AMCની ચૂંટણી : કોંગ્રેસે 34 જ્યારે ભાજપે 46 પાટીદારોને ટિકિટ આપી,

AMCની ચૂંટણી : કોંગ્રેસે 34 જ્યારે ભાજપે 46 પાટીદારોને ટિકિટ આપી,

સામાન્ય બેઠકો પર અન્ય જ્ઞાતિના મતદારો વધુ હોવાથી ભાજપે 46 ઓબીસી જ્યારે કોંગ્રેસે પણ 45 ઓબીસીને મેદાનમાં ઉતાર્યા

અમદાવાદ મ્યુનિ.ના 48 વોર્ડની 192 બેઠકો માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારો પૈકી પાટીદાર સમાજના 34 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ઓબીસી અને એસસીના 45-45 તથા મુસ્લિમ સમાજના 24 ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. આ વખતની ચૂંટણીમાં 16 વોર્ડમાં ચારેય બેઠકો સામાન્ય છે. જો કે, આ બેઠકો પર સામાન્ય કરતાં અન્ય જ્ઞાતિના મતદારોની સંખ્યા વધુ છે. મહદ્અંશે આ દરેક વોર્ડમાં 15 ટકાથી વધુ પછાત વર્ગના મતદારો છે.

જ્ઞાતિ મુજબના સમીકરણને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અનામત રાખેલી એસસીની બેઠક ઉપરાંત પણ વધુ ઉમેદવારો આ જ્ઞાતિના મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ઓબીસીના પણ તેટલા જ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જેની સામે ભાજપે પણ 45 ઓબીસીને ટિકિટ આપી છે. ભાજપે 46 પટેલોને ટિકિટ આપી છે. જ્યારે 14 બ્રાહ્મણ અને 12 વણિકનો સમાવેશ થાય છે. માલધારી સમાજના 6 ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે.

કોંગ્રેસના જ્ઞાતિવાર ઉમેદવારો

જ્ઞાતિસંખ્યા
ઓબીસી45
એસસી45
પાટીદાર34
મુસ્લિમ24
જૈન11
નોન ગુજરાતી9
બ્રાહ્મણ6
ક્ષત્રિય5
લોહાણા2
એસટી2
સોની2
સિંધી2
ક્રિશ્ચિયન1
કુલ188

​​​​​​​( Source – Divyabhaskar )