‘પોલીસતંત્ર-કલેક્ટરને મારા ખિસ્સામાં લઈને ફરું છું, કોઈની તાકાત નથી કે મારી કોલર પકડી બતાવે’: મધુ શ્રીવાસ્તવ

‘પોલીસતંત્ર-કલેક્ટરને મારા ખિસ્સામાં લઈને ફરું છું, કોઈની તાકાત નથી કે મારી કોલર પકડી બતાવે’: મધુ શ્રીવાસ્તવ

વડોદરાના વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (MLA Madhu Srivastava) ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદીત નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. સયાજીપુરા જિ.પંચાયતના ઉદ્ધાટન સમયે વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પોલીસ તંત્ર અને કલેક્ટર મારા ખિસ્સામાં છે. કોઈની તાકાત નથી કે મારો કોલર પકડે. દેશ આઝાદ છે તો આપણે પણ આઝાદ છીએ.

પોતાના વિવાદિત નિવેદનનો કારણે હંમેસાં વિવાદોમાં રહેતા વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવની આ વખતે વધુ પડતી જીભ લપસી ગઈ છે. સયાજીપુરા જિલ્લા પંચાયત ભાજપ કાર્યાલય ઉદ્ધધાટન પ્રસંગે વાઘોડિયાના ભાજપના વિવાદિત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપ્યું છે. આજે તેમને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસ તંત્ર અને કલેકટર વલેકટરને મારા ખીસ્સામાં લઈને ફરું છું. કોઈની તાકાત નથી કે મારી કોલર પકડી બતાવે. દેશ આઝાદ છે, આપડે પણ આઝાદ છીએ.

અત્રે નોંધનીય છે કે, હાલમાં મધુ શ્રીવાસ્તવ પોતાના પુત્ર-પુત્રીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ અપાવવાના મુદ્દે વિવાદમાં આવ્યા હતા. હજુ આ વિવાદ શાંત થયો તો તેમણે વધુ એક નિવેદન આપી દીધુ છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ઈતિહાસ વિવાદિત રહ્યો છે. તેઓ હંમેશા કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહે છે. અનેક વખત વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. થોડા દિવસ પહેલા પોતાના પુત્ર-પુત્રીને ચૂંટણીમાં ટિકિટ અપાવવાના મુદ્દે વિવાદમાં આવી ગયા હતા.

મધુ શ્રીવાસ્તવના નિવેદન મામલે નીતિન પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારતના નાગરિક હોય કે ભાજપના હોદ્દેદારો સંયમ જાળવવો પડશે. કાયદાનું સન્માન જાળવવું જ પડશે. તેઓ કયા સંદર્ભમાં બોલ્યા છે તે હાલ ખબર નથી.

( Source – Sandesh )