6 મહિનામાં 3 વાર સ્ટોપલાઈન ભંગ કરાશે તો વિમાનું પ્રિમીયમ પણ વધારે ભરવું પડશે

સિગ્નલ ચાલુ થતા પહેલા રોડ ક્રોસ કરશો તો 500નો દંડ ભરવો પડશે

અમદાવાદ: કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને નવા દંડની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમ મુજબ ઈ-મેમોમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ચાર રસ્તા પર સિગ્નલ ચાલુ થતાના એક સેકન્ડ પહેલા પણ જો રોડ ક્રોસ કરાશે તો રૂ.500નો દંડ ભરવો પડશે. જ્યારે બીજી વખત સ્ટોપ લાઈન ભંગ કરાશે તો રૂ.1000નો દંડ ભરવો પડશે. વારંવાર જંક્શન ચાર રસ્તા પર સ્ટોપલાઈન ક્રોસ કરવાની અકસ્માત થઈ શકે છે જેથી 6 મહિનામાં ત્રણ વાર સ્ટોપ લાઈન ભંગ કરાશે તો વિમાનું પ્રિમીયમ પણ વધારે ભરવું પડશે.

ફિક વિભાગ વિમા કંપનીને સ્ટોપ લાઈન ભંગ કરનારની વિગતો આપશે
ચાર રસ્તા પર કેટલાક વાહન ચાલકો સિગ્નલ ચાલુ થવાની 5 સેકન્ડ બાકી હોય ત્યારે વાહન ધીમે-ધીમે આગળ લઈ જતા હોય છે. જોકે, CCTV કેમરા વાહનનું ટાયર સ્ટોપ લાઈન પર આવી જાય ત્યારે નંબર પ્લેટનો ફોટો પડી જાય છે. અને તે વાહનને પ્રથમ વખત રૂ.500 અને તો બીજી વાર રૂ.1000નો ઈ-મેમો આપવામાં આવશે. અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ ઈ-મેમોની વિગત પોલીસી કંપનીને મોકલશે.

રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી: ટ્રાફિક DCP

ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે જણાવ્યું હતું કે જો કોઈ વાહન ચાલકો ત્રણ વાર સ્ટોપલાઈનનો ભંગ કરશે તો તેના થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સના પ્રિમીયમમાં વધારો કરવામાં આવે તેવી રાજ્ય સરકારમાં રજુઆત કરવામાં આવી છે. વાહન ચાલક સ્ટોપલાઈન ભંગ કરે એટલે વાહન ચાલકો ભયજનક રીતે વાહન ચલાવે છે જેથી અકસ્માત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

લેન્સેટના રિસર્ચમાં દાવો / લૉકડાઉન હટાવવામાં દેશો ઉતાવળ કરશે તો કોરોનાના કેસોમાં જુવાળ આવશે

રસી તૈયાર થવા સુધી પ્રતિબંધોમાં કોઇ ઢીલ આપવી જોઇએ નહીં: રિસર્ચ રિપોર્ટ લૉકડાઉનને કારણે સંક્રમિતના દરમાં 60-70 ટકા ઘટાડો થઇ રહ્યો

Read More »
Technology
Ashadeep Newspaper

શું તમારો ફોન વારંવાર થઇ રહ્યો છે હેન્ગ? બસ આટલુ કરો માખણની જેમ ચાલવા લાગશે

હાલ જ્યાં જુઓ ત્યાં મજબૂત પ્રોસેસરવાળા ફોન અને વધુ સ્ટોરેજ ધરાવતા ફોન આવી ગયા છે. જો કે આજે પણ કેટલાક

Read More »