AMCનો દાવો : અમે 5 હજાર સોસાયટીમાં તપાસ કરી પણ કોઈ ધુળેટી રમતું મળ્યું નહીં

  • ટોળે વળી ધુળેટી રમનારાનું પાણીનું કનેકશન કાપી નાખવા ચેતવણી આપી હતી
  • ક્લબો, પાર્ટી પ્લોટ, હોલ, સોસાયટીઓ તેમજ ચાલીઓમાં 200 ટીમે વોચ રાખી હતી

મ્યુનિસિપલ કોર્પોરેશને એવો દાવો કર્યો છે કે, ધુળેટીના દિવસે શહેરની અંદાજે 5 હજાર સોસાયટીમાં વિવિધ ટીમોએ તપાસ કરી હતી. પરંતુ કોઈ ધુળેટી રમતું પકડાયું ન હતું. રવિવારે કોર્પોરેશને ચેતવણી આપી હતી કે, કોઈપણ સોસાયટી કે અન્ય સ્થળે ટોળે વળી ધુળેટી રમતા પકડાશે તો તે સોસાયટીનું પાણીનું કનેકશન કાપી નાખવામાં આવશે. મ્યુનિ.એ દાવો કર્યો હતો કે, શહેરના સાતેય ઝોનમાં તેની 200 ટીમોએ કડક વોચ રાખી ગાઈડલાઈનનું પાલન થાય તેની તકેદારી લીધી હતી.

મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગે 5 હજાર જેટલી સોસાયટીમાં તપાસ કરાતાં કોઇપણ સોસાયટીમાં લોકો હોળી રમતા જોવા મળ્યાં નહોતા. સોલિડ વેસ્ટ વિભાગના હર્ષદરાય સોલંકીના જણાવ્યા અનુસાર, સોમવારે 48 વોર્ડમાં જેટની 200 ટીમોએ શહેરની સોસાયટીઓ, ચાલીઓ, ક્લબો, પાર્ટી પ્લોટો, હોલ, મંદિરો સહિતના જાહેર સ્થળોએ તપાસ કરી હતી.

નોંધનીય છે કે, આગલા દિવસે પણ મ્યુનિ.ના અધિકારીઓ એવી મોટી સોસાયટીઓની મુલાકાત લીધી હતી. તેમજ તે સોસાયટીના ચેરમેન સેક્રેટરીને મળીને સોસાયટીમાં કોઇ પણ વ્યક્તિ હોળી-ધુળેટીના તહેવારોમાં રંગોથી હોળી ન રમે તે સુનિશ્ચિત કરવા માટે સૂચના આપી હતી. બીજા દિવસે આ સોસાયટીઓમાં તપાસ પણ કરવામાં આવી હતી.

માર્ચના પ્રારંભથી જ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી તો કેસનો આંકડો 500 ઉપર જ આવ્યો છે. આ સંજોગોમાં હોળી-ધૂળેટી રમવા લોકોની ભીડ એકત્ર થાય તો ચેપ વધુ ફેલાવાનું જોખમ રહેલું છે. મ્યુનિ.એ શનિવારે ગાઇડલાઇન બહાર પાડી પાર્ટી પ્લોટો, ક્લબો તેમજ જાહેર સ્થળોએ ભીડમાં ભેગા થઈ હોળી ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પોલીસ કમિશનરે પણ રોડ પર કે જાહેર સ્થળોએ હોળી-ધૂળેટી રમવા સામે પ્રતિબંધ લાદતું ફરમાન જારી કર્યું હતું.

હોળી-ધુળેટીના દિવસે પણ મંદિરોમાં રંગોત્સવની ઉજવણી થઈ ન હતી. છેલ્લા 1 વર્ષથી કોરોના વાઇરસના ચેપના જોખમને કારણે રથયાત્રાથી માંડી નવરાત્રિ સુધીના ઉત્સવો મોકૂફ રાખવાનો નિર્ણય લેવો પડ્યો હતો. કેસમાં સતત વધારો થતા મ્યુનિ.ના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી હતી.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

PM મોદીનો જબરદસ્ત મેગા શો, દુનિયામાં એવી કમાલ કરશે કે રેકોર્ડ જાણી આશ્ચર્યચકિત થઇ જશો

અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે આવતા મહિના આયોજીત થનાર

Read More »
News & Info
Ashadeep Newspaper

જો VHPની ડિઝાઇનથી બનશે રામ મંદિર તો પણ લાગશે આટલા વર્ષો, જાણો કેટલો થશે ખર્ચ

શનિવારનાં સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક નિર્ણય બાદ હવે રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થઇ ગયો છે, પરંતુ ભવ્ય રામ મંદિરનાં નિર્માણમાં

Read More »