નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ : પાણીના ગ્લાસ રૂ.10માં વડાપાંઉના 80 વસૂલાયા, 45 હજારે મેચ જોઈ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ : પાણીના ગ્લાસ રૂ.10માં વડાપાંઉના 80 વસૂલાયા, 45 હજારે મેચ જોઈ

ખાણીપીણીની વસ્તુઓની ઊઘાડી લૂંટ ચલાવાઈ

મોટેરાના નવનિર્મિત સ્ટેડિયમ ખાતે બુધવારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ શરૂ થઈ છે. મેચના પ્રથમ દિવસે 26 હજારથી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું. જ્યારે 45 હજાર પ્રેક્ષકોએ મેચ જોઈ હતી. 1 લાખથી વધુની કેપેસિટીવાળા સ્ટેડિયમમાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરંતુ સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી. જેનો સ્ટેડિયમમાં સ્ટોલ રાખનારાઓએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. પાણીનો એક ગ્લાસ રૂ.10, છાશનો ગ્લાસ રૂ.30માં જ્યારે વડાપાંઉ રૂ.40માં અને રૂ.30માં સમોસા વેચાયા હતા. જ્યારે પાણીની 500 મીલીની બોટલ રૂ.50 માં વેચવામાં આવી હતી. તેમ છતાં સાંજે 7 વાગ્યે તો પાણીની બોટલો ખૂટી ગઈ હતી.

મેચને લઈને ખેલાડીઓ ઉપરાંત ફેન્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચ જોવા આવનારા પ્રેક્ષકો માટે 23 પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટેડિયમના 1 અને 2 નંબરના ગેટ પરથી લોકોને ચેક કરીને એન્ટ્રી આપવામાં આવતી હોવાથી 1 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી ગઈ હતી.

દિશાનિર્દેશ ન હોવાથી પાર્કિંગ શોધવામાં મુશ્કેલી પડી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી મેચના દિવસે પહેલાં જ દિવસે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. પાર્કિંગ પ્લોટ સુધી જવા માટે રસ્તા ઉપર ક્યાંય એરો મૂકવામાં આવ્યા ન હોવાથી લોકોને પાર્કિંગ શોધવા વાહન લઈને કલાકો સુધી આમ તેમ ફરવું પડ્યું હતું. વાહન પાર્ક કરીને દોઢ કિલોમીટર ચાલતા સ્ટેડિયમ સુધી પહોંચ્યા બાદ અંદર એન્ટ્રી લેવા માટે 1 કિલો મીટર જેટલી લાંબી લાઈનમાં ઉભું રહેવંુ પડ્યું હતું. સ્ટેડિયમની અંદર અને બહાર આટલી બધી પોલીસ હોવા છતાં લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ નહોતું જળવાયું. મેચ જોવા આવનારા પ્રેક્ષકો માટે સ્ટેડિયમની આસપાસ 23 પ્લોટમાં વાહન પાર્કિંગ બનાવવામાં આવ્યા હતા. પરંતુ કયુ પાર્કિંગ ક્યાં આવ્યું તેનો નકશો મેચની ટિકિટમાં કે પાર્કિંગની ટિકિટમાં દર્શાવાયો ન હતો. તેમજ પાર્કિંગ સુધી જવા માટે રસ્તામાં ક્યાંય એરો પણ મૂકવામાં આવ્યા ન હતા. જેના કારણે ચાલકો વાહન લઈને ફરતા રહ્યા હતા.

ખાણીપીણીની વસ્તુઓની ઊઘાડી લૂંટ ચલાવાઈ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને ખાવા-પીવાની કોઈ પણ વસ્તુ લઈ જવા દેવામાં આવી ન હતી. જેનો સ્ટેડિયમમાં સ્ટોલ રાખનારાઓએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. પાણીનો એક ગ્લાસ રૂ.10, છાશનો ગ્લાસ રૂ.30માં જ્યારે વડાપાંઉ રૂ.40માં અને રૂ.30માં સમોસા વેચાયા હતા. જ્યારે પાણીની 500 મીલીની બોટલ રૂ.50 માં વેચવામાં આવી હતી. તેમ છતાં સાંજે 7 વાગ્યે તો પાણીની બોટલો ખૂટી ગઈ હતી.

સ્ટેડિયમની અંદર અમૂલ પાર્લરના 50 સ્ટોલ બનાવવા આવ્યા હતા. જ્યાં પાણીની બોટલ – છાશ સહિતનું વેચાણ કરવામાં આવ્યુ હતુ. જો કે શરૂઆતમાં પાણીની 500 મીલીની બોટલ કે જે બહાર 10 રૂપિયામાં મળે છે તે 50 રૂપિયામાં વેચવામાં આવી હતી. જ્યારે છાશનો એક ગ્લાસ 30 રૂપિયામાં વેચવામાં આવતો હતો. પરંતુ ગરમીના કારણે લોકોએ પાણીની બોટલો વધારે વેચાઈ જતા સાંજે 7 વાગ્યે તો બોટલો ખુટી પડી હતી. ત્યારબાદ 10 રૂપિયામાં પાણીનો એક ગ્લાસ વેચવાનું શરૂ કર્યુ હતું. જ્યારે છાશના ગ્લાસનો ભાવ પણ વધારીને 40 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. અનેક પ્રેક્ષકોએ ના છૂટકે ઊંચા ભાવે ખાણીપીણીની વસ્તુ ખરીદવાની ફરજ પડી હતી.

પીત્ઝાના 200, બર્ગરના રૂ.100

ખાવા – પીવાની વસ્તુભાવ (રૂપિયામાં)
પાણીનો 1 ગ્લાસ10
છાશનો ગ્લાસ40
પાણીની બોટલ50
વડાપાંઉ 2 નંગ80
સમોસા 2 નંગ60
પોપકોર્ન70
સ્મોલ પીત્ઝા230
બર્ગર100
સેન્ડવીચ60

( Source – Divyabhaskar )