ગૌરવ : આણંદના પરિવારના 3 સભ્યોના નામ બીજી વખત મંગળ પર પહોંચ્યા, ઇલેકટ્રોન બિમથી વાળના હજારમાં ભાગ જેવડા અક્ષરે ચીપ પર નામ નોંધાયા

ગૌરવ : આણંદના પરિવારના 3 સભ્યોના નામ બીજી વખત મંગળ પર પહોંચ્યા, ઇલેકટ્રોન બિમથી વાળના હજારમાં ભાગ જેવડા અક્ષરે ચીપ પર નામ નોંધાયા

પર્સિનરન્સ લેન્ડર રોવર મિશન અંતર્ગત નાસા દ્વારા નામ મોકલવામાં આવ્યા

નાસાનું પર્સિવરન્સ લેન્ડર-રોવર મિશન માર્સ 2020 તાજેતરમાં સફળતા પૂર્વક મંગળની સપાટી પર ઉતરી ગયું છે. 203 દિવસમાં 47.02 કરોડો કિલોમીટરની સફર કરીને મંગળ ઉતારણ કર્યુ છે. પર્સિવરન્સ લેન્ડ રોવર સાથે પૃથ્વી પરના 10.09મિલિયન લોકોએ નામ મંગળની ધરા પર પહોંચ્યો છે.જેમાં આણંદ શહેરના શાહ પરિવારના ત્રણ સભ્યોના નામ મંગળ પર પહોંચી ગયા છે.જેમાં ઇલેકટ્રોન બિમથી વાળના હજાર ભાગ જેટલી સાઇઝના અક્ષરે ચીપ પર નામ નોંધવામાં આવ્યા છે.માનવી 47.02 કરોડ કિ.મી.દૂર આવેલા મંગળ ગ્રહ પર પહોંચી શકયો નથી. પરંતુ તેનું નામ મંગળ પર પહોંચ્યું છે.

દીકરીએ મતા-પિતા સહિત નામનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
આણંદના અર્જુનભાઇ શાહ અને તેમના પત્ની લતા શાહ અને પુત્રી એકતા શાહનું નામ મંગળ પર પહોંચી ગયું છે. તેમની એકતા શાહ અમેરિકાના ન્યુ યોર્કમાં રોચેસ્ટર ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (આરઆઇટી) એસ્ટ્રો ફિઝીકસ વિષયમાં પીએચડીના અભ્યાસ કરી રહી છે. આણંદની એકતા શાહે તેના માતા પિતા સહિત ત્રણે જણાનું નામ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નામ નોંધવનારાને મંગળ પર જવાનું નથી. પરંતુ નાસાના મિશન સાથે ફીટ બે ચીપમાં તેમના નામ મંગળ પર પહોંચ્યા છેય આ નામોમાં બે ડઝન નામો ગુજરાતીઓના પણ છે.

બીજી વખત ત્રણેયના નામ મંગળમાં પહોંચ્યા
અગાઉ શાહ પરિવારના ત્રણે વ્યકિતના નામ મંગળ પર ઇન્સાઇટ મિશન અતર્ગત પહોંચ્યા હતા. આમ તેઓના બીજી વખત મંગળની ધરતી પર પહોંચ્યા છે. જે આણંદ જિલ્લા માટે ગૌરવની વાત છે. નાસા તરફથી હવાઇ મુસાફરી દરમિયાન અપાતા બોર્ડિંગ પાસ જેવા આકારની ટિકીટ ઇમેજ નામ નોંધાવનારને આપવામાં આવી છે .જો કે 2019 સુધીમાં બીજા રાઉન્ડનું રજીસ્ટ્રેશન થયું હતું. આ વખતે સીધા જ ચીપમાં નામ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે.

( Source – Divyabhaskar )