વિશ્વ ઉમિયાધામમાં આજે પ્રથમ પાટોત્સવ સમારોહ, 10થી વધુ પગપાળા સંઘ ઉમિયાધામ સંકુલ પહોંચશે

વિશ્વ ઉમિયાધામમાં આજે પ્રથમ પાટોત્સવ સમારોહ, 10થી વધુ પગપાળા સંઘ ઉમિયાધામ સંકુલ પહોંચશે

જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા સામાજિક સશક્તીકરણ કેન્દ્રસમા વિશ્વ ઉમિયાધામમાં મા ઉમિયાના 451 ફૂટ ઊંચા મંદિરની શિલાન્યાસ વિધિ 28, 29 ફેબ્રુઆરી 2020ના રોજ સંપન્ન થઈ હતી. આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામ સંકુલ ખાતે મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી, જેના પ્રથમ પાટોત્સવની ઉજવણી વિશ્વ ઉમિયાધામ ખાતે રવિવારે કરવામાં આવશે. પ્રથમ પાટોત્સવ સમારોહમાં મહામંડલેશ્વર મહંત દુર્ગાદાસજી બાપુ (લાલાજી મહારાજની જગ્યા, સાયલા) તથા કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રી (જોષીપુરાવાળા, વીરમગામ) ઉપસ્થિત રહેશે.

પાટોત્સવમાં નવચંડી, રાસ-ગરબા પણ યોજાશે

  • સવારે 8.15 વાગ્યે: અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 10થી વધુ પગપાળા સંઘ સરદાર ધામ ખાતે આવશે.
  • સવારે 8.30 વાગ્યે: મા ઉમિયા સ્મૃતિ મંદિર પરિસરમાં નવચંડી મહાયજ્ઞ
  • 9.30 વાગ્યે: પાલખી યાત્રા અને સ્મૃતિ મંદિરનું ધજારોહણ થશે.
  • 10.15 વાગ્યે: મા ઉમિયાના મહા અન્નકૂટનાં દર્શન, પૂજા અને આરતી.
  • 10.45 વાગ્યે: મુખ્ય પાટોત્સવ સમારોહ.
  • સાંજે 6.30 વાગ્યે: 151 દીવડાથી મા ઉમિયાની મહાઆરતી.
  • સાંજે 7 વાગ્યાથી: સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાસ-ગરબાનું આયોજન. આ સાથે જ મા ઉમિયાના રથનું ફરી વખત પરિભ્રમણ પણ શરૂ થશે. રથ વિશ્વ ઉમિયાધામ સંકુલથી સાબરકાંઠા જિલ્લાની યાત્રાએ નીકળશે.

( Source – Divyabhaskar )