7000 કરોડનાં બેન્ક કૌભાંડોમાં 14 રાજ્યોના 169 ઠેકાણા પર CBIનો સપાટો

7000 કરોડનાં બેન્ક કૌભાંડોમાં 14 રાજ્યોના 169 ઠેકાણા પર CBIનો સપાટો

બેન્કો સાથે રૂપિયા ૭૦૦૦ કરોડથી વધુની છેતરપિંડીના ૩૫ કેસમાં તપાસ કરી રહેલી સીબીઆઇએ મંગળવારે ગુજરાત સહિત ૧૪ રાજ્યોના ૧૬૯ ઠેકાણાઓ પર દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

સીબીઆઇના અધિકારીઓની ૧૭૦ જેટલી ટીમોએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, આંધ્ર બેન્ક, ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, અલ્હાબાદ બેન્ક, કેનેરા બેન્ક, દેના બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, આઇડીબીઆઇ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઇન્ડિયા અને પંજાબ એન્ડ સિંધ બેન્ક સાથે થયેલી છેતરપિંડીના કેસોમાં મંગળવારે સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

સીબીઆઇએ જણાવ્યું હતું કે, ગુજરાત, આંધ્રપ્રદેશ, ચંડીગઢ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને દાદરા નગર હવેલીમાં દરોડાની કાર્યવાહી કરાઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવારે સીબીઆઇના મુખ્યમથક ખાતે સિનિયર અધિકારીઓની બેઠકમાં મંગળવાર સવારથી જ દેશભરમાં દરોડાની કાર્યવાહી શરૂ કરવાના ઓપરેશનને અંતિમ સ્વરૂપ અપાયું હતું.

દરોડાની કાર્યવાહી કરી રહેલી સીબીઆઇ અધિકારીઓની ટુકડીઓની સાથે ફાઇનાન્શિયલ નિષ્ણાતો અને ઓડિટર્સ પણ જોડાયા હતા.

દેશભરમાં બેન્કો પાસેથી નોનપર્ર્ફોિમગ એસેટ્સ (એનપીએ)ની યાદી તૈયાર કર્યા પછી સીબીઆઇએ રૂપિયા ૭૦૦૦ કરોડથી વધુની રકમના બેન્કો સાથે છેતરપિંડી કરવાના ૩૫ કેસ નોંધ્યા હતા. આ કેસોના સંદર્ભમાં સીબીઆઇએ જુલાઈ મહિનામાં દેશના ૧૨ રાજ્યોના ૫૦ શહેરોના ૫૦ ઠેકાણા પર દરોડાની કાર્યવાહી કરી હતી.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે ૨૦૧૮-૧૯માં બેન્કો સાથે છેતરપિંડીના ૬૮૦૦ કેસ નોંધાયા હતા. બેન્કો સાથે રૂપિયા ૭૧,૫૦૦ કરોડની છેતરપિંડી કરાઈ હતી.

કયાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરોડા

  • ગુજરાત
  • આંધ્રપ્રદેશ
  • ચંડીગઢ? દિલ્હી
  • હરિયાણા
  • કર્ણાટક
  • કેરળ
  • મધ્યપ્રદેશ
  • મહારાષ્ટ્ર
  • પંજાબ
  • પશ્ચિમ બંગાળ
  • તામિલનાડુ
  • તેલંગાણા
  • ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ
  • દાદરા નગર હવેલી

કઈ બેન્કો સાથે ફ્રોડ?

  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
  • પંજાબ નેશનલ બેન્ક
  • આંધ્ર બેન્ક
  • ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ
  • ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક
  • અલ્હાબાદ બેન્ક
  • કેનેરા બેન્ક
  • દેના બેન્ક
  • સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા
  • યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા
  • આઇડીબીઆઇ બેન્ક
  • બેન્ક ઓફ બરોડા
  • બેન્ક ઓફ મહારાષ્ટ્ર
  • બેન્ક ઓફ ઇન્ડિયા
  • પંજાબ એન્ડ સિંધ બેન્ક

કયાં શહેરોમાં સીબીઆઇએ તપાસ કરી

  • અમદાવાદ
  • ભાવનગર
  • સુરત
  • વલસાડ
  • સિલવાસા
  • મુંબઇ
  • થાણે
  • કલ્યાણ
  • દિલ્હી
  • ગુરગાંવ
  • ચંડીગઢ
  • દેહરાદૂન
  • નોઇડા
  • બારામતી
  • અમૃતસર
  • ફરિદાબાદ
  • બેંગ્લુરૂ
  • કોલાર
  • તિરુપુર
  • ચેન્નઇ
  • મદુરાઇ
  • ક્વિલોન
  • કોચિન
  • કાનપુર
  • ભોપાલ
  • ગાઝિયાબાદ
  • વારાણસી
  • ચંદૌલી
  • ભટિંડા
  • ગુરદાસપુર
  • લુધિયાણા
  • મોરેના
  • કોલકાતા
  • પટના
  • પલાની
  • ગયા
  • ક્રિશ્ના
  • હૈદરાબાદ