પેપ્સિકો, કોક અને બિસ્લેરીને સરકારે ફટકાર્યો કરોડોનો દંડ, બાબા રામદેવની કંપની પણ લપેટામાં

પેપ્સિકો, કોક અને બિસ્લેરીને સરકારે ફટકાર્યો કરોડોનો દંડ, બાબા રામદેવની કંપની પણ લપેટામાં

કોક, પેપ્સિકો અને બિસ્લેરી જેવી મોટી કંપનીઓ પર સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ (CPCB)એ ભારે ભરખણ દંડ ફટકાર્યો છે. આ દંડ પ્લાસ્ટિક કચરાની જાણકારી સરકારી કર્મચારીઓને ન આપવાના મામલામાં દલાવ્યો છે. બાબા રામદેવની કંપની પતંજલિને પણ એક કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. તમામ કંપનીઓ પર સરકારી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

સૌથી વધારે કચરો બિસ્લેરીએ કર્યો

પ્લાસ્ટિકના કચરાની માત્રાની વાત કરીએ તો જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2020 સુધી બિસ્લેરીનો પ્લાસ્ટિકનો કચરો લગભગ 21 હજાર 500 ટન રહ્યો છે. જેથી કંપની પર પાંચ હજાર રૂપિયા પ્રતિ ટનના હિસાબે દંડ કરાયો છે. ત્યાં જ પેપ્સિકોને 11,194 ટન કચરો કર્યો તો કોકાકોલાએ 4,417 ટન કચરો કર્યો. આ તમામ સિવાય બીજી અન્ય કંપનીઓને પણ સરકારે દંડ ફટકાર્યો છે.

કઇ કંપનીને કેટલો દંડ

CPCBએ બિસ્લેરી પર 10.75 કરોડ રૂપિયાસ પેપ્સિકો ઇન્ડિયા પર 8.7 કરોડ રૂપિયા અને કોકાકોલા બેવરેજેસને 50.66 કરોડ રૂપિયાનો દંડ ભરવા આદેશ કર્યો છે. બાબા રામદેવની કંપની પંતજલિ પર પણ લગભગ 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. તમામ કંપનીઓ સીપીસીબીના આદેશની સમીક્ષા કરી રહી છે.

15 દિવસમાં દંડ ભરવો પડશે.

પ્લાસ્ટિક કચરાના મામલામાં એક્સટેંડેડ પ્રોડ્યૂસર રિસ્પોંબિલિટી (EPR)ની એક પોલીસી છે. જેના આધારે પ્લાસ્ટિકનું નિર્માણ કરનારી કંપનીઓને ઉત્પાદનનાં ડિસ્પોઝની જવાબદારી લેવાની હોય છે. આ સંદર્ભમાં સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડે કહ્યું કે, તમામ કંપનીઓને 15 દિવસની અંદર દંડની રકમની ચૂકવણી કરવાની રહેશે.

આ મામલે કોક કંપનીની પ્રતિક્રિયા સામે આવી ગઇ છે. કોક કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે, કંપની સમગ્ર કંપ્લાયસની સાથે પોતાનું ઓપરેશન ચલાવે છે. જેનું રેગુલેટરી ફ્રેમવર્ક અને કાયદાની અંતર્ગત કામ કરાય છે. કંપની આ ઓર્ડની સમીક્ષા કરી રહી છે અને અમે સંબંધિત ઓથોરિટી સાથે મળી મામલાને થાળે પાડવાના પ્રયાસ કરી રહ્યા છીએ.