370 ભારતનો આંતરિક મુદ્દો છે, આતંકવાદના વિરોધમા અમે ભારતની સાથે છીએ: EUના સાંસદો

370 ભારતનો આંતરિક મુદ્દો છે, આતંકવાદના વિરોધમા અમે ભારતની સાથે છીએ: EUના સાંસદો

શ્રીનગર, તા. 30 ઓક્ટોબર 2019, બુધવાર

જમ્મુ-કાશ્મીરના પ્રવાસે આવેલા યુરોપીય સાંસદોના દળે બુધવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતુ. ડેલિગેશન તરફથી કહેવામા આવ્યુ છે કે, ભારત એક શાંતિપ્રિય દેશ છે અને કાશ્મીરના લોકોને ઘણી આશાઓ છે.

અમારા પ્રવાસને રાજકીય દ્રષ્ટિથી જોવામા આવ્યો છે, જે બિલકુલ યોગ્ય નથી. અમે અહીં માત્ર પરિસ્થિતિની જાણકારી મેળવવા આવ્યા હતા. આર્ટિકલ 370ને આ સાંસદોએ ભારતની અંગત બાબત ગણાવી છે અને કહ્યુ કે, ભારત-પાકિસ્તાને પરસ્પર વાતચીત કરવી જોઇએ.

ઓવૈસીના નિવેદન પર આપ્યો જવાબ

પ્રેસ કોન્ફરન્સમા EUના સાંસદોએ કહ્યુ કે, અમે લોકો નાઝીના ચાહકો નથી, જો અમે હોત તો અમે ક્યારેય ચૂંટાયા ન હોત. એમણે આ શબ્દોના પ્રયોગ પર ઘણી નારાજગી વ્યક્ત કરી. જો કે, AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ EUના સાંસદોની સરખામણી નાઝીના ચાહકો તરીકે કરી હતી અને એના પર આકરા પ્રહારો કર્યા હતા.

આતંકવાદના વિરોધમાં યુરોપ ભારતની સાથે

સાંસદોએ આતંકવાદના વિષય પર કહ્યુ કે, અમે આતંકવાદના વિરોધના યુદ્ધમા સાથે છીએ, આતંકવાદની બાબત યુરોપ માટે પણ ઘણી મહત્વપૂર્ણ છે જ્યારે તેમને પૂછવામા આવ્યુ કે, તેઓ આ પ્રવાસનો રિપોર્ટ યુરોપીય સાંસદમા જમા કરશે, તો તેમણે કહ્યુ કે, તેઓ આવું નહીં કરે. 

આર્ટિકલ-370એ ભારતની અંગત બાબત 

આર્ટિકલ-370ના વિશે એમણે કહ્યુ કે, આ ભારતની અંગત બાબત છે, જો કે ભારત-પાકિસ્તાને શાંતિની સ્થાપના કરવી હોય તો, બંન્ને દેશોએ પરસ્પર વાતચીત કરવી જોઇએ. પોતાના કાશ્મીરના પ્રવાસ વિશે જણાવતા કહ્યુ કે, અમને ત્યાં રહેવાનો વધુ સમય મળ્યો નહીં, અમે વધુ લોકોને મળી શક્યા નહી. જો કે, એમણે એ પણ કહ્યુ કે, ત્યાં ના જવા કરતા વધુ સારૂ છે કે, થોડા સમય માટે જવું જોઈએ.