અમેરિકા – મેરિલેન્ડમાં મોટેલ ચલાવતા ભરથાણાના પટેલ દંપતી પર ફાયરિંગ, પત્નીનું મોત

અમેરિકા – મેરિલેન્ડમાં મોટેલ ચલાવતા ભરથાણાના પટેલ દંપતી પર ફાયરિંગ, પત્નીનું મોત

20 વર્ષથી મેરિલેન્ડમાં સ્થાયી દિલીપ પટેલ ફાયરિંગમાં ઘવાયા

ભારતમાં સવારે 10 વાગ્યા હતા ત્યારે અમેરિકા સ્થાયી એવા ભરથાણાના કણબી પટેલ દંપતી પર શુક્રવારે મધરાત્રે અજાણ્યાઓ ફાયરિંગ કરી ફરાર થયા હતા. જેમાં 58 વર્ષીય ઉષાબેન પટેલનું ટૂંકી સારવારમાં મોત થયું હતું. જ્યારે પતિ દિલીપભાઈને પગ-છાતીના ભાગે ગોળી વાગી હતી. હાલમાં તેઓ સારવાર હેઠળ છે. આ ઘટના અમેરિકાના એલ્કટોનના મેરીલેન્ડમાં બની છે.

ભરથાણાનું દંપતી મેરીલેન્ડમાં મોટેલનો બિઝનેસ 20 વર્ષથી કરે છે. આ બાબતે કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી મળી નથી. વધુમાં દંપતીના સંબંધીઓ મારફતે જાણવા મળ્યું કે મોટેલમાં મોડીરાતે પતિ-પત્ની બેઠા હતા તે સમયે અજાણ્યાઓએ ફાયરિંગ કર્યુ હતું. શા માટે ફાયરિંગ કર્યુ તેની માહિતી નથી. પરિવારમાં તેમનો મોટો પુત્ર કેયૂર મેરીડ છે, જયારે કેતુલના લગ્ન બાકી છે. ભરથાણામાં તેનું બંધ મકાન છે.

( Source – Divyabhaskar )