અનોખા લગ્ન : લાંબા સમય સુધી લિવ-ઇનમાં રહ્યા બાદ એક જ મંડપમાં પિતા-પુત્ર, સસરા-જમાઈ, બહેન-બનેવીએ કર્યા લગ્ન

અનોખા લગ્ન : લાંબા સમય સુધી લિવ-ઇનમાં રહ્યા બાદ એક જ મંડપમાં પિતા-પુત્ર, સસરા-જમાઈ, બહેન-બનેવીએ કર્યા લગ્ન

ઝારખંડ રાજ્યમાં એવા સેંકડો યુગલો છે, જે સત્તાવાર લગ્ન કર્યા વિના એકબીજા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે. આવા જ 55 યુગલોના સામુહિક લગ્ન સમારંભ મંગળવારે બસીયાના સરના મેદાનમાં સંપન્ન થયો હતો. વસંત પંચમીના શુભ દિવસે પ્રખ્યાત સ્વયંસેવી સંસ્થાએ માનવતાનો ધર્મ નિભાવતા- ચાલો કોઈનું ઘર વસાવીએ તે હેતુથી સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 55 યુગલો લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહ્યા હતા, હવે પોત-પોતાના ધર્મના રીત-રિવાજ મુજબ લગ્ન કરીને હંમેશા માટે એક બીજાના થઈ ગયા છે. હિન્દી યુગલોના લગ્ન પંડિત બદ્રીનાથ દાસે, ઈસાઈ યુગલના લગ્ન પાદરી અનિલ કુમાર લકડા અને સરના દંપતીના સામૂહિક લગ્ન પહાન જતરુ ભગત અને ચંદ્રમણી દેવી દ્વારા સંપન્ન કરાવવામાં આવ્યા હતા.

માતા-પિતા અને પુત્ર-પુત્રવધૂ લિવ-ઇનમાં રહેતા હતા
રસપ્રદ વાત એ છે કે આમાં એક જ પરિવારના ઘણા સભ્યો લગ્નના બંધનમાં બંધાયા છે. એક જ મંડપમાં પિતા, પુત્ર, સસરા, જમાઈ, ભાઇ અને બહેન તમામના લગ્નના થયા હતા. આ લગ્ન મંડપમાં સૌથી મોટા લગ્ન 62 વર્ષના પિતા પાકો જોરાના થયા હતા, જે 40 વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યાં બાદ સોમેરી દેવી સાથે લગ્ન કર્યા હતા.

આ જ મંડપમાં પાકો જોરાના પુત્ર જીતેન્દ્રએ પણ લગ્ન કર્યા વિના પૂજા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં 12 વર્ષ વિતાવ્યા અને ત્યાર બાદ તેણે લગ્ન કર્યા. જ્યારે ત્યાં જ એ જ પરિવારમાં બહેનનાં લગ્ન પણ કોઈ બીજા સાથે થયાં હતાં. જોરાએ જણાવ્યું કે તેમના બાળકો પણ છે અને આજ સુધી તેઓ લગ્ન વિના સાથે રહી રહ્યા હતા. આજે રિવાજો સાથે લગ્ન કર્યા બાદ સત્તાવાર પતિ-પત્નીનો દરજ્જો મળ્યો છે.

લગ્ન ન થવાનું કારણ તેમણે સંસાધનોનો અભાવ જણાવ્યો અને કહ્યું કે હવે સંસ્થાના કારણે અમે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા છીએ.

અનેક યુગલોની આર્થિક પરિસ્થિતી ખરાબ
લોકોએ વર-કન્યાને ભેટ અને સુખી દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ અવસર પર સામાજિક સંસ્થાના સચિવ નિકિતા સિંહાએ જણાવ્યુ હતું કે ઝારખંડના ગામોમાં હજારો યુગલો રહે છે જેમણે સતાવાર લગ્ન કર્યા નથી હોતા. આ યુગલો ખરાબ આર્થિક પરિસ્થિતી તેમજ કોઈ અન્ય કારણોસર લગ્ન કરી શકતા નથી. જ્યારે અનેક યુગલો લગ્નના આયોજનનો ખર્ચ પણ ઉઠાવી શકે તેમ સક્ષમ નથી હોતા.

( Source – Divyabhaskar )