાણીઓની હવે ખેર નથી, કાલથી લાગુ થશે એક આકરો નિર્ણય

ગુજરાતમાં કોરોના હવે કાબુ બહાર જઈ રહ્યો છે. રોજના 900 પર કેસ આવી રહ્યા છે. એવામાં સરાકાર જરૂરી પગલાં પણ

Read More »
Life Style
Ashadeep Newspaper

આ છે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ, જાણો ભારત-પાકિસ્તાન કયા નંબર પર

કોઇપણ દેશનો પાસપોર્ટ દુનિયામાં એ દેશની સાખને પ્રસ્તુત કરે છે. પાવરફુલ એટલે કે શક્તિશાળી પાસપોર્ટનો અર્થ છે કે તમે કેટલાં

Read More »