કેનેડાએ નિયમો સરળ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા 45% વધી, લોકડાઉનમાં આર્થિક ટેકો કરતાં વિશ્વાસ વધ્યો

કેનેડાએ નિયમો સરળ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા 45% વધી, લોકડાઉનમાં આર્થિક ટેકો કરતાં વિશ્વાસ વધ્યો

  • અમેરિકા કરતા કેનેડા તરફ વિદ્યાર્થીઓનો ઝૂકાવ વધી ગયો
  • ઘરે રહી ભણવાની પરવાનગી આપી, 2 હજાર ડૉલર આપ્યા

કેનેડાએ ભણવાની છૂટ-છાટ અને લોકડાઉનમાં વિદ્યાર્થીઓને આર્થિક સપોર્ટ કરતા આ વર્ષે ગત વર્ષ કરતા 30 ટકા જેટલા વિદ્યાર્થીઓએ કેનેડા જવાની તૈયારી દર્શાવી છે. 10થી 12 હજાર જેટલા શહેરના વિદ્યાર્થીઓ આ વર્ષે વધુ જશે. વિદ્યાર્થીઓ અત્યારથી જ ત્યાં એડમિશન લઈને ભણી રહ્યા છે. કેટલીક અભ્યાસક્રમ અહીં રહીને કર્યા બાદ સપ્ટેમ્બરમાં કેનેડા જશે. જે બાદ યુકે અને ત્રીજા નંબરે યુએસ જવાની તૈયારીઓ શહેરના વિદ્યાર્થીઓની થઇ રહી છે. તેવામાં સિટી ભાસ્કરે વિઝા કન્સલ્ટન્સી સાથે વાત કરતા વિદ્યાર્થીઓની વિદેશ જવાની તૈયારીઓ વિશે વધુ જાણવા મળ્યું હતું.

કેનેડિયન ગવર્નમેન્ટે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કે જેઓ ભણવાની સાથે જોબ કરી રહ્યા હતા તેમના બધાના ખાતામાં 2-2 હજાર ડૉલર જમા કરાવ્યા હતા. ભણવાનું બગડે નહીં અને તેઓ સેફ ઘરે રહે જેથી એક વર્ષનો કોર્સ પણ ઈન્ડિયામાં 6 મહિના ઘરે રહી ઓનલાઈન ભણી શકે તેમ કર્યું હતું. ત્યારબાદ પણ વર્ક પરમિટ આપી હતી. બે વર્ષનો કોર્સ હોય તો એક વર્ષનું વર્ક પરમિટ તમને મળશે. આ નિયમો શરૂઆતમાં હતા પરંતુ લેટેસ્ટ નિમય મુજબ એક વર્ષનો કોર્સ તમે કેનેડામાં ગયા વિના જ ઓનલાઈન પૂરો કરશો તો પણ વર્ક પરમિટ જરૂરથી મળશે.

45 ટકા વિદ્યાર્થીઓની પહેલી પસંદ બન્યો છે કેનેડા
અત્યારે કેનેડા, યુકે અને યુએસ બોર્ડર સ્ટુડન્ટ વિઝા માટે ઓપન છે પરંતુ સૌથી વધુ વિદ્યાર્થીઓ કેનેડા જવા માંગે છે. મારે ત્યાં ગત વર્ષ કરતા 45 ટકા વિદ્યાર્થીઓ કેનેડા માટે વધુ આવ્યા છે. કોરોનામાં જે સપોર્ટ કર્યો હતો તેના કારણે લોકો કેનેડા તરફે પોઝિટિવ વિચારે છે. -ભાવિન ઠાકર, એક્સપર્ટ કન્સલ્ટન્ટ

​​​​​​​વર્ક પરમિટની છૂટછાટ હોવાથી કેનેડા પહેલી પસંદ
લૉકડાઉન બાદ રૂટિન દિવસોની જેમ ઈન્કવાયરી શરૂ થઈ ગઈ હતી. જેમાંથી સૌથી વધુ પહેલાથી જ ઈન્કવાયરી કેનેડા જવાની હતી. ગત વર્ષે અમારે ત્યાંથી 400થી 500 વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા. આ વર્ષે તેમાં 25 ટકા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. -ધર્મેશ શાહ , કન્સલ્ટન્ટ

ટ્રમ્પે રિજેક્શન વધાર્યું હતું જે બાઈડને ઓપન કરી દીધું
અમેરિકા તરફ ટ્રમ્પ બાદ વિદ્યાર્થીઓનો ઝૂકાવ વધ્યો છે. ટ્રમ્પે રિજેક્શન વધાર્યું, બાઈડને ઈમિગ્રેશન ઓપન કર્યું. ટ્રમ્પના સમયે કંપનીએ એમ્પ્લોઇને ડબલ સેલેરી આપવો પડતો. ઓપોર્ચ્યુનિટી ઘટી હતી. બાઈડનના સમયમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ થયા છે. -વિવેક શાહ, સીપીએ, ઈમિગ્રેશન એક્સપર્ટ

( Source – Divyabhaskar )