5.8 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી : ૨.૫ લાખ ભારતીયોએ USની નાગરિકતા લેવાની અરજી કરી

5.8 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી : ૨.૫ લાખ ભારતીયોએ USની નાગરિકતા લેવાની અરજી કરી

। નવી દિલ્હી ।

દેશભરમાં નાગરિકતા કાયદા પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ભારતીયો દ્વારા નાગરિકતા છોડવાના ચોકાવનાર આંકડાઓ સામે આવ્યાં છે. રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી ૨૦૧૫થી ઓક્ટોબર ૨૦૧૯ સુધીના પાંચ વર્ષમાં પાંચ લાખ કરતા પણ વધારે લોકોએ પોતાની નાગરિકતા છોડીને બીજા દેશમાં ઠરીઠામ થયાં છે. લોકોએ અમેરિકાની સૌથી વધારે નાગરિકતા લીધી છે ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા અને કેનેડાની નાગરિકતા લેવામાં આવી હતી. આ સમયગાળામાં ૫.૮ લાખ લોકોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી. વર્ષ ૨૦૧૯ની શરૂઆતમાં દશ મહિનામાં રેકોર્ડ ૧.૧ લાખ ભારતીયોએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરી દીધો હતો. ૨૦૧૬માં સૌથી વધારે લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી. આ વર્ષમાં ૧.૩ લોકોએ ભારતીય નાગરિકતાને અલવિદા કરીને વિદેશમાં ઠરીઠામ થયા હતા.

૨.૫ લાખ ભારતીયોએ USની નાગરિકતા લેવાની અરજી કરી

દર વર્ષે એક લાખ કરતાં વધારે ભારતીયોએ બીજા દેશની નાગરિકતા આપવા લેવા માટે દેશની નાગરિકતા છોડવાની અરજી કરી હતી. વર્ષ ૨૦૧૭ માં ૧૦, ૬૦૭૨, ૨૦૧૮ માં ૧૧૯૫૯૯, ૨૦૧૯ માં ૧૧૧૨૪૪ લોકોએ દેશની નાગરિકતા છોડવાની અરજી કરી હતી તેમાંથી ૪૪ ટકા એટલે કે ૨.૫ લાખ ભારતીયોએ અમેરિકાની નાગરિકતા લેવાની અરજી કરી હતી. તે ઉપરાંત એક લાખ કરતાં વધારે ભારતીયોએ ઓસ્ટ્રેલિયામાં રહેવા માટે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. ૯૪૮૭૪ ભારતીયો કેનેડાની નાગરિકતા લેવા માટે અરજી કરી હતી.