કાયદાનો દુરપયોગ કરી મકાન માલિકને હેરાન કરતા ભાડુઆતો માટે સુપ્રીમકોર્ટનો ‘ક્લાસિક’ ફેંસલો

કાયદાનો દુરપયોગ કરી મકાન માલિકને હેરાન કરતા ભાડુઆતો માટે સુપ્રીમકોર્ટનો ‘ક્લાસિક’ ફેંસલો

મકાન માલિક અને ભાડુઆતના ઝઘડા કોઇ પણ જગ્યાએ એક સામાન્ય વાત છે. વિવાદ વધતા મામલો કોર્ટમાં પણ જાય છે અને ફેંસલો પણ આવે છે. પરંતુ સુપ્રીમકોર્ટ Supreme Court સામે એક એવો કેસ આવ્યો જેને કોર્ટે ક્લાસિક કેસ કહ્યો છે. ન્યાયિક પ્રક્રિયાનો ખોટી રીતે ઉપયોગ થાય છે, આ આધારે સુપ્રીમ કોર્ટે ક્લાસિક કેસની સંજ્ઞા આપી છે.

ભાડુઆત ભરે દંડ અને 11 વર્ષનું ભાડું

સુપ્રીમ કોર્ટે એક ભાડુઆત વિરૂદ્ધ ફેંસલો સંભળાવ્યો છે. જેને મકાન માલિકને તેની પ્રોપર્ટીથી ત્રણ દાયકા સુધી દૂર રાખ્યો. કોર્ટે ભાડુઆત પર 1 લાખ રૂપિયાની પેનલ્ટી લગાડવાની સાથે માર્કેટ રેટ પર 11 વર્ષનું ભાડુ આપવાનો આદેશ પણ કર્યો છે.

મકાન માલિક અને ભાડુઆતનો ક્લાસિક કેસ

મકાન માલિક અને ભાડુઆતનો ક્લાસિક કેસ બેંચના જસ્ટિસ કિશન કૌલ અને આર સુભાષ રેડ્ડીએ કહ્યું કે, કોઇના હકને લૂટવા માટે કોઇ કેવી રીતે કાયદાનો દુરપયોગ કરે છે આ કેસ તેનું ક્લાસિક ઉદાહરણ છે. આ મામલો પશ્ચિમ બંગાળના અલીપુરમાં એક દુકાનને લઇ છે. સુપ્રીમ કોર્ટની બેંચ એ આદેશ આપ્યો કે દુકાનને કોર્ટના આદેશના 15 દિવસની અંદર મકાનમાલિકને સોંપી દેવામાં આવે.

બજારભાવે અત્યાર સુધીનું ભાડુ પણ આપવું પડશે.

કોર્ટે ભાડુઆતને આદેશ આપ્યો કે, માર્ચ 2010થી અત્યાર સુધીનું બજાર ભાવનું જે ભાડું થાય છે તે ત્રણ મહિનાની અંદર માલિકને ચૂકવવું પડશે. આ સિવાય કોર્ટના સમયનો વેડફાટ અને મકાન માલિકને કોર્ટની કાર્યવાહીમાં ઘસેડી સુપ્રીમ કોર્ટમાં લાવવા માટે કોર્ટે ભાડુઆતને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

શું હતો આખો મામલો?

ખરેખર મામલો 1967નો છે જ્યારે લબન્યા પ્રવા દત્તાએ અલીપુરમાં પોતાની દુકાન 21 વર્ષ માટે લીઝ પર આપી. લીઝ સમાપ્ત થયા બાદ 1988માં મકાન માલિકે ભાડુઆત પાસે દુકાન ખાલી કરવા માટે કહ્યું. પરંતુ એવું થયુ નહીં. ત્યારે 1993માં સિવિલ કોર્ટમાં ભાડુઆતને નિકાળવા માટે એક કેસ દાખલ થયો. જેનો નિર્ણય 2005માં મકાન માલિકના પક્ષમાં આવ્યો.

તેના પછી 2009માં કેસ ફરીથી દાખલ થયો અને 12 વર્ષ સુધી ચાલ્યો. આ કેસ દેબાશીષ સિન્હા નામના વ્યક્તિએ દાખલ કર્યો હતો જે ભાડુઆતનો ભત્રીજો હતો. દેબાશિષનો દાવો હતો કે, તે ભાડુઆતનો બિઝનેસ પાર્ટનર પણ છે. પરંતુ કોર્ટે દેભાશીષની અરજીને ફગાવી દીધી અને તેને માર્ચ 2020માં માર્કેટ રેટનું ભાડુ ચૂકવવા પણ કહ્યું.

( Source – Sandesh )