સૌથી મોટો ઘટાડો : 6 મહિનામાં સોનું રૂ.9000 સસ્તું, બજેટમાં સોના પર કસ્ટમ ડ્યૂટી ઘટવાથી ભાવમાં ઘટાડો

  • સોનામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો, ઓગસ્ટ પછી 24 કેરેટ ગોલ્ડનો ભાવ 58 હજારથી 49 હજાર થયો
  • 7 ઓગસ્ટે 58000 ભાવ હતો જે ઘટીને 8 ફેબ્રુઆરીએ 49000 થયો

સોના-ચાંદીમાં તેજીનો યુ-ટર્ન જોવા મળ્યો છે. સોનું 7 ઓગસ્ટના રેકોર્ડ પ્રતિ 10 ગ્રામ 58000ની સપાટીથી છ માસના અત્યંત ટૂંકાગાળામાં સરેરાશ રૂ.9000 ઘટી અત્યારે રૂ.48000ની સપાટી પર બોલાઇ ચૂક્યું છે. સોનામાં ઘટાડાના મુખ્ય કારણોમાં વૈશ્વિક સ્તરે કોરોના વેક્સિનની ઉપલબ્ધી, બજેટમાં આયાત ડ્યૂટીમાં 5 ટકાનો ઘટાડો કરી 7.5 ટકા કરી દેવામાં આવતા તેમજ હેજફંડો-રોકાણકારો ગોલ્ડમાં પ્રોફિટબુક કરી ઇક્વિટીમાં પ્રવેશતા માર્કેટમાં શોર્ટટર્મ ટ્રેન્ડ નેગેટિવ રહ્યો છે.

બૂલિયન એનાલિસ્ટોના મતે સોનામાં રૂ.48000ના ભાવે ખરીદવું ઉત્તમ સાબીત થઇ શકે છે. લોંગટર્મ ફંડામેન્ટલ તેજીના બની રહ્યાં છે. વર્ષાન્ત સુધીમાં સોનું ફરી વધી પ્રતિ 10 ગ્રામ 58000-60000ની સપાટીએ પહોંચશે તેવો અંદાજ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઓગસ્ટ માસમાં રેકોર્ડ2067 ડોલરની સપાટી કુદાવ્યા બાદ સરેરાશ 230 ડોલર ઘટી 1820 ડોલર બોલાઇ રહ્યું છે.

તેજીના કારણોમાં ઇક્વિટી માર્કેટમાં કરેક્શનનો દોર શરૂ થતા સોના-ચાંદીમાં હેજફંડોની ખરીદી ખુલશે આ ઉપરાંત ફેડરલ રિઝર્વ લોંગટર્મ શુન્ય વ્યાજદર જાળવી રાખશે, વીશ્વના ટોચના દેશો ફુગાવાને ધ્યાનમાં રાખી કરન્સીનું ડિવેલ્યુએશન કરશે જેના કારણે સેન્ટ્રલ બેન્ક, હેજફેડ્સ તથા SPDRગોલ્ડ ઇટીએફ હોલ્ડિંગથી બૂલિયનમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે. જ્યારે ચાંદી સપતાહ પૂર્વે 30.03 ડોલરની સપાટી પહોંચતા અમદાવાદ ખાતે રૂ.73000 બોલાઇ હતી જે ઘટીને અત્યારે રૂ.68500 બોલાઇ રહી છે.

સોનામાં કરેક્શનનાં મુખ્ય 5 કારણ

  • કોરોના વેક્સિનની વિશ્વના તમામ દેશોમાં ઉપલબ્ધી, વૈશ્વિક અર્થતંત્ર ફરી થાળે પડતા, જીડીપીમાં સુધારાનો ટ્રેન્ડ
  • બજેટમાં સોના-ચાંદીની આયાત ડ્યૂટી 5 ટકા સુધી ઘટાડાતા
  • હંજફંડો, ગોલ્ડ SPDR ટ્રેડેડ ફંડો દ્વારા આવેલ પ્રોફિટબુકિંગ
  • ડોલર સામે રૂપિયામાં મજબૂતી

સોનામાં : કયા-કયા કારણોસર હવે તેજીની આશા

  • ફિઝિકલની સાથે-સાથે ગોલ્ડ ઇટીએફમાં પણ હેજફંડ્સ-રોકાણકારોનો ઉત્સાહ વધ્યો.
  • કોરોના મહામારી જેવી આવનાર આપત્તિમાં સલામત રોકાણમાં સોનામાં શ્રેષ્ઠ રિટર્ન મળી શકે, જિયો ક્રાઇસિસ, કટોકટી, ટ્રેડવોરના કારણે સલામત ગણાતા સોના-ચાંદીમાં રોકાણ ઉત્તમ.
  • ફેડરલ રિઝર્વ લોંગટર્મ શુન્ય વ્યાજદર જાળવી રાખશે, સોના-ચાંદીમાં વધુ ચમક આવશે.
  • ઇક્વિટી, મ્યુ. જેવા ક્ષેત્રે રિસ્ક વધુ જ્યારે સોનામાં સલામતીથી રોકાણ આવશે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Business
Ashadeep Newspaper

રેમડેસિવિર ઇન્જેક્શનની પ્રકિયા : એક ઇન્જેક્શન બનતા 5 દિવસ લાગે છે, જ્યારે દર્દી પાસે 20 દિવસે પહોંચે છે; 2થી 8 ડિગ્રીએ સપ્લાય કરવું પડે છે

ભારતીય કંપનીઓએ 3 મહિના રેમડેસિવિરનું ઉત્પાદન કર્યું નહીં, જરૂરિયાતને પહોંચી વળતાં હજુ 7-10 દિવસ લાગશે કોરોનાના દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો

Read More »
Info & News
Ashadeep Newspaper

નવી ગાઇડલાઇન્સ : વિદેશ જનારા લોકો 28 દિવસ પછી લઈ શકશે કોવિશીલ્ડનો બીજો ડોઝ, હાલ 84 દિવસનો નિયમ

ભારત પહેલાં બ્રિટન અને સ્પેનમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે સોમવારે

Read More »