239 પેસેન્જર ભરેલા MH-370 પ્લેન ક્રેશને લઇ થયો જબરદસ્ત મોટો ચોંકાવનારો દાવો

મલેશિયા એરલાઇન્સ ફ્લાઇટ 370 એ 8મી માર્ચ 2014ના રોજ કુઆલમ્પુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પોતાના નક્કી સમય પર ઉડાન ભરવાની હતી પરંતુ બાદમાં તે રડાર પરથી ગાયબ થઇ ગયું હતું. તેમાં 239 લોકો સવાર હતા. બાદમાં પ્લેનના અવશેષ હિંદ મહાસાગરમાંથી મળ્યા હતા. હવે આ કેસમાં એક મેગેઝીને ચોંકાવનારી માહિતી આપી છે. દાવો કર્યો છે કે વિમાનને સંભાળતા પાયલટ જાહિરી અહમદ શાહે જાણી જોઇને ક્રેશ કર્યું હતું.

ધ એટલાન્ટિક મેગેઝીનના એક રિપોર્ટ પ્રમાણે શાહ ડિપ્રેશનની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હતા. તેમની પર્સનલ લાઇફમાં બધુ બરાબર નહોતું. તેઓ બે મોડલ્સના દિવાના હતા, તેની તસવીરો તેમણે ઇન્ટરનેટ પર જોઇ હતી. તેમના એર હોસ્ટેટની સાથે સંબંધોના લીધે તેમની પત્ની તેમને છોડી ચૂકી હતી. તેમની માનસિક સ્થિતિ બરાબર નહોતી.

પહેલાં જ મરી ગયા હતા પેસેન્જર!
રિપોર્ટના લેખકે દાવો કર્યો છે કે તપાસમાં એ સામે આવ્યું છે કે વિમાનના સાધનોને મેન્યુઅલી બંધ કરી દીધા હતા. એટલું જ નહીં પાયલટ પહેલેથી જ વિમાનને ક્રેશ કરવાનું મન બનાવી ચૂકયો હતો. તેને અંજામ આપવા માટે પહેલાં તે વિમાનને એ ઉંચાઇ પર લઇ ગયો જેનાથી પ્લેનની અંદર ઓક્સિજનની અછતથી થઇ જાય છે.

મેન કેબિનમાં ઑક્સિજનના માસ્ક માત્ર 15 મિનિટ સુધી સહારો આપી શકે છે. શાહની પાસે કોકપિટમાં ઓક્સિજન હશે, આથી તેઓ કલાકો સુધી ઉંચાઇ પર વિમાનને ફેરવતા રહ્યા. તેના લીધે અન્ય લોકો ઓક્સિજનની અછતથી બેભાન થઇ ગયા અને પછી તેમના મોત થઇ ગયા. એટલે ક્રેશ થયા પહેલાં જ પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થઇ ચૂકયા હતા.

ઉંચાઇ પર લઇ જઇને સીધું ક્રેશ
રિપોર્ટમાં કહ્યું છે કે પહેલાં શાહ વિમાનને ઉંચાઇ પર લઇ ગયા અને પછી ત્યાંથી સીધું પ્લેનને નીચેની તરફ વાળી દીધું. આથી વિમાન ઝડપી ગતિથી નીચે આવ્યું અને દરિયામાં ક્રેશ થઇ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

ભુટ્ટોએ કહ્યું- પહેલા આપણે શ્રીનગર લેવાની વાત કરતા હતાં, હવે મુઝફ્ફરાબાદ બચાવવાના ફાંફાં

બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલે કહ્યું- ઈમરાન ખાન ઇલેક્ટેડ નહિ, સિલેક્ટેડ પ્રધાનમંત્રીભુટ્ટોના પિતા આસિફ અલી ઝરદારી લાંબા સમયથી ભ્રષ્ટાચારના આરોપોમાં જેલમાં

Read More »
World
Ashadeep Newspaper

કોરોનાનો ભયંકર ડર: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે કરી જબરદસ્ત મોટી જાહેરાત

કોરોના વાયરસના કહેરના લીધે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે. તેમણે અમેરિકામાં નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે.

Read More »