વિશ્વમાં મોબાઇલ ઇન્ટરનેટ વાપરવામાં ભારત નંબર વન, જાણો ડેટા ખર્ચ વિશે

વિશ્વમાં મોબાઇલ ઇન્ટરનેટ વાપરવામાં ભારત નંબર વન, જાણો ડેટા ખર્ચ વિશે

મોબાઈલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં ભારત વિશ્વમાં સૌથી આગળ છે. 2018 ના અંત સુધીમાં દર મહિને એક ફોનમાં 9.8 જીબી ડેટાનો ઉપયોગ થયો હતો. તેમજ ભારત દેશમાં કુલ મોબાઇલ ડેટાનો વપરાશ 4.6 અબજ જીબી છે, જે 2024 સુધી વધીને 16 અબજ જીબી થશે. આ જાણકારી એરિકન મોબિલિટી અહેવાલ જૂન 2019 થી આવી છે.

અહેવાલમાં જણાવાયું છે કે 2024 સુધીમાં ભારતીય પ્રદેશ (ઇન્ડિયા, નેપાલ, ભુટાન) માં સ્માર્ટફોન ગ્રાહકોની સંખ્યા 11 ટકાના ઝડપે વધીને 1.1 અજબ સુધી પહોંચશે. ફક્ત મોબાઇલ બ્રોડબેન્ડ ઉપયોગકર્તાઓ 61 કરોડથી વધીને 2024 માં સવા અજબ થઈ જશે. તાજેતરમાં જ અડધાથી વધુ લોકો મોબાઇલ બ્રોડબેન્ડનો ઉપયોગ કરી રહ્યાં છે.

હાઇસ્પિડ ઇન્ટરનેટના કારણથી વધ્યા વીડિયો:
સૌથી મોટી ક્રાંતિ તો વીડિયોમાં થઇ છે. હાઇસ્પિડ ઇન્ટરનેટના કારણે લોકોને ફોન પર લાઇવ વીડિયો જોવા વધુ પસંદ આવે છે. અને માનવામાં આવે છે કે 5 જી આવતા પછી તેમાં જબરદસ્ત ઉછાળો આવશે. 2018 માં જે યુઝર 9.8 જીબી દર મહિને ખર્ચ કરે છે, તો 2024 સુધીમાં તેટલી ઝડપ આવી જશે કે લોકો 18 જીબી ડેટા દર મહિને ખર્ચ કરશે. તેમાં પણ 74% ખર્ચ વીડિયો પર થશે.

અમેરિકા, યુરોપ નીકળી જશે આગળ:
અહેવાલમાં જણાવાયું છે કે મોબાઇલ ડેટા ખર્ચમાં આપણે હજી આગળ વધીશું, પરંતુ 2024 સુધી અમેરિકા અને યુરોપ આપણને પાછળ છોડી દેશે. અમેરિકામાં 2024 સુધી 63% લોકો 5 જી પર રહેશે અને ત્યાં એક વપરાશકર્તા દર મહિને 39 જીબી ડેટા ખર્ચ કરશે. પશ્ચિમ યુરોપના લોકો 32 જીબી ડેટા દર મહિને ખર્ચ કરશે.