કેનેડામાં PR : કેનેડાએ ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સને મદદરૂપ બનવા અને કુશળ કામદારોના કાયમી વસવાટ માટે સંખ્યાબંધ જાહેરાતો કરી

  • કેનેડાએ કોમ્પ્રેહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ (CRS)સ્કોર ઘટાડીને 75 કર્યો
  • કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા કે કામ કરવા ઈચ્છતા ભારતીયોને લાભ થશે

કેનેડાએ પોતાને ત્યાં ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ માટે વધુ તકોનું સર્જન કરવા, કુશળ કામદારોને મદદરૂપ બનવા અને અર્થતંત્રને વેગ આપવા આશરે 27,300 કામદારોને પર્મનન્ટ રેસિડેન્સ (PR)માટે આમંત્રણ આપ્યું છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ વખતે 75 કોમ્પ્રેહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ (CRS)સ્કોર નક્કી કરવામાં આવ્યો છે, જે કેનેડાના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર માનવામાં આવે છે.આ અંગે ઈમિગ્રેશન બાબતોના નિષ્ણાત પાર્થેષ ઠક્કરે જણાવ્યું હતું કે કેનેડા તરફથી આ એક આશ્ચર્યજનક પગલું ભરવામાં આવ્યું છે. આ એક પોઝિટિવ અને આનંદદાયક સમાચાર છે. તેનાથી કેનેડામાં અભ્યાસ કરવા આવતા ખાસ કરીને ભારતીય મૂળના વિદ્યાર્થીઓ માટે મોટી તકનું સર્જન થયું છે તેમ જ અભ્યાસ બાદ અહીં કાયમી વસવાટની ઉજળી તકોનું સર્જન થયું છે. આ સાથે આજના ડ્રોમાં 27,332 ઈન્વિટેશન છે અને આ માટે 75 જેટલો સૌથી ઓછો CRS સ્કોર નક્કી કરવામાં આવ્યો છે, જે એક અભૂતપુર્વ બાબત છે.

એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં પર્મનન્ટ રેસિડેન્સ (PR)માટે 27,332 ઉમેદવારોને આમંત્રણ
કેનેડાએ તેના તાજેતરના એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં પર્મનન્ટ રેસિડેન્સ (PR)માટે અરજી કરવા 27,332 ઉમેદવારોને આમંત્રિત કર્યાં છે.ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)એ કેનેડિયન એક્સપ્રેસ ક્લાસ (CEC)તરફથી 13મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. સૌથી ઓછા 75 કોમ્પ્રેહેન્સિવ રેન્કિંગ સિસ્ટમ (CRS)સ્કોરને નિર્ધારીત કરવામાં આવ્યો છે.

બુધવારે કેનેડાએ પર્મનન્ટ રેસિડેન્સ માટે અરજી કરવા 654 પ્રોવિન્સિયલ નોમિની પ્રોગ્રામ (PNP)ના ઉમેદવારોને આમંત્રણ પાઠવવા સાથે એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોનું આયોજન કર્યું છે, આ સપ્તાહમાં કુલ 27,986 ઈન્વિટેશ ટુ અપ્લાઈ (ITAs)ઈશ્યુ કરવામાં આવ્યા છે.

IRCCએ વર્ષ 2021 માટે 401,000 નવા ઈમિગ્રન્ટ્સનો લક્ષ્યાંક નક્કી કર્યો
આજની આ સ્થિતિને જોતા એવું લાગે છે કે IRCC વર્ષ 2021માં તેના 401,000 નવા ઈમિગ્રન્ટ્સના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કટિબદ્ધ છે. વર્ષ 2021-23ના ઈમિગ્રેશન લેવલ્સ પ્લાન પ્રમાણે IRCC એક્સપ્રેસ એન્ટ્રી-મેનેજ્ડ પ્રોગ્રામ્સ મારફતે 108,500 નવા PRને આવકારવાનો ઉદ્દેશ ધરાવે છે.અલબત આગામી વર્ષે એટલે કે 2022માં આ લક્ષ્યાંક વધારીને 1,10,500 અને ત્યારબાદ એટલે કે વર્ષ 2023માં આંકડો 1,13,750 કરવા માંગે છે.

કેનેડામાં ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે તકો વધી
ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સને મદદરૂપ બનવાના કેનેડા સરકારના પ્રયત્નોના ભાગરૂપે ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશીપ બાબતના મંત્રી માર્કો ઈ.એલ.મેનડિસિનોએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ઈન્ટરનેશલ સ્ટૂડન્ટ કેનેડામાંથી સ્નાતકની પદવી મેળવ્યા બાદ કેનેડામાં રહેલી ઉત્તમ તકને કોરોના મહામારી બાદ ચુકી ન જાય તે માટે આ પ્રકારના ઉદાર પગલાં ભરવામાં આવ્યા છે. ઘણાબધા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ કેટલાક મહિનાઓ માટે વિદેશમાંથી ઓનલાઈન અભ્યાસને જાળવી શકે તેવી સંભાવના સાથે PGWP પ્રોગ્રામમાં હંગામી ધોરણે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે તે અંગે માહિતી આપવામાં આવી છે.

ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સના કાયમી વસવાટને પ્રોત્સાહન આપવા પ્રયત્ન
આ માટે સરકાર રોજગારી તથા ભાષાને લગતી કુશળતા પર ભાર આપવા ઉપરાંત કેનેડાના શિક્ષણ તથા કાર્ય સંબંધિત અનુભવને વેગ આપી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં કાયમી વસવાટ માટે 58,000 સ્નાતકોએ અરજી કરી હતી, અને કેનેડામાં જ વસવાટ કરવાના તેમના નિર્ણયથી અમારા ભૌગોલિક પડકારો છે તેનો ઉકેલ મેળવવામાં અમને મદદરૂપ બનશે, તેમ મેનડિસિનોએ જણાવ્યું હતું.

કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ શું છે?
એક્સપ્રેસ એન્ટ્રીએ પોતે ઈમિગ્રેશન પ્રોગ્રામ નથી, પણ ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ, ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ, અને કેનેડિયન એક્સપિરીયન્સ ક્લાસ એમ ફેડરલ હાઈ સ્કીલ્ડ કેટેગરી હેઠળના ત્રણ પ્રોગ્રામ છે.

ઉમેદવારોની એક્સપ્રેસ એન્ટ્રી પૂલમાં એન્ટ્રી મેળવવા કુશળ કામદારોએ આ પ્રોગ્રામ્સ પૈકી એક માટે તેઓ યોગ્યતા ધરાવે છે તે બાબતને સુનિશ્ચિત કરવાની રહે છે. જો તેઓ નિયત CRS સ્કોર મેળવી લે તો તેમની ઉંમર, શૈક્ષણિક યોગ્યતા, કાર્ય અનુભવ તથા અંગ્રેજી કે ફ્રેચ ભાષા પરના પ્રભૂત્વ અને અન્ય પરિબળોને ધ્યાને આધાર લેવામાં આવે છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

Tweet / મોદીનું ટ્વિટ- FB, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ છોડવાનું વિચારી રહ્યો છું,

વડાપ્રધાને કરેલા ટ્વિટથી યુઝર્સમાં તર્ક-વિતર્ક શરૂ નેશનલ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કરીને ભારે ચર્ચા જગાવી છે. તેમણે 2 માર્ચના

Read More »
Business
Ashadeep Newspaper

આખા વિશ્વ પર છે 188 લાખ કરોડ ડોલરનું કરજ, જાણો ભારતના માથે કેટલું દેવું?

આઇએમએફના રિપોર્ટ અનુસાર આખા વિશ્વ પર દેવાનો બોઝ આશરે 188 ટ્રિલિયન ડોલર (188 લાખ કરોડ ડોલર)નો છે. રકમનો અંદાજો આનાથી

Read More »