મોદી સરકાર ટેક્સ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ બનાવવા માટે લાવશે આ નિયમ, જાણો કોને થશે ફાયદો

મોદી સરકાર ટેક્સ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ બનાવવા માટે લાવશે આ નિયમ, જાણો કોને થશે ફાયદો

ટેક્સ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ બનાવવા માટે સરકાર હવે આ પ્રકારનો નિયમ બનાવી શકે છે, જેનાથી ચાર વર્ષથી જૂની કર આકારણી ફરીથી ખોલી શકાશે નહી. એક સરકારી અધિકારીએ આ માહિતી આપતા કહ્યું કે નિયમોમાં પરિવર્તન ગંભીર ટેક્સ ગુનાથી સંબંધિત બાબતોમાં લાગુ પડશે નહી. વર્તમાન નિયમો પ્રમાણે, હમણાં છ વર્ષ સુધીના ટેક્સ આકારણીની તપાસ કરી શકાય છે.

સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે હવે દરખાસ્ત પર વિચારણા થઈ રહી છે અને 5 મી જુલાઈના રોજ બજેટ રજૂ થાય તે પહેલાં નિર્ણય લેવામાં આવશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેક્સ વિભાગને અલગ અલગ સ્રોતોથી ક્વોલિટી માહિતી મળે છે. આથી વ્યવસ્થામાં સુધારો થયો છે. તેમણે કહ્યું કે કોઈ કેસમાં એસેસમેન્ટ ફરીથી ઓપન કરવું કે નહીં, તે નક્કી કરવા માટે ચાર વર્ષનો સમય પૂરતો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે પ્રથમ કાર્યકાળમાં ટેક્સ ચોરી પર પ્રતિબંધ મૂક્યો હતો, સિસ્ટમ્સને સખ્ત બનાવીને અનેક ટેક્સ ફ્રેન્ડલી ઉપાયો કરવામાં આવ્યા હતા. તેમણે ડાયરેકટ અને ઇન્ડારેક્ટ ટેક્સ સાથે જોડાયેલા કેસોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. ટેક્સ સિસ્ટમને સરળ બનાવવી હજુ પણ સરકારના એજન્ડામાં મોખરે છે. અસેસમેન્ટથી સંબંધિત તાજેતરના પ્રસ્તાવ ટેક્સપેઅર ફ્રેન્ડલી ઉપાયોનો ભાગ છે અને આના પર અત્યારે કામ ચાલી રહ્યું છે.